Home Blog Page 125

સુરતમાં પ્રસાદના નામે પરિવારને ઝેર આપવાનો પ્રયાસ: લાડુ ખાધા બાદ તબિયત લથડી

સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઝેરયુક્ત લાડુનો પ્રસાદ બનાવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિવાર બહાર ગયું હતુ તે દરમિયાન કોઈ વ્યક્તિએ દરવાજા પર ઝેરયુક્ત પ્રસાદ લટકાવી હતી. પરિવારે ઘરે આવ્યા બાદ આ પ્રસાદને આરોગ્ય હતો. ઝેરયુક્ત પ્રસાદથી પરિવારના સભ્યનો તબિયત લથડી હતી.ધાર્મિક પ્રસાદના નામે પરિવારને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતુ.

ઉત્રાણ વિસ્તારમાં આવેલી ‘શાલીગ્રામ હાઇટ્સ’ સોસાયટીમાં રહેતા ગોરધનભાઈ વશરામભાઈ ડોંડાના પરિવારે આ પ્રસાદ લીધા બાદ અચાનક તબિયત લથડી ગઈ હતી. સ્થિતિ ગંભીર બનતા પરિવારના ત્રણ સભ્યોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ બનાવને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે પાંચ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કૃત્ય કોઈ અજાણ્યા વ્યક્તિનું નહીં પરંતુ પરિવાર સાથે ઓળખ ધરાવતા અથવા અંગત અદાવત રાખતા વ્યક્તિનું હોઈ શકે છે.

પ્રસાદ ક્યારે મૂકવો, પરિવાર ક્યારે ઘરે હશે અને કેવી રીતે શંકા ન જાય તે રીતે આ કાવતરું રચાયું હોય તેવો સંકેત મળે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ ઝેરી પ્રસાદ પાછળ આખરે કોણ છે અને તેનો હેતુ શું હતો.

મહારાષ્ટ્ર અકસ્માત: થાણેમાં પુલ પર સિમેન્ટ મિક્સર સાથે વાન અથડાઈ, ૧૧ના મોત, ૨ ઘાયલ

0

સોમવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 11 લોકોનાં મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પુલ પર સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે અથડામણ થતાં થયો હતો. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અકસાર બાદ ઘટનાસ્થળે પોલીસ દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને કારણે પુલ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને દૂર કરવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, બચાવ ટીમો અને તબીબી ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહોને બહાર કાઢવાની તેમજ ઘાયલોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ અકસ્માત સવારે લગભગ ૧૧:૩૦ વાગ્યે મુરબાડ તાલુકાના ગોવિલી ગામ નજીક રાયતા પુલ પર થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, વાન વિરુદ્ધ દિશામાંથી આવતા સિમેન્ટ મિક્સર સાથે સામસામે અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે વાનમાં સવાર ઓછામાં ઓછા ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, વધુ ઝડપ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે.

સુરત સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આરોપીનું મોત

સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દરમિયાન આરોપી બદરૂદિન મયુદીન સૈયદ (૬૫ વર્ષ, રહે. જલારામ પાર્ક, એકતાનગર વડોદરા)ના મોતથી ચકચાર મચી ગઈ છે. વાહન ચોરીના કેસમાં પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી હતી અને પુરાવાના આધારે તેને ગોધરાથી સુરત લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કુદરતી હાજતે જવાનું કહી ડી-સ્ટાફની કેબિનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેણે ટોયલેટ ક્લિનર એસિડ પી લીધું હતું.

આ ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને આરોપીને ગંભીર હાલતમાં સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તબીબી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાએ પોલીસ કસ્ટડીની સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

Weather Alert: દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદની IMDની આગાહી

0

ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે. બીજી તરફ, 14, 15 અને 18 એપ્રિલે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. 17 અને 18 એપ્રિલે આસામ અને મેઘાલયમાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. IMD એ કુલ ચાર રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં ભારે પવન માટે પીળો ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન બુલેટિનમાં માહિતી આપવામાં આવી છે કે ૧૫ એપ્રિલથી એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે, જેની અસર ઘણા રાજ્યોમાં જોવા મળી શકે છે.

IMD એ જણાવ્યું હતું કે આજે સિક્કિમમાં, 14, 15 અને 18 એપ્રિલે અરુણાચલ પ્રદેશમાં અને 17 અને 18 એપ્રિલે આસામ અને મેઘાલયમાં વીજળી અને વાવાઝોડા સાથે છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 3-6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. પરિણામે, બે દિવસ પછી આ પ્રદેશોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.

પારો કેટલો વધશે?

  • 12 થી 18 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન 4-6 ડિગ્રી વધી શકે છે.
  • મધ્યપ્રદેશમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. વિદર્ભ અને છત્તીસગઢમાં 15 એપ્રિલ સુધીમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જોકે, મધ્ય ભારતમાં 16 થી 18 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી.
  • પૂર્વ ભારતમાં, 18 એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાન 3-4 ડિગ્રી વધી શકે છે. 17 અને 18 એપ્રિલે પણ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
  • ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. 14 થી 18 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી.
  • 15 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે અને 17 થી 18 એપ્રિલ દરમિયાન કોઈ ખાસ ફેરફાર થશે નહીં.
  • 13 એપ્રિલ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, જ્યારે 14 થી 18 એપ્રિલ દરમિયાન ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં દિલ્હીનું તાપમાન વધુ વધશે. મંગળવાર સુધી લઘુત્તમ તાપમાન 20-22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. બુધવાર સુધીમાં મહત્તમ તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. આગામી એક અઠવાડિયા સુધી ઉત્તર પ્રદેશમાં હવામાન શુષ્ક રહેવાની પણ ધારણા છે, જેના કારણે રાજધાની લખનૌ સહિત ઘણા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈ સક્રિય હવામાન પ્રણાલી ન હોવાને કારણે હવામાન શુષ્ક રહેશે અને તાપમાનમાં ધીમે ધીમે ચારથી છ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.

શેરબજારમાં મંદીનો પ્રભાવ: આ અઠવાડિયામાં માત્ર 2 IPO ખુલશે, 2 કંપનીના શેર લિસ્ટિંગ થશે

0

શેરબજારમાં અસ્થિરતાના પગલે આઈપીઓ માર્કેટમાં કામકાજ ઘટી ગયા છે. 13 એપ્રિલથી શરૂ થયેલા નવા અઠવાડિયા દરમિયાન પ્રાયમરી માર્કેટમાં માત્ર બે નવા આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા એક મેઇનબોર્ડ ઇશ્યૂ છે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા બે આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક મળશે. તે બંને મેઇનબોર્ડ IPO છે. શેરબજારમાં નવી શેર લિસ્ટિંગની વાત કરીયે તો બે કંપનીના સ્ટોક લિસ્ટેડ થવાના છે, જે બંને SME સેગમેન્ટના છે અને બંને એક જ દિવસે લિસ્ટેટ થવાના છે. ચાલો જાણીયે વિગતવાર

સિટિયસ ટ્રાન્સનેટ ઇન્વિટનો પબ્લિક ઇશ્યૂ 17 એપ્રિલ ખુલશે અને 21 એપ્રિલ બંધ થશે. કંપની IPO દ્વારા 1340 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. IPO પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ હજી સુધી નક્કી કરાઇ નથી. IPO સબ્સક્રિપ્શન બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 22 એપ્રિલે ફાઇનલ થશે. ત્યારબાદ 24 એપ્રિલના રોજ BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે.

મેહૂલ ટેલિકોમ આઈપીઓ 17 એપ્રિલ થશે. કંપનીએ IPO શેર ઇશ્યૂ પ્રાઇસ અને લોટ સાઇઝ હજી સુધી નક્કી નથી. આઈપીઓ સબ્સક્રિપ્શન 21 એપ્રિલ બંધ થશે. ત્યારબાદ 22 એપ્રિલે શેર એલોટમેન્ટ ફાઇનલ છે. કંપનીનું શેર લિસ્ટિંગ 24 એપ્રિલે BSE SME પર થશે.

આ બે IPO સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક

Om Power Transmission IPO : ઓમ પાવર ટ્રાન્સમિશન આઈપીઓ
ઓમ પાવર ટ્રાન્સમિસન આઈપીઓ 9 એપ્રિલે ખુલ્યો હતો, આજે 13 એપ્રિલ બંધ થવાનો છે. આ આઈપીઓ અત્યાર સુધી 71 ટકા સબ્સક્રાઇબ થયો છે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 166 – 175 પ્રતિ શેર અને લોટ સાઇઝ 85 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ ફાઇનલ શેર એલોટમેન્ટ 15 એપ્રિલ થશે. ત્યારબાદ 17 એપ્રિલે BSE અને NSE પર શેર લિસ્ટિંગ થશે.

Propshare Celestia IPO : પ્રોપશેર સેલેસ્ટિયા
પ્રોપશેર સેલેસ્ટિયા પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ REIT ની ત્રીજી સ્કીમ છે. કંપની ₹ 244.65 કરોડ ઊભા કરવા માંગે છે. આ ઇશ્યૂ 10 એપ્રિલ ખુલ્યો હતો, જે 16 એપ્રિલ બંધ થશે. આ પબ્લિક ઇશ્યૂ અત્યાર સુધી 47 ટકા ભરાયો છે. પ્રાઇસ બેન્ડ ₹ 10,00,000 થી ₹ 10,50,000 પ્રતિ શેર છે. શેર એલોટમેન્ટ 17 એપ્રિલ ફાઇનલ થશે. શેર લિસ્ટિંગ 24 એપ્રિલે BSE પર થશે.

નવા અઠવાડિયે બે કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 13 એપ્રિલે BSE SME પર Emiac ટેક્નોલોજીસ અને સેફ્ટી કન્ટ્રોલ્સના શેર લિસ્ટિંગ થવાના છે. Emiac ટેકનોલોજીનો 31.75 કરોડ રૂપિયાનો IPO 3.22 ગણો ભરાયો હતો. તો સેફ્ટી કન્ટ્રોલ્સ કંપનીનો ₹ 48 કરોડ રૂપિયાનો IPO 1.28 ગણો સબ્સક્રાઇબ થયો હતો.

બાહરી દિલ્હીમાં તડકે મુઠભેડ: સ્પેશિયલ સેલ સાથે ભાઉ ગેંગનો સામનો, ખેતરોમાં ઓપરેશન

0

બાહરી દિલ્હીના બાપરૌલા વિસ્તારમાં સોમવારે તડકે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કાઉન્ટર ઇન્ટેલિજન્સ ટીમ અને ભાઉ ગેંગના બદમાશો વચ્ચે મુઠભેડ થઈ. આ મુઠભેડ સવારે આશરે ચાર વાગ્યે યુઇઆરની નજીક ખેતરોમાં થઈ, જ્યાં પોલીસ પહેલેથી જ માહિતીના આધારે ઘેરો બનાવીને તૈયાર બેઠી હતી.

પોલીસને માહિતી મળી હતી કે ભાઊ ગેંગના બે ઇનામી બદમાશ રનહૌલા વિસ્તારમાં આવવાના છે. આ આધારે ટીમે ઘેરાબંધી કરી હતી. જેવા જ સંદિગ્ધ વ્યક્તિઓ સ્થળે પહોંચ્યા કે તરત પોલીસે તેમને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ બદમાશોએ પોલીસ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધું.

જવાબી કાર્યવાહીમાં પોલીસે બંને આરોપીઓને કાબૂમાં લેવા માટે ગોળી ચલાવી, જેમાં બંને બદમાશોના પગમાં ગોળી લાગી. ઘાયલ હાલતમાં બંનેને મોકે પરથી ઝડપી લેવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓની ઓળખ દીપક અને અતુલ તરીકે થઈ છે.

બંને આરોપીઓ વિરુદ્ધ અનેક આપરાધિક કેસ
પોલીસના કહેવા અનુસાર, દીપક પર દિલ્હી પોલીસના એક નિવૃત્ત સબ-ઇન્સ્પેક્ટરની હત્યાનો આરોપ છે, જ્યારે અતુલ ગુરુગ્રામમાં તાજેતરમાં થયેલા કાર શોરૂમ ફાયરિંગ કાંડમાં સામેલ હતો. બંને આરોપીઓ વિરુદ્ધ દિલ્હી અને હરિયાણામાં અનેક આપરાધિક કેસ નોંધાયેલા છે અને તેઓ લાંબા સમયથી ફરાર હતા. તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ભાઉ ગેંગ સાથે જોડાયેલા છે, જેનું સંચાલન ગેંગસ્ટર ભાઉ વિદેશમાં બેસીને કરી રહ્યો છે. મુઠભેડમાં ઘાયલ બંને બદમાશોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસ આગળની પૂછપરછમાં જોડાઈ છે.

ઇરાનના બંદરો પર અમેરિકાની નાકાબંધી, ક્રૂડ ઓઇલમાં ઉછાળો, જાણો વૈશ્વિક સપ્લાય પર શું અસર થશે?

અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદ મંત્રણા નિષ્ફળ રહી છે. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે. તેમણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપી છે. એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, યુએસ દ્વારા ઇરાનના બંદરોની આસપાસ નૌકાદળ નાકાબંધી લાદવાની જાહેરાત કર્યા પછી દુનિયાભરમાં તેલના ભાવમાં તીવ્ર ઉછાળો થયો છે. તેનાથી ઓઇલની સપ્લાયમાં અવરોધ ઉભો થવાની ચિંતા વધી છે.

યુએસ ક્રૂડ 8 ટકા વધીને 104.24 ડોલર પ્રતિ બેરલ થયો, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 7 ટકા વધીને 102.29 ડોલરે પહોંચ્યા છે. ઇરાન યુદ્ધ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધઘટ થઈ છે. ફેબ્રુઆરીના અંતે યુદ્ધ શરૂ થવાની પહેલા ક્રૂડ લગભગ 70 ડોલર પ્રતિ બેરલ હતું, જે યુદ્ધ શરૂ થતા વધીને 119 ડોલરે પહોંચી ગયું હતું. જો કે, શુક્રવારે શાંતિ મંત્રણા પહેલા, જૂન ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.8 ટકા ઘટીને 95.20 ડોલર પ્રતિ બેરલ થયો હતો.

ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને અસરકારક રીતે નિયંત્રિત કરી રહ્યું છે. આ દરિયાઈ માર્ગ વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના શિપમેન્ટ માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે. એપીના રિપોર્ટ અનુસાર, યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે આ નાકાબંધી ઈરાનના બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતા અને જતા તમામ દેશોના જહાજો સામે કોઈ ભેદભાવ વિના લાગુ કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બિન ઇરાની બંદરો પર આવતા અને ત્યાંથી આવતા જહાજોને હજી પણ હાર્મુઝ સ્ટ્રેટ માંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. સાઉદી અરેબિયા, ઇરાક, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને ઇરાન જેવા મોટા નિકાસકારો તેના પર આધાર રાખે છે.

ક્રૂડ ઓઇલની વૈશ્વિક સપ્લાય પર કેવી અસર થશે?
આ પગલાથી ક્રૂડ ઓઇલની વૈશ્વિક સપ્લાયમાં અછત ઉભુ થવાનું જોખમ વધ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સહેજ પ્રતિબંધ પણ શિપમેન્ટને મંદ કરી શકે છે અને ડિલિવરીમાં વિલંબ કરી શકે છે. તાજેતરના સમયમાં શિપિંગ પ્રવૃત્તિ મર્યાદિત છે. એપીના જણાવ્યા અનુસાર, મરીન ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે યુદ્ધવિરામ શરૂ થયા પછી 40 થી વધુ વ્યાપારી જહાજો આ માર્ગમાંથી પસાર થયા છે.

આ ક્ષેત્ર માંથી પસાર થતા ઓછા જહાજો અને ટેન્કર માટે વધુ જોખમ ઊંચા ભાવો અને પરિવહન ખર્ચ તરફ દોરી શકે છે, જે મધ્ય પૂર્વના ક્રૂડ ઓઇની નિકાસ પર નિર્ભર દેશો પર દબાણ વધારી શકે છે.

નોઈડામાં પગાર વધારવાની માંગને લઈને હોબાળો, પોલીસની જીપમાં તોડફોડ અને પથ્થરબાજીથી માહોલ તંગ

0

નોઈડામાં ચાલી રહેલા કામદારોના વિરોધ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્મચારીઓ માટે ઓવરટાઇમનો પગાર બમણો કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ પગાર તેમજ બોનસ સમયસર સીધા બેંક ખાતામાં જમા કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે. ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં તેમણે તમામ ઔદ્યોગિક વિકાસ સત્તાવાળાઓને આગામી 24 કલાકમાં ઉદ્યોગ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરીને કામદારોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપી હતી.

સરકારી નિવેદન મુજબ, ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં મુખ્યમંત્રીના નિર્દેશો હેઠળ ઔદ્યોગિક એકમો માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેથી આ જિલ્લો શ્રમ સુધારાના ક્ષેત્રમાં એક મોડેલ બની શકે. જિલ્લા મેજિસ્ટ્રેટે ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને કામદારોના હકોની સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી હતી.

નવી માર્ગદર્શિકા મુજબ, ઓવરટાઇમ માટે કર્મચારીઓને નિયમિત વેતનના બમણા દરે ચૂકવણી કરવી ફરજિયાત રહેશે અને તેમાં કોઈ કપાત માન્ય નહીં હોય. ઉપરાંત, તમામ ઔદ્યોગિક સંસ્થાઓએ કામદારોને સાપ્તાહિક રજા આપવી જરૂરી રહેશે. જો કર્મચારીઓને રવિવારે કામ કરાવાશે, તો તેમને બમણું વેતન ચૂકવવું પડશે.

વેતન વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ઉદ્યોગોને દર મહીનાની 10મી તારીખ સુધીમાં કામદારોને સંપૂર્ણ પગાર ચૂકવવાનો અને પગાર સ્લિપ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ, 30 નવેમ્બર સુધીમાં કામદારોના બેંક ખાતામાં સીધો બોનસ જમા કરાવવો ફરજિયાત બનાવાયો છે.

મહિલા સુરક્ષા મુદ્દે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ ફેક્ટરીઓમાં મહિલાઓની આગેવાની હેઠળ આંતરિક ફરિયાદ સમિતિ બનાવવી પડશે અને ફરિયાદ પેટી મૂકવી પડશે, જેથી કર્મચારીઓ નિર્ભયપણે પોતાની સમસ્યાઓ રજૂ કરી શકે.

લખતર હાઈવે લોહીલુહાણ: બેફામ ગતિએ આવતા ડમ્પરે પદયાત્રીઓને કચડતાં 7 લોકોના મોત

ગુજરાતના ધોરીમાર્ગો પર અકસ્માતોની શ્રેણી અટકવાનું નામ લેતી નથી. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત બન્યો છે. લખતરના ભાસ્કરપરા ગામ નજીક બેફામ ગતિએ દોડતા ડમ્પરે પદયાત્રીઓના સંઘને કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા, જ્યારે અંદાજે 4થી વધુ યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

લખતર-વિરમગામ હાઈવે પર છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે આ ભયાનક અકસ્માત બન્યો હતો. રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓનો સંઘ પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ ઘટનાથી હાઈવે પર ચીસો અને રડારડનો માહોલ સર્જાઈ ગયો હતો.

આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના જીવ ગયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મૃતકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા, જે ધાર્મિક યાત્રા માટે રાજકોટથી નીકળ્યા હતા. આજે સવારે મંદિરે ધજા ચડાવવાની હતી, પરંતુ તે પહેલાં જ આ ગોઝારી દુર્ઘટનાએ આખા પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ડમ્પરે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માતની તીવ્રતા એટલી ગંભીર હતી કે પદયાત્રીઓના શરીરો રસ્તા પર લોહીલુહાણ હાલતમાં વેરવિખેર થઈ ગયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસમાતની જાણ થતા ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મૃતદેહોને ટ્રેક્ટરની ટ્રોલી દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં ગેડીયાના મહંત લાલદાસ બાપુ અને ધારાસભ્ય પી.કે. પરમાર સહિતના સમાજના આગેવાનો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ ગોઝારી દુર્ઘટનાએ સમગ્ર ભરવાડ સમાજમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

શેરબજારમાં ભારે ધરાશાયી: સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23600ની નીચે સરક્યો

0

સોમવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 1,600 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી 23,600 ની નીચે આવી ગયો હતો. બેંકિંગ શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 75,939 ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 450 પોઈન્ટથી વધુ ઘટીને 23,600 ની નીચે સવારે 9:20 વાગ્યે બંધ થયો હતો. બજારની અસ્થિરતાને માપતો ભારતીય VIX 13% થી વધુ વધીને 21 ની ઉપર પહોંચ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો 49 પૈસા ઘટીને 93.32 પર પહોંચી ગયો હતો.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ
સેન્સેક્સ
76,003.55
-1,546.70 (-1.99%)

નિફ્ટી
23,580.00
-470.60 (-1.96%)

યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અંગે શાંતિ વાટાઘાટો તૂટી ગયા પછી બજારમાં વ્યાપક વેચવાલીનો દબદબો રહ્યો. આના પરિણામે તમામ મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં ગબડ્યા. જાહેર ક્ષેત્રની બેંકો સૌથી વધુ નુકસાનમાં રહી, ત્યારબાદ બેંકિંગ, નાણાકીય અને તેલ અને ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. દરમિયાન, વૈશ્વિક આર્થિક ચિંતાઓને કારણે રોકાણકારો દબાણ હેઠળ હોવાનું જણાયું. ફાર્મા અને આરોગ્યસંભાળ જેવા સલામત-હેવન ક્ષેત્રોમાં ઓછો ઘટાડો જોવા મળ્યો. એકંદર બજાર સેન્ટિમેન્ટ નબળું રહ્યું, જે જોખમ ટાળવા અને ઇક્વિટીમાં ક્ષેત્રીય નેતૃત્વના અભાવને પ્રતિબિંબિત કરે છે.

તેલના ભાવમાં વધારો
આ વિકાસ વચ્ચે, ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ $૧૦૩ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, જે વૈશ્વિક અર્થતંત્ર અને બજારો માટે એક નવી ચિંતા તરીકે ઉભરી આવ્યું છે.

આ નાકાબંધી મૂળભૂત રીતે ઇરાન પર સંભવિત નાકાબંધીના પ્રતિભાવમાં અમેરિકાનું પગલું છે, અને તેની ભવિષ્યની અસર સ્પષ્ટ નથી. તેમણે ઉમેર્યું કે આ પરિસ્થિતિ નાટકીય ભૂરાજકીય વિકાસ તરફ દોરી શકે છે, જેની સીધી અસર બજારો પર પડશે. તેમણે રોકાણકારોને સલાહ આપી કે આ અત્યંત અનિશ્ચિત વાતાવરણમાં રાહ જુઓ અને જુઓની વ્યૂહરચના અપનાવવી શ્રેષ્ઠ રહેશે.