Home Blog Page 145

અજય દેવગન રોહિત જુગરાજ સાથે હાઈ-કોન્સેપ્ટ હોરર ફિલ્મમાં જોડાશે

અજય દેવગન હવે ફરી એક વખત હોરર જોનરમાં પ્રવેશ કરવા તૈયાર છે, હવે તે ફિલ્મમેકર રોહિત જુગરાજ સાથે એક હાઇ-કોન્સેપ્ટ હોરર જોનરની ફિલ્મ માટે જોડાયો છે. આ અંગેના અહેવાલો મુજબ આ પ્રોજેક્ટ હાલ પ્રી-પ્રોડક્શનનાં તબક્કામાં છે અને આ અજય અને રોહિત જુગરાજ વચ્ચેનું એક રસપ્રદ કોલબરેશન છે. રોહિત જુગરાજ સરદારજી અને સરદારજી 2 જેવી પંજાબી બ્લોકબસ્ટર હિટ્સ માટે જાણીતા ફિલ્મ મેકર છે. કુમાર મંગત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી, પરંતુ તેને એક હાઇ-કોન્સેપ્ટ હોરર સ્ટોરી તરીકે તૈયાર કરવામાં આવી રહી છે, જેનો સિનેમેટિક સ્કેલ ભવ્ય હશે.

આ પ્રક્રિયા સાથે જોડાયેલા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ’આ નેરેટિવ એટમોસ્ફેરિક સ્ટોરીટેલિંગ પર આધારિત છે, જે તેને પરંપરાગત હોરર ફિલ્મોથી અલગ બનાવે છે. ફિલ્મનું મોટા પાયે શૂટિંગ લંડનમાં થશે અને હાલ મેકર્સ ટેક્નિકલ ડિપાર્ટમેન્ટ્સ અને સ્ક્રીનપ્લે ફાઇનલ કરવાની પ્રક્રિયામાં છે.’

વધુમાં જાણવા મળ્યું છે કે ફિલ્મ માટે કાસ્ટિંગ પણ ચાલી રહ્યું છે, જેમાં ટીમ અજય દેવગનની મજબુત સ્ક્રીન પ્રેઝન્સ સાથે તાલ મિલાવી શકે તેવી કાસ્ટ લાવવા ઇચ્છે છે. સપોર્ટિંગ કાસ્ટની વિગતો હાલ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મેકર્સ નવા ટેલેન્ટ અને જાણીતા ચહેરાઓનું મિશ્રણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાતમાં મીની વાવાઝોડું એલર્ટ! 25 થી 31 માર્ચ ભારે વરસાદ

0

રાજ્યના વાતાવરણમાં ફરી ઍકવાર મોટો ઉથલપાથલ થવાના સંકેતો મળી રહ્યા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી સહમાં કુદરતી આફત ત્રાટકવાની ભીતિ વ્યક્ત કરી છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના શિરે ‘મીની વાવાઝોડા’નું જોખમ તોળાઈ રહ્યાં છે. જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બન્યો છે.

અંબાલાલ પટેલે વધું જણાવ્યું કે, માર્ચ મહિનામાં હજુ વધુ ૩ પશ્ર્વિમ વિક્ષેપ ગુજરાતના વાતાવરણને હચમચાવશે. ખાસ કરીને 25 અને 26 માર્ચના રોજ નવો વિક્ષેપ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠેર-ઠેર પવન ફૂંકાશે.

સૌથી વધુ ચિંતાજનક સમયગાળો 28 થી 31 માર્ચનો રહેશે. આ ચાર દિવસો દરમિયાન રાજ્યમાં અત્યંત શક્તિશાળી વિક્ષેપ અને વાવાઝોડા સાથે ભારે માવઠું (કમોસમી વરસાદ) પડવાની શક્યતા છે. પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની હોવાથી કાચા મકાનો અને ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.

સુરતમાં એસટી બસમાં લાગી આગ, અચાનક ધુમાડાથી મચી અફરાતફરી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રાત્રિના સમયે એક મોટી દુર્ઘટના ટળી ગઈ, જ્યારે મુસાફરો ભરેલી ST બસમાં અચાનક આગ લાગી હતી. વરાછા-કાપોદ્રા મેઈન રોડ પર ચાલતી બસમાં ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડો નીકળતા હાહાકાર મચી ગયો હતો.

પરંતુ ડ્રાઈવરની સમયસૂચકતાએ મોટી જાનહાનિ અટકાવી દીધી. તેણે તરત જ બસ રસ્તાની વચ્ચે ઉભી રાખી તમામ 51 મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી દીધા. મુસાફરો નીચે ઉતર્યા પછી થોડા જ સેકન્ડોમાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ અને જોતજોતામાં બળીને ખાખ થઈ ગઈ.

આ ઘટના કાપોદ્રાના જલારામ ફર્નિચર નજીક બની હતી, જ્યાં નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાને કારણે ભયનું વાતાવરણ સર્જાયું હતું. પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને રોડ પર ટ્રાફિક જામ હોવાને કારણે ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડી હતી.

અંતે, ફાયર બ્રિગેડે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક નિયંત્રિત કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ સમગ્ર ઘટનામાં ડ્રાઈવરની સતર્કતા અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, હવે ખરીદી શકાય, જાણો આજે કેટલા ઘટ્યાં

0

ભારતીય બુલિયન માર્કેટમાં આજે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક દબાણને કારણે કિંમતોમાં થયેલા આ અણધાર્યા ઘટાડાએ રોકાણકારો અને ગ્રાહકોને ચોંકાવી દીધા છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક તણાવની સીધી અસર ઝવેરાત બજાર પર જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

આજે 24 કેરેટ સોનું 1.40 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. અગાઉના ટ્રેડિંગ સત્રની સરખામણીએ સોનાના ભાવમાં હજારો રૂપિયાનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા 24 દિવસમાં ઈરાન સાથેના તણાવ વચ્ચે સોનું આશરે 20,000 રૂપિયા જેટલું સસ્તું થયું છે. જાન્યુઆરીમાં સોનું તેના સર્વોચ્ચ સ્તર 1.76 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

ચાંદીના ભાવમાં પણ આજે મોટો કડાકો બોલાયો છે અને તે 2.19 લાખ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. ચાંદી તેના ઓલ-ટાઇમ હાઈ લેવલથી આશરે 1.67 લાખ રૂપિયા સસ્તી મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ પર પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે વેચવાલી જોવા મળી છે. એમસીએક્સ પર પણ કિંમતો ઘટતા ભારતીય બજારમાં તેની સીધી અસર વર્તાઈ રહી છે.

અમદાવાદમાં આજે સોનાનો ભાવ 1.39 લાખ અને દિલ્હીમાં 1.40 લાખ રૂપિયાની આસપાસ રહ્યો છે. જ્યારે અમદાવાદમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2.17 લાખ રૂપિયા નોંધાયો હતો.

બજારના નિષ્ણાતો માને છે કે લાંબાગાળાના રોકાણકારો માટે ખરીદી કરવાની આ એક ઉત્તમ તક હોઈ શકે છે. જોકે, વૈશ્વિક અસ્થિરતાને જોતા ગ્રાહકોએ સાવચેતીપૂર્વક રોકાણ કરવું હિતાવહ છે.

કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ, 66 સૈનિકોનાં મોત, ચાર લાપતા

ગઇકાલે વહેલી સવારે 125 સૈનિકો અને ક્રૂ સભ્યોને લઈને કોલંબિયાના લશ્કરી વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયા બાદ ઓછામાં ઓછા 66 લોકો માર્યા ગયા હતા, અને ઘણા ગુમ છે, અને 71 ઘાયલ થયા હતા. સી-130 હર્ક્યુલસ વિમાન અકસ્માત કોલંબિયાના વાયુસેના માટે તાજેતરના ઇતિહાસમાં સૌથી ભયંકર અકસ્માતોમાંનો એક હતો, અને તે ઇક્વાડોર અને પેરુની દક્ષિણ સરહદ નજીક પ્યુર્ટો લેગુઇઝામોથી પ્રસ્થાન કર્યા પછી તરત જ બન્યો હતો, જેમાં જંગલના ફ્લોર પર સળગતો કાટમાળ ફેલાયો હતો.

એએફપી અનુસાર, છ વાયુસેના કર્મચારીઓ અને બે પોલીસ અધિકારીઓ સહિત 58 સૈનિકોના મોત થયા હતા. પુટુમાયો વિભાગના ગવર્નર જોન ગેબ્રિયલ મોલિનાએ સ્થાનિક સમાચાર આઉટલેટ નોટિસિયાસ કારાકોલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, અપડેટ કરાયેલા આંકડો થોડા સમય પછી આવ્યો. કોલંબિયાના વાયુસેનાએ અગાઉ કુલ 121 લોકો સવાર હોવાની જાણ કરી હતી, જેમાં 110 સૈનિકો અને 11 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. બચાવ કામગીરી ચાલી રહી હોવા છતાં, અહેવાલ મુજબ, લગભગ બે ડઝન લોકો ક્રેશ કાટમાળ વચ્ચે ગુમ છે, જે બચાવ પ્રયાસો દરમિયાન બળી રહ્યું છે.

સંરક્ષણ પ્રધાન પેડ્રો સાંચેઝના જણાવ્યા મુજબ, લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત હર્ક્યુલસ ઈ-130 પરિવહન વિમાન પેરુની સરહદ પર પ્યુર્ટો લેગુઇઝામોથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. ફાયર ફાઇટર એડ્યુઆર્ડો સાન જુઆન કેલેજાસે જણાવ્યું હતું કે, વિમાન ઉડાન ભરતી વખતે રનવેના છેડા નજીક અથડાયું હોવાનું માનવામાં આવે છે, વિમાનની એક પાંખ પાછળથી એક ઝાડ કાપી નાખતી હતી કારણ કે તે પડી રહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, દુર્ઘટનાને કારણે વિમાનમાં આગ લાગી અને તેમાં કેટલાક પ્રકારના વિસ્ફોટક ઉપકરણો વિસ્ફોટ થયા.

પીએમ મોદીનો નવો રેકોર્ડ: ભારતના સૌથી લાંબો સમય શાસન કરનાર ‘હેડ ઓફ ગવર્મેન્ટ’ બન્યા

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ દેશમાં સૌથી લાંબા સમય સુધી (મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે) સેવા આપનારા નેતા બની ગયા છે. સૌથી ખાસ અને નોંધનીય વાત એ છે કે, પોતાના 24 વર્ષના આ લાંબા રાજકીય કાર્યકાળમાં તેમણે એક પણ દિવસની રજા લીધી નથી. પીએમ મોદીએ આ મામલે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને પણ પાછળ છોડી દીધા છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પીએમ મોદીની ખુલ્લા દિલે પ્રશંસા કરી છે અને તેમના કાર્યકાળને ભારતના વિકાસ માટે સુવર્ણકાળ ગણાવ્યો છે.

પીએમ મોદીએ પોતાના પદ પર સતત 8931 દિવસનો કાર્યકાળ પૂરો કરીને આ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ આ રેકોર્ડ સિક્કિમના પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગના નામે હતો, જેમણે 8930 દિવસ સુધી સેવા આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફરમાં પીએમ મોદીની આ સિદ્ધિ તેમના દાયકાઓ લાંબા નેતૃત્વ અને અવિરત જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી આઝાદી પછી જન્મેલા દેશના પહેલા વડાપ્રધાન છે. તેમના જ નેતૃત્વમાં પાર્ટીએ 2014, 2019 અને 2024 એમ સતત ત્રણ લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે.

આ ખાસ અવસર પર ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, મોદીજીના દાયકાઓ લાંબા સેવાકાળે પોતાનામાં જ એક નવા યુગનું નિર્માણ કર્યું છે. ગરીબોને તેમના અધિકારો અપાવવા હોય કે પછી વિકાસના નવા શિખરો સર કરવા હોય, મોદી યુગે ભારતની શકલ-સુરત અને પરિમાણ સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. તેમણે વૈશ્વિક મંચ પર પણ દેશની પ્રતિષ્ઠા અને ગૌરવ વધાર્યા છે.

અમિત શાહે વધુમાં ઉમેર્યું કે, આ ’નવા ભારત’ નું નિર્માણ કરવા માટે આખી જિંદગીના અથાગ પ્રયત્નોની જરૂૂર હતી, અને પીએમ મોદીએ તે કરી બતાવ્યું છે. છેલ્લા 24 વર્ષથી વધુ સમયથી એક પણ રજા લીધા વિના દેશ અને દેશવાસીઓની અવિરત સેવા કરવી, એ તેમના અતૂટ સમર્પણનો સૌથી મોટો પુરાવો છે. આ જ કારણ છે કે તેમને જનતાનો આટલો અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્રણ વખત અને દેશના વડાપ્રધાન તરીકે ત્રણ વખત ચૂંટાવું એ દર્શાવે છે કે લોકોનો તેમના પરનો વિશ્વાસ, સ્નેહ અને સમર્થન દિવસેને દિવસે વધતું જ ગયું છે. તેઓ ભારતના સાચા અર્થમાં પ્રધાનમંત્રી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ પીએમ મોદીને શુભેચ્છા આપતા લખ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષોની મહેનત અને સેવાએ દેશમાં સતત ફેરફાર લાવ્યા છે. ગરીબો માયે જોનાઓ, વિકાસના નવા કામ અને દુનિયામાં ભારતની ઓળખને મજબૂત કરવા જેવા પગલાથી તેમણે દેશને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. કહેવામાં આવે છે કે તેમણે 24 વર્ષથી વધુ સમય સુધી રજા વગર સતત કામ કર્યું, જે તેમની મહેનત અને સમર્પણને દર્શાવે છે. આ કારણે લોકોનો તેમના પર ભરોસો અને સમર્થન સતત વધતું ગયું છે.

રાજકીય મેદાનની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ પીએમ મોદીનો જબરદસ્ત દબદબો છે. તેઓ દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા છે. આ વર્ષે માર્ચ મહિનામાં જ યુટ્યુબ (YouTube) પર તેમના સબસ્ક્રાઈબર્સનો આંકડો 3 કરોડને પાર કરી ગયો હતો, જ્યારે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તેમના 10 કરોડથી પણ વધુ ફોલોઅર્સ છે.

સુરતના ડિંડોલીમાં નાની બોલાચાલીથી ભયાનક વળાંક: યુવાનનું મોત, વિસ્તારમાં ચકચાર

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મિત્રતા વચ્ચે ઉદ્ભવેલી નાની બોલાચાલી એક ભયાનક ઘટનામાં ફેરવાઈ ગઈ, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. આ બનાવને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ તંત્ર પણ સક્રિય બની ગયું છે. ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવાનો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. વાત એટલી વધતી ગઈ કે, બંને પક્ષ વચ્ચે ઉગ્ર વાદવિવાદ સર્જાયો.

આ દરમિયાન મૃતક તરીકે ઓળખાયેલા આકાશ પાટીલ પોતાના મિત્રોને સમજાવી ઝઘડો શાંત કરાવવા પ્રયાસ કરી રહ્યો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી અને આરોપી તરીકે ઓળખાયેલા રઘુવીરસિંહે ગુસ્સામાં આવી ચપ્પુ વડે આકાશ પર હુમલો કરી દીધો. અચાનક થયેલા આ હુમલાથી ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા અને ગંભીર રીતે ઘાયલ આકાશને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પ્રાથમિક સારવાર બાદ આકાશને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. જોકે, ટૂંકી સારવાર બાદ આકાશ પાટીલનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસે તાત્કાલિક હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. ડિંડોલી પોલીસે ઝડપી કાર્યવાહી કરતા આરોપી મિત્ર રઘુવીરસિંહની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઘટના સમયે આરોપી અને મૃતક વચ્ચે કોઈ જૂનો વેરઝેર નહોતો, પરંતુ તાત્કાલિક ગુસ્સામાં આવીને આ પગલું ભરાયું હતું. આ ઘટનાએ એક વખત ફરીથી બતાવ્યું છે કે, ક્ષણિક ગુસ્સો કેટલો ભયંકર પરિણામ આપી શકે છે. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે, તેમજ ઘટનાની પાછળના અન્ય કોઈ કારણો છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત-અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલની અછત અંગે પ્રજામાં ફફડાટ, જાણો પેટ્રોલપંપના માલિકે શું કહ્યું?

મધ્યપૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર અનેક દેશો પર થઈ રહી છે. ખાસ કરીને તેલની કિંમતો અને તેની આયાત-નિકાસ પર વધારે અસર થઈ રહી છે. પુરવઠાની આયાત ઓછી અને નહિંવત થતી હોવાના કારણે ઈંધણમાં અછત સર્જાઈ રહી છે. ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના અનેક દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તેવામાં અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત અંગે પ્રજા ભયભીત થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલ પુરાવવા માટે લાંબી લાઈનો પણ લાગી રહી છે.

સુરતના આઠવાગેટ પર આવેલા પેટ્રોલ પંપો પર આજે સવારથી જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પંપ સંચાલકોનું કહેવું છે કે, મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને કારણે રિફાઇનરીઓ તરફથી પૂરતો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે પંપ પર જથ્થો ખાલી થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ ન મળવાના કારણે ગ્રાહકો અને પંપ સ્ટાફ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. સામાન્ય વાત છે કે, જો રિફાઈનરીઓ દ્વારા જથ્થો આપવામાં નહીં આવે તો પછી પેટ્રોલ પંપ પર ઈંઘણ કેવી હોય? પેટ્રોલ પંપો સંચાલકોએ એવું પણ કહ્યું કે, અત્યારે આવી સ્થિતિમાં પણ રિફાઈનરીઓ ગોકળગાયની ગતિએ કામ કરી રહી છે.

અમદાવાદમાં પણ કેટલાક પેટ્રોલ પંપ પેટ્રોલના હોવાની ફરિયાદો થઈ રહી છે. તેવામાં શહેરમાં રહેતા લોકોમાં ફફાડાટ ફેલાયો છે. સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આપણી પાસે ઇંધણનો પૂરતો પુરવઠો છે. તો પછી પ્રશ્ન એ છે કે, રિફાઇનરીઓ દ્વારા શાટે જથ્થો આપવામાં આવતો નથી? આવી સ્થિતિમાં સરકાર દ્વારા યોગ્ય સુચનો અને પગલા લેવામાં આવે તે જરૂરી છે.

એક પેટ્રોલ પંપ સંચાલકે જણાવ્યું કે, અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે, તે પ્રમાણે ઉપરથી અમને કંપનીમાંથી માલ સપ્લાયમાં ડીલે કરવામાં આવી રહ્યું છે. ચાર દિવસે પણ વારો આવે અને બે દિવસે પણ વારો આવે, અમારી ગાડી ક્યારે ભરાય તેનું કંઈ નક્કી હોતું નથી. રિફાઈનરીઓ પણ ગોકળગાડી જેમ ગાડીઓ ભરે છે. આ પરિસ્થિતિમાં પણ કંપનીઓ રવિવારે કંપની બંધ રાખે છે, જેના કારણે સોમવારે વધારે અછત રહેતી હોય છે. વધુમાં કહ્યું કે, આવી સ્થિતિમાં અમારે કર્મચારીઓને પગાર કેવી રીતે આપવો? એટલે કે અમારે અત્યારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ છે.

ગ્રાહક સુનીલ શુક્લાએ કહ્યું કે, આ સ્થિતિના કારણે અનેક પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યાં છે. આ ગ્રાહકે આશંકા વ્યક્ત કરી છે કે, સરકાર દ્વારા આ અછતને પૂર્ણ કરવામાં આવે તો, નહીં તો એવી સ્થિતિ નિર્માણ પામશે કે, પેટ્રોલ પંપના સંબંધીઓ પેટ્રોલનો સ્ટોક કરવા લાગશે. એટલે કે, સંગ્રહખોરી થશે અને તેના કારણે અનેક લોકોને ભાવ વધારાનો પણ સામનો કરવો પડી શકે છે.

મિડલ ઈસ્ટ સંકટ પર પીએમ મોદીનો સંદેશ: ભારત સતર્ક, 3.75 લાખ નાગરિકો વતન પરત

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલના ભીષણ હુમલાઓનો સામનો કરી રહેલું ઈરાન પણ ઈઝરાયલ અને ખાડી દેશોમાં સ્થિત અમેરિકન બેઝ પર મોટાપાયે વળતો પ્રહાર કરી રહ્યું છે. યુદ્ધના 24 દિવસ વીતી ચૂક્યા છે અને સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમ છે, જેની સારી અસર દુનિયાભરની ઉર્જા જરૂૂરિયાતો પર જોવા મળી રહી છે. આવા ગંભીર સમયમાં ભારત પણ સતર્કતાથી પોતાના પગલાં ભરી રહ્યું છે. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(23 માર્ચ) લોકસભામાં આ સંકટ પર ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું.

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ’હું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લઈને વાત મૂકવા ઊભો થયો છું. પશ્ચિમ એશિયામાં સંકટ અત્યંત ચિંતાજનક છે, જેની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર થઈ રહી છે. આ સંકટને હવે ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ચૂક્યો છે. સમગ્ર દુનિયા આ સંકટમાંથી ટૂંક સમયમાં જ સમાધાન શોધવા માટે તમામ પક્ષોને આગ્રહ કરી રહી છે. આ યુદ્ધે ભારત સામે અણધાર્યા પડકારો ઊભા કરી દીધા છે. ભારત સામે આર્થિક તથા રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. એસ જયશંકર અને હરદીપ પુરીએ માહિતી આપી છે. કુલ 3.75 લાખ નાગરિકોને ખાડી દેશોમાંથી વતન ભારત પરત લવાયા છે.

વડાપ્રધાને કહ્યું કે, ભારતની સંસદથી આ સંદેશ દુનિયામાં જવો જોઈએ કે સંકટનું ટૂંક સમયમાં જ સમાધાન થાય. તેમણે યુદ્ધ વચ્ચે પરત ફરેલા ભારતીયોની માહિતી ગૃહમાં આપી અને કહ્યું કે, ભારતીયોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારા મિશન અસરગ્રસ્ત દેશોમાં સતત ભારતીયોની મદદ કરી રહ્યા છે. લગભગ 1 કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. કોમર્શિયલ જહાજોમાં ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા મોટી છે. 10 મીલીયન લોકો ગલ્ફ દેશોમાં રહે છે. સીબીએસસીઆઇ બોર્ડ દ્વારા ગલ્ફમાં ધો.10-12ની પરીક્ષા બંધ રખાઇ છે.

’મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. પ્રભાવિત દેશોમાં ભારતના તમામ દૂતાવાસ ભારતીયોની મદદ કરી રહ્યા છે. નિયમિત રૂૂપે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. 24 કલાક કંટ્રોલ રૂૂમ અને હેલ્પલાઈન સ્થાપિત કરવામાં આવી છે. દેશ-વિદેશમાં ભારતીયોની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા રહી છે. વડાપ્રધાને કહ્યું કે કોરોનાની જેમ આપણે એક થઇને આ સંકટનો સાપનો કરવાનો છે.

ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત કરવામાં આવે છે. યુદ્ધ બાદથી જ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પડકારજનક થઈ ગઈ છે. તેમ છતાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પ્રભાવિત ન થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ભારત 60 ટકા LPGની આયાત કરે છે, જેની સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. જેના કારણે LPGનું પ્રોડક્શન ભારતમાં જ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પણ જળવાઈ રહે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારત પાસે આજે 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ છે. આ સિવાય ઓઈલ કંપનીઓ પાસે જે રિઝર્વ રહે છે તે અલગ છે.

છેલ્લા 10-11 વર્ષમાં ઈથેનોલના ઉત્પાદન પર અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું. આજે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ કરવામાં આવે છે. રેલવેનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને 15 હજાર ઈલેક્ટ્રિક બસો આપી છે. વર્તમાન સંકટના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે, પણ ભારત સરકાર આ સંકટની અસર દેશ પર ઓછામાં ઓછી થાય તે માટે પ્રયાસ કરી રહી છે. અમે તમામ સેક્ટરના સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. દેશના ખેડૂતોએ અન્નના ભંડાર ભરી રાખ્યા છે જેના કારણે ભારત પાસે ખાદ્યનો પૂરતો જથ્થો છે. કોરોના અને તે સમયના યુદ્ધ દરમિયાન પણ ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. તે સમયે દુનિયામાં યુરિયા ત્રણ હજાર રૂૂપિયામાં વેચાઈ રહ્યું હતું પણ ભારતમાં 300 રૂૂપિયામાં આપવામાં આવતું હતું. બીજી તરફ ભારતમાં યુરિયાનું ઉત્પાદન સતત વધારવામાં આવ્યું છે. ઉપરાંત સોલાર પેનલો પણ ચમત્કારીક ઉપયોગી થઇ છે.

રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાનો પ્રહાર: ટેલિકોમ કંપનીઓ પર ‘ડિજિટલ લૂંટ’નો આરોપ

0

દેશની ટેલીકોમ કંપનીઓના નિયમોનો ખુલ્લેઆમ વિરોધ કરી રહેલા રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ટેલીકોમ કંપનીઓને વધુ એક સવાલમાં ઘેરી છે. તેમણે એક્સ પર ટેલીકોમ કંપનીઓ દ્વારા ગ્રાહકોના ન વપરાયેલા ડેટાને રીસેટના નામે ગાયબ કરી દેવાના કંપનીના નિયમ સામે સવાલ ઉઠાવ્યો છે.

સાંસદ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે મોબાઇલ રિચાર્જ પ્લાન સામાન્ય રીતે દૈનિક ડેટા મર્યાદા ઓફર કરે છે. જેમ કે 1.5 GB, 2 GB,અથવા 3 GB પ્રતિ દિવસ જે દર 24 કલાકે રીસેટ થાય છે. તેમજ કોઈપણ ન વપરાયેલ ડેટા મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. તેમણે ઉદાહરણ આપીને સમજાવ્યું કે જો કોઈ વ્યક્તિ 2 GB પ્લાનમાં સબ્સ્ક્રાઇબ કરે છે પરંતુ ફક્ત 1.5 GB નો ઉપયોગ કરે છે. તો બાકીનો 0.5 GB કોઈપણ રિફંડ અથવા રોલઓવર લાભ વિના ગાયબ થઈ જાય છે.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે આ કોઈ સંયોગ નથી પરંતુ એક ગણતરીપૂર્વકની વ્યૂહરચના છે. આ મુદ્દો લાખો ભારતીય ગ્રાહકોને અસર કરે છે, કારણ કે મોટાભાગના લોકો પ્રીપેડ પ્લાન પર આધાર રાખે છે. જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા જેવી ટેલિકોમ કંપનીઓ દૈનિક ડેટા ક્વોટા લાગુ કરે છે જે મધ્યરાત્રિએ રીસેટ થાય છે. પરિણામે, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ગ્રામીણ વિસ્તારોના યુઝર્સ ઓછો ડેટા વાપરે છે છતાં સંપૂર્ણ રકમ ચૂકવે છે.

રાઘવ ચઢ્ઢાએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો કે પેઇડ-ફોર ડેટા કેમ ગાયબ કરી દેવામાં આવે છે. તેમણે માંગ કરી કે ન વપરાયેલ ડેટા આગામી બિલિંગ સાયકલમાં લઈ જવામાં આવે જેથી ગ્રાહકો તેમના નાણાનું સંપૂર્ણ મૂલ્ય મેળવી શકે. તેમણે આ પ્રથાને ડિજિટલ લૂંટ ગણાવી જેમાં કંપનીઓ ઇરાદાપૂર્વક પોતાના નફાને વધારવા માટે રચાયેલ નિયમો બનાવે છે જ્યારે સામાન્ય માણસને નાણાકીય નુકસાન પહોંચાડે છે.