Home Blog Page 1199

અરે બાપ રે ! 80 વર્ષની ઉંમરે મેરેથોન દોડ્યા દાદી, ભલભલા જુવાનિયા પણ જોતાં રહી જાય તેવી ચૂસ્તી-સ્ફૂર્તિ

0

grandmother runs a marathon

  • ભારતીની પૌત્રી ડિમ્પલ મહેતા ફર્નાન્ડિસે વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો. કારણકે તેમના પરિવાર અને મિત્રો તેને જોઈ શકે. વીડિયોમાં ભારતી નામની એક વૃદ્ધ મહિલા રાષ્ટ્રીય ધ્વજની સાથે સાડી અને એક જોડી બૂટ પહેરીને મેરેથોન દોડી રહી છે.

જે લોકોને રનિંગ કરવુ પસંદ છે. તેઓ મેરેથોન (Marathon) જેવી રેસમાં ભાગ લેવાનુ પસંદ કરે છે. દરેક ઉંમરના લોકો દોડમાં ભાગ લે છે અને પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવા માટે જાગૃત રહે છે. ટાટા મુંબઈ મેરેથોનના (Tata Mumbai Marathon) આ વર્ષના સંસ્કરણમાં 55,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષે અલગ-અલગ પ્રકારના મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓનુ સમર્થન કરવા માટે મુંબઈમાં (Mumbai) ઘણા ક્ષેત્રોના લોકો એકસાથે દોડમાં સામેલ થયા.

મેરેથોનમાં ભાગ લેનારા લોકોમાં અલગ-અલગ ઉંમરના લોકો સામેલ રહ્યાં. જેમાં યુવા, વિકલાંગ અને વૃદ્ધ નાગરિક સામેલ હતા. ભારતી નામની એક 80 વર્ષીય મહિલા એવા દોડવીરમાંથી એક હતી. જેણે મેરેથોનમાં પોતાની ભાગીદારીથી ચર્ચા વધારી.

વૃદ્ધ નાગરિકે મેરેથોન દોડ લગાવી :

ભારતીની પૌત્રી ડિમ્પલ મહેતા ફર્નાન્ડિસે પોતાની મેરેથોનમાં દોડવાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો કારણકે તેમના પરિવાર અને મિત્રો તેને જોઈ શકે. વીડિયોમાં ભારતી નામની એક વૃદ્ધ મહિલા રાષ્ટ્રીય ધ્વજની સાથે સાડી અને એક જોડી બૂટ પહેરીને મેરેથોન દોડી રહી છે. ભારતીએ 51 મિનિટમાં 4.2 કિલોમીટર દોડ લગાવી.

ડિમ્પલે વીડિયો શેર કરીને કેપ્શન આપ્યું આ રવિવારે ટાટા મેરેથોનમાં ભાગ લેનારી મારી 80 વર્ષીય નાનીની દ્રઢ ઈચ્છાશક્તિ અને ધૈર્યથી ખૂબ પ્રેરિત છુ. વીડિયોમાં એક ઈન્ટરવ્યુની એક ક્લિપ પણ છે જેમાં તે કહે છે કે તે છઠ્ઠી વખત મેરેથોન દોડી રહી છે અને તેના માટે દરરોજ અભ્યાસ કરે છે.

તિરંગો લઈને વૃદ્ધ મહિલાએ લોકોનો વધાર્યો હોસલો :

તેમણે કહ્યું કે તે ઈચ્છતી હતી કે દરેક વ્યક્તિ જાણે કે તે ભારતીય છે અને તેને પોતાની સંસ્કૃતિ પર ગર્વ છે, તેથી આ દોડ દરમ્યાન તિરંગો લઈને ચાલતી હતી. વૃદ્ધ મહિલાએ એવુ પણ સુચન આપ્યું કે યુવાનો દોડવા અને અન્ય સક્ષમ વ્યાયામ કરીને વધુ વ્યાયામ કરે. ઈન્ટરનેટ પર યુઝર્સે ફિટનેસ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાથી પ્રેરણા લઇને તેમના ઉત્સાહના વખાણ કર્યા.

આ પણ વાંચો :-

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગેલી આગમાં મોટો ખુલાસો, ખુલાસો વાંચીને ચોંકી જશો 

0

A big explanation in the fire in Godrej Garden City

  • ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ લાગી : પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાડી હોવાનો ઘટસ્ફોટ, આખું બળીને ખાખ થઈ ગયું.

અમદાવાદના (Ahmedabad) પશ્વિમ વિસ્તારમાં સૌથી પ્રખ્યાત એવા ગોદરેજ ગાર્ડન સિટીમાં (Godrej Garden City) વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. બિલ્ડીંગના ચોથા માળે આગ લાગી હતી. જેને પગલે ફાયર વિભાગની છ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ આગમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. તેમજ પુરુષની હાલત ગંભીર છે. જો કે પતિએ પત્નીની હ-ત્યા (Mu-rder) કર્યા બાદ પુરવાનો નાશ કરવા ઘરમાં આગ લગાવ્યાનુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ઈડન 5 ફ્લેટના મકાન નંબર V 405 માં આગ લાગી હતી. જેથી ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બૂઝવવાની કામગીરીમાં લાગી હતી. આ આગમાં પરિવારની મહિલાનુ મોત નિપજ્યુ હતું. તો પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. બે બાળકો સ્કૂલમાં ગયા હતા ત્યારે મકાનમાં આગ લાગી હતી. ત્યારે આ આગમાં પોલીસે તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો.

પ્રાથમિક તપાસમાં જ ખુલાસો થયો કે પતિએ પત્નીની હ-ત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી હતી. હત્યાના પુરાવાઓનો નાશ કરવા પતિએ જ આગ લગાવી હતી. મહિલાના ગળા અને હાથ પર ચપ્પુના નિશાન હતા. તો પતિનાં શરીર પર પણ ચપ્પુના નિશાન હતા.

તપાસમાં ખૂલ્યું કે મૃતકનું નામ અનિતા બઘેલ છે. જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. આ દંપતીને બે સંતાન છે. જેમાં પુત્ર ધોરણ 8 અને પુત્રી ધોરણ 6 માં અભ્યાસ કરે છે. ફાયર ફાઈટરની ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તેવી રીતે પડ્યાં હતા. જેમાં અનિતા બઘેલનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ અનિલ બઘેલને સોલા સિવિલ હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

પાડોશીઓએ ઘરમાથી ધુમાડો નીકળતો જોયો હતો. જેના બાદ તેઓએ ફાયર વિભાગમાં જાણ કરી હતી. તો કેટલાક પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

આ પણ વાંચો :-

જો તમે પણ ભોજન અને દૂધ વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેતા હોવ તો સાવધાન

Be careful if you also heat food and milk frequently

  • કેટલીક ચીજો વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં એસિડનું પ્રમાણ વધી જાય છે જે સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. દૂધ પણ તેમાંથી એક છે. આમ કરવાથી ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે.

જીવનમાં આપણામાંથી અનેક લોકો એક સમયે ભોજન (food) બનાવીને તેને વારંવાર ગરમ કરીને ખાય છે. સવારનું ભોજન બપોરે અને રાતે ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ વારંવાર ગરમ કરવાથી સ્વાસ્થ્ય (Health) માટે તે ખોરાક જોખમી બની શકે છે.

એટલે સુધી કે કેટલીક વસ્તુઓ તો ગરમ કરીને ખાવાથી તેમાં એસિડનું (Acid) પ્રમાણ ખુબ વધી જાય છે જે સીધી સ્વાસ્થ્ય પર અસર કરે છે. દૂધ પણ તેમાંથી જ એક છે. વારંવાર ગરમ કરવાથી  ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે.

દૂધ :

દૂધ એક એવો પ્રવાહી પદાર્થ છે જે મોટાભાગના ઘરોમાં વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેવાય છે. પરંતુ દૂધને જેટલીવાર ઉકાળવામાં આવે કે તેમાંથી પ્રોટીનનું પ્રમાણ તે પ્રમાણે ઘટતું જાય છે. વારંવાર ગરમ કરવાથી દૂધના પોષક તત્વોનો નાશ થાય છે. એટલે સુધી કે વારંવાર ગરમ કરવાથી એસિડ પણ નીકળે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

ભાત :

અનેકવાર વધુ પ્રમાણમાં ભાત બની જાય તો ઘરોમાં તે ફરીથી ગરમ કરીને ખાવામાં આવે છે. પરંતુ આ જીવલેણ સાબિત થઈ શકે છે. હકીકતમાં જ્યારે ચોખા કાચા હોય છે ત્યારે તેમાં બેક્ટેરિયા હોય છે. તેને ધોઈને રાંધ્યા બાદ તેને આપણે રૂમમાં નોર્મલ તાપમાનમાં રાખીએ છીએ. જાણકારી મુજબ જો 24 કલાકથી વધુ તેને રૂમમાં રાખવામાં આવે તો તેમાં ટોક્સિક બનાવનારા બેક્ટેરિયા આવી જાય છે. ત્યારબાદ જો ભાત ગરમ કરવામાં આવે તો બેક્ટેરિયા તો મરી જાય છે પરંતુ ટોક્સિસિટી રહી જાય છે. આવા ભાત ખાવાથી ડાયેરિયાની બીમારી પણ થઈ શકે છે.

શાકભાજી :

લીલોતરી શાકભાજીને પણ વારંવાર ગરમ કરવું જોઈએ નહીં. કારણ કે તેમાં નાઈટ્રેટસ હોય છે અને તે ફરીથી ગરમ કરવામાં આવે તો ટોક્સિક કમ્પાઉન્ડ બને છે. તેનાથી ભોજન દૂષિત થાય છે અને સ્વાસ્થ્ય પર અસર કરે છે.

આ પણ વાંચો :-

દુનિયાભરમાં ફેમસ છે ભારતની આ 4 જગ્યાની ચા, એક વાર જરૂર પીજો આ ચા

0

Tea from these 4 places in India is famous

  • ચા કેમેલીયા સીનેન્‍સીસ છોડના પાંદડાઓ અને કુમળી કુંપળોની કૃષિ પેદાશ છે. જેને જુદી જુદી પદ્ધતિઓથી બનાવવામાં આવે છે અને માવજત કરવામાં આવે છે. ‘ચા’, પીણું તરીકે, એ છોડનાં પાંદડાઓને ગરમ અથવા ઊકળતાં પાણીમાં નાખીને તૈયાર કરેલું સુગંધીદાર પીણું છે.

કાંગડા ચા, હિમાચલ પ્રદેશ : શિયાળામાં હિલ સ્ટેશનની મુલાકાત લેનારા ઘણા લોકો હિમાચલ પ્રદેશની મનમોહક ખીણોમાં જવાનું પસંદ કરે છે. તો તમે અહીં હિમાચલના (Himachal Pradesh) પ્રવાસમાં કાંગડા ચાનો સ્વાદ ચાખી શકો છો. ઉત્તર ભારતની (North India) ચાની રાજધાની કહેવાતા કાંગડામાં 19મી સદીથી બ્લેક ટી અને ગ્રીન ટી ઉગાડવામાં આવે છે. તે જ સમયે કાંગડા ચામાં ઘણી વનસ્પતિ ઉમેરવાથી તેની સુગંધ અદ્ભુત થઇ જાય છે.

રોંગા સાહ ચા, આસામ : ઉત્તર પૂર્વ ભારતમાં આવેલું આસામ રાજ્ય ચાના બગીચા માટે માત્ર દેશ જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. આ સાથે જ આસામની રોંગા સાહ ચા પણ દેશમાં ઘણી ફેમસ છે. શરબત જેવી દેખાતી રોંગા સાહ ટી તાજી ચાના પાંદડામાંથી બનાવવામાં આવે છે. સાથે જ રોંગા સાહ ચાનું સેવન પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક છે.

દાર્જિલિંગ ચા, પ. બંગાળ : પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ઉગાવવામાં આવતી ચાના દિવાના વિશ્વભરમાં છે. દાર્જિલિંગ ટીને ચાની શેમ્પેઇન પણ કહેવામાં આવે છે. આ સાથે જ મીઠો સ્વાદ અને કસ્તુરીની સુગંધથી ભરપૂર આ ચાની ગણના વિશ્વની શ્રેષ્ઠ બ્લેક ટીમાં થાય છે.

સુલેમાની ચા, કેરળ : કેરળના માલાબારમાં મળતી સુલેમાની ચાની ગણતરી પણ ટેસ્ટી અને હેલ્ધી ચામાં થાય છે. સાથે જ દૂધ વગર બનેલી સુલેમાની ચામાં લવિંગ, એલચી, તજ, ફુદીના, લીંબુનો રસ અને મધનો સ્વાદ માણી શકો છો.

આ પણ વાંચો :-

રિવરફ્રન્ટ પર સી પ્લેન, અટલ બ્રિજ બાદ વધુ એક નવું આકર્ષણ, ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની માણી શકશો મોજ, જુઓ PHOTOS

0

After Seaplane, Atal Bridge, one more new attraction

  • વર્ષ-2011માં ટેન્ડરિંગ પ્રક્રિયા થયા બાદ અમુક સમસ્યાને કારણે અટકી પડેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટના ફરી શ્રી ગણેશ થઈ રહ્યા છે. જે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ શકે છે.

અમદાવાદના (Ahmedabad) વિકાસને ચાર ચાંદ લગાવવામાં રિવરફ્રન્ટનું (Riverfront) યશસ્વી યોગદાન રહ્યું છે. ફાળો મહત્વનો રહ્યો છે. રિવરફ્રન્ટ ખાતે એકબાદ એક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટો (National-international projects) અને આયોજનો થઈ રહ્યા છે. સી પ્લેન, અટલ બ્રિજ બાદ વધુ એક નઝરાણા અંગે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ (Cruise Come Floating Restaurant) શરૂ કરવામાં આવશે જેના માટે ક્રૂઝની બોડી બનાવવાનું કામ આરંભી દેવામાં આવ્યુ છે. આ ક્રૂઝ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી લોકોને રિવરફ્રન્ટમાં સફર કરતુ જોવા મળશે.

આ ક્રૂઝમાં 2 માળ બનાવવામાં આવશે :

મહત્વનું છે કે આ ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે વર્ષ 2011 ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી જે કોઈ કારણસર રદ્દ થતા ફરી નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને હવે પીરાણા રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝની બોડી બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે.વાસણા બેરેજ ખાતે ક્રૂઝની બોડી તૈયાર કરવામાં આવી રહીં છે. ક્રૂઝની બોડી તૈયાર થતા નદીમાં ઉતારાયા બાદ ઈન્ટિરિયર ડિઝાઈન તૈયાર કરવામાં આવશે.

તાજેતરમાં થયેલા ટેન્ડરિંગ બાદ ક્રૂઝની બોડી કરાઈ રહીં છે તૈયાર :

સરદાર બ્રિજ થી ગાંધી બ્રિજ વચ્ચે આ ક્રુઝ સફર કરશે. જેનો રૂટ દોઢ કલાકનો રહેશે. વધુમાં 2 માળ બનાવવામાં આવશે. ઉપરાંત 150 જેટલા લોકોની ક્ષમતા ધરાવશે. 2 માળના ક્રુઝમાં પ્રથમ માળ AC વાળો હશે જ્યારે બીજા માળમાં ઓપન સ્પેશ રાખવામાં આવશે. વધુમાં ક્રૂઝમાં બર્થ-ડે, ડાન્સ, એનિવર્સરી, કોર્પોરેટ પાર્ટીનું આયોજન થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે.

ઉપરાંત ક્રૂઝમાં લાઈવ મ્યુઝિક, લાઈવ શો, વિવિધ પરર્ફોર્મ્સ પણ કરી શકાશે. આ ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાનો વર્ક ઓર્ડર રિવરફ્રન્ટ કંપનીએ અક્ષર ટ્રાવેલ્સ કંપનીને આપ્યો છે. MOU મુજબ અક્ષર ટ્રાવેલ્સ રિવરફ્રન્ટ કંપનીને વાર્ષિક 45 લાખ રૂપિયા ચૂકવશે જ્યારે લોકો પાસેથી સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ વચ્ચેની દોઢ કલાકની સવારીનો કેટલો ચાર્જ વસુલવો તે અક્ષર ટ્રાવેલ્સ નક્કી કરશે.

 આ પણ વાંચો :-

‘જો ભાજપ આગામી ચૂંટણીમાં 50થી વધુ બેઠકો જીતશે તો મારું મોઢું કાળું કરાવી લઈશ’, આવું કોણે કહ્યું ?

0

If BJP wins more than 50 seats

  • ભાજપ કોંગ્રેસ દ્વારા એકબીજા પર હંમેશા આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતાં રહે છે. અન્ય રાજકીય પક્ષોમાં આ વણલખાયેલો નિયમ એની રીતે ચાલ્યો જ આવે છે. પણ જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય છે ત્યારે આક્ષેપો અને ટિકા-ટિપ્પણીઓનો દૌર વધુ જોરશોરથી ચાલે છે. એમાં ઘણીવાર મર્યાદાઓ પણ ચુકી જવાય છે.

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ હવે રાજકીય પ્રહારો (Political Strikes) શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના અગ્રણી ફૂલસિંહ બરૈયાએ (Phulsingh Baraiya) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું ફરીથી કહી રહ્યો છું કે ભાજપ 2023માં 50થી વધુ સીટો મેળવી શકશે નહીં જો ભાજપ 50થી વધુ સીટ જીતશે તો રાજભવનની સામે. હું મારું મોઢું કાળું કરાવી દઈશ…

ફૂલસિંહ બરૈયાએ આ સાથે જ્ઞાતિઓ વચ્ચે તિરાડ ઉભી કરતું નિવેદન આપ્યું છે. ફૂલસિંહ બરૈયાએ કહ્યું છે કે હું મારા ભાઈ એટલે કે જાતિના લોકોને મનાવી શકું છું. હું તેમને તૈયાર કરી શકું છું અને આ મારી તાકાત છે. તેથી જ મધ્યપ્રદેશમાં 181 સીટો કોંગ્રેસને મળશે. જો ભાજપના લોકો તેમના ભાઈઓને તૈયાર કરે તો પણ તેમને 50થી વધુ બેઠકો નહીં મળે.

ફૂલસિંહ બરૈયાએ કહ્યું કે હું ભંડેર સીટ પરથી ચૂંટણી લડવા માંગુ છું. કારણ કે નરોત્તમ મિશ્રાએ લોકશાહીને લાત મારી છે. ચૂંટણીમાં પોલીસ સ્કૂટરિંગ કરી હતી એવા પોલીસકર્મીઓને મતદાન મથક પર ફરજ પર મુકો. જે 40 થી 50 બોગસ મત કરી શકે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પોલીસના હાથે પાપ કરાવ્યું છે. પરંતુ હવે દેશની લોકશાહી ખતરામાં છે અને મેં સ્પષ્ટ કહ્યું છે કે 2023માં કોંગ્રેસની સરકાર આવશે. જેમણે લોકશાહીને નષ્ટ કરવાનું કામ કર્યું છે તેનો અમે ઈચ્છા મુજબ બદલો લઈશું.

આ પણ વાંચો :-

શું તમારું બાઈક શિયાળામાં નથી ચાલી રહ્યું ? અપનાવો આ યુક્તી અને થઈ જશે ચાલુ

Is your bike not running in winter?

  • લાંબા સમય સુધી બાઈક પાર્ક કરવામાં આવે ત્યારે બેટરી ડિસ્ચાર્જ થવાની ફરિયાદ રહે છે. વધુમાં કાર્બોરેટર જામ થઈ જાય છે. જો તમારી બેટરી પૂરી રીતે ડિસ્ચાર્જ થઈ ગઈ હોય અને બાઈક સ્ટાર્ટ ન થઈ રહી હોય તો સૌથી પહેલા કાર્બોરેટર ચેક કરો.

શિયાળાની ઋતુમાં (Winter season) બાઈકની બેટરી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ જવી એ સામાન્ય બાબત છે. ઘણી વખત એવું બને છે કે તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરની બહાર નીકળો અને તમારી બાઈક સ્ટાર્ટ (Start the bike) જ ના થાય. આવી સ્થિતિમાં મૂડ બગડી જાય છે.

એવું લાગે છે કે બાઈકમાં કોઈ મોટી સમસ્યા છે અને તેઓએ તેને મિકેનિક પાસે લઈ જવું પડશે. જો આવી પરિસ્થિતિ તમારી સામે આવે છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવાની છે. જે અમે નીચે જણાવવા જઈ રહ્યા છીએ. આનાથી તમે સરળતાથી તમારી બાઈક સ્ટાર્ટ કરી શકો છો.

લાંબા સમય સુધી બાઈક પાર્ક કરવામાં આવે ત્યારે બેટરી ડિસ્ચાર્જ થવાની ફરિયાદ રહે છે. વધુમાં કાર્બોરેટર જામ થઈ જાય છે. જો તમારી બેટરી પૂરી રીતે ડિસ્ચાર્જ થઈ ગઈ હોય અને બાઈક સ્ટાર્ટ ન થઈ રહી હોય તો સૌથી પહેલા કાર્બોરેટર ચેક કરો. જો તમને શંકા છે કે કાર્બોરેટર જામ થઈ ગયું છે. તો તમારે બાઈકના એન્જિનની બહાર જોડાયેલી પેટ્રોલ પાઈપને બહાર કાઢીને પેટ્રોલના થોડા ટીપાં નાખવા પડશે.

આનાથી કાર્બોરેટરમાં અટવાયેલો કચરો બહાર આવશે અને પાઈપ ફરીથી જોડવાથી બાઈક સ્ટાર્ટ થઈ જશે. જો તમારી બાઈકનું કાર્બોરેટર જામ નથી થયું છતાં પણ તમારી બાઈક સ્ટાર્ટ નથી થઈ રહી. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફક્ત બાઈકને સ્ટેન્ડ પર રાખવાની છે અને 3જા અને ચોથા અથવા ગિયર પર તમારે પાછળના વ્હીલ્સને ઝડપથી સ્પિન કરવું પડશે અને તમે જોશો કે તમારી બાઈક ચાલુ થઈ જશે.

આ સદાબહાર યુક્તી અપનાવો :

તેનાથી પણ વધુ સરળ એ સદાબહાર પદ્ધતિ છે. તમારે બાઈકને 3જા કે 4થા ગિયર પર દબાણ કરીને અમુક અંતર સુધી સ્પીડ વધારવી પડશે અને અચાનક ક્લચ છોડવાથી તમારી બાઈક સ્ટાર્ટ થઈ જશે. હવે તમે જ્યાં ઈચ્છો ત્યાં સરળતાથી જઈ શકો છો. ડિસ્ચાર્જ થયેલી બેટરી પણ અમુક અંતરની મુસાફરી પછી ચાર્જ થવા લાગશે. તમારો સમય અને મિકેનિક ખર્ચ બંને બચશે.

આ પણ વાંચો :-

 

કેમ અચાનક ચર્ચામાં આવ્યા યુવા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી, શું છે બાગેશ્વર ધામ, તમે પણ જાણો સમગ્ર વિવાદ

0

Why did the young storyteller Dhirendra Shastri

  • મધ્ય પ્રદેશનાં બાગેશ્વર ધામનાં કથિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની હરકતો પર ફરી વિવાદ મચી ગયો છે. તેના પર ધર્મનાં નામે લોકોને ગેરમાર્ગે દોરવાનાં આક્ષેપ થઈ રહ્યા છે. જો કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધને પોતાના વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું છે.

લોકોનાં મનની વાત જાણી લેવાનો દાવો કરનાર બાઘેશ્વર સરકારના નામે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) વિવાદોમાં ઘેરાઈ ગયા છે. આ વખતે વિવાદોથી તેમનો સામનો નાગપુરમાં થયો છે. તેના પર આરોપ છે કે તે જાદૂ-ટોણાના નામે અંધ-વિશ્વાસ (Superstition) ફેલાવી રહ્યો છે.

મહારાષ્ટ્રના નાગપુરની સંસ્થા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધ વિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવતા તેમને નાગપુરના મંચ પર આવીને ચમત્કાર દેખાડવાનો પડકાર ફેંક્યો હતો. જો તે આમ ન કરી શકે તો કોર્ટમાં કેસનો સામનો કરવાની તૈયારી રાખવા પણ કહેવાયું હતું. જેની સામે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કંઈક આવો જવાબ આપ્યો.

આટલું જ નહીં ધીરેન્દ્ર શાસ્ત્રીનું એમ પણ કહેવું છે કે મેં ક્યારેય દાવો નથી કર્યો કે હું ભગવાન છું, કે હું ચમત્કાર કરું છું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની સામે કરાયેલી ફરિયાદને પણ પાયાવિહોણી ગણાવી દીધી છે. સાથે જ પોતાના વિરોધીઓને સનાતન ધર્મના વિરોધીઓ ગણાવી દીધા.

આ નિવેદન આપીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના બચાવની તૈયારી કરી લીધી છે, જો કે હવે તે વિવાદમાં ફસાઈ ચૂક્યો છે. તેના વિવાદો પર નજર કરીએ તે પહેલાં જાણી લઈએ કે આખરે આ બાગેશ્વર ધામ છે શું અને તેની સાથે ધીરેન્દ્રને શું લેવાદેવા છે. બાગેશ્વર ધામ મધ્ય પ્રદેશનાં છતરપુર જિલ્લાના ગઢા ગામમાં આવેલું એક ધામ છે, જ્યાં આવેલું હનુમાનજીનું મંદિર સ્વયંભૂ હોવાનું જણાવાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આ જ બાગેશ્વર ધામનો પીઠાધીશ્વર બની બેઠો છે. તેના પર અંધવિશ્વાસ ફેલાવવાનો આક્ષેપ થાય છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ નાગપુરની સંસ્થાના સંચાલકો સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેનું કારણ એ છે કે તેને ચમત્કાર દેખાડવાનો પડકાર ફેંકવામાં આવ્યો હતો. જો તેઓ આમ કરી શકે તો 30 લાખ રૂપિયા આપવાની પણ વાત કરાઈ હતી. જો કે ધીરેન્દ્રએ આ ઓફરનો અસ્વીકાર કરતા બે દિવસ પહેલા જ કથા સમાપ્ત કરી દીધી અને એમપી પરત આવી ગયા. હવે નાગપુરની સંસ્થાએ તેના આધારે ધીરેન્દ્રની ધરપકડ કરવાની માગ કરી છે. જેને જોતાં ધીરેન્દ્ર રોષે ભરાયો છે.

જાણો કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી :

ધીરેન્દ્ર શાસ્ત્રીએ 15 વર્ષની ઉંમરથી જ જાણીતો થઈ ગયો અને ધીરુથી ધીરેન્દ્ર શાસ્ત્રી બની ગયો. મધ્ય પ્રદેશનાં છતરપુર જિલ્લાના ગઢા ગામમાં 1996માં જન્મેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મૂળ નામ ધીરેન્દ્ર ગર્ગ છે. તેનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. તેના પિતા ગામમાં પુરોહિતનું કામ કરતા હતા.

ધીમે ધીમે ધીરેન્દ્ર કથા કરવા લાગ્યો અને તેની કથામાં લોકોને રસ પડતો. 2009માં તેણે પાડોશના ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું અને તે જાણીતો થઈ ગયો. તેની કથામાં હજારો લોકો આવે છે. જો કે તેણે મનની વાત જાણી લેવાના દાવા કરીને વિવાદો પણ સર્જયા છે. તેના પર ઢોંગી હોવાના આક્ષેપ પણ કરાય છે. હવે જોવું એ રહેશે કે આ મામલો ક્યાં જઈને અટકે છે.

આ પણ વાંચો :-

નવી સંસદમાં લોકસભા તૈયાર, પહેલીવાર સામે આવી અંદરની તસવીર, જોઈને દંગ રહી જશો

0

The Lok Sabha is ready in the new parliament

  • કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે કે બજેટ સત્રનું આયોજન નવા સંસદ ભવનમાં જ કરવામાં આવે.

બજેટના પહેલા તબક્કાની બેઠક 30-31 જાન્યુઆરીએ બોલાવવામાં આવે છે. નવા સંસદ ભવનનો હોલ તૈયાર થઈ ગયો છે. લોકસભા હોલની અંદરની તસવીર સામે આવી છે. જેમાં લોકસભા ખુબ ભવ્ય અને વિશાળ દેખાય છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Govt) આ વર્ષે થનારા રાષ્ટ્રપતિના (President) સંયુક્ત સંબોધનને સંસદના નવા ભવનમાં કરાવવાની તૈયારીમાં છે. એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આ વર્ષનું બજેટ પણ સંસદના નવા હોલમાં જ રજૂ કરવામાં આવે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે કે બજેટ સત્રનું આયોજન નવા સંસદ ભવનમાં જ કરવામાં આવે. બજેટના પહેલા તબક્કાની બેઠક 30-31 જાન્યુઆરીએ બોલાવવામાં આવે છે. સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ બંને સદનને સંયુક્ત રીતે સંબોધન કરે છે. તેના બીજા દિવસે લોકસભામાં બજેટ રજૂ કરાય છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ વખતનું બજેટ નવા ભવનમાં રજૂ કરાશે.

નવું સંસદ ભવન હાલના સંસદ ભવન કરતા મોટું, આકર્ષક અને આધુનિક સુવિધાઓથી લેસ હશે. 64,500 સ્કેવર મીટરમાં તૈયાર થઈ રહેલા નવા સંસદ ભવનને બનાવવાનું કામ ટાટા પ્રોજેક્ટ કરે છે. સંસદ ભવનના નવા બિલ્ડિંગમાં ઓડિયો વીઝ્યુઅલ સિસ્ટમ સાથે જ ડેટા નેટવર્ક સુવિધાનો પણ પૂરેપૂરો ખ્યાલ રખાયો છે.

સંસદના નવા ભવનમાં 1224 સાંસદોના બેસવાની સુવિધા છે. એટલે કે એક વખતમાં 1224 સાંસદ બેસી શકે છે. જેમાં 888 સાંસદ લોકસભામાં અને 384 સાંસદ રાજ્યસભામાં બેસી શકશે. નવા બિલ્ડિંગમાં સેન્ટ્રલ હોલ નહીં હોય. લોકસભા હોલમાં જ બંને સદનોના સાંસદ બેસી શકશે. નવા ભવનમાં એક સુંદર બંધારણ કક્ષ પણ બનાવવામાં આવ્યો છે.

સંસદના નવા ભવનમાં લાઉન્જ, લાઈબ્રેરી, કમિટી હોલ, કેન્ટીન, અને પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ ભવન સંપૂર્ણ રીતે ભૂકંપના આંચકા ઝેલી શકે તેવું છે. જેની ડિઝાઈન HCP ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે. ચાર માળના આ નવા સંસદ ભવનને બનાવવા પાછળ 971 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ પણ વાંચો :-

કેન્સર સામે જંગ જીતી પણ હવે આ ગંભીર બીમારીની ઝપેટમાં આવી સાઉથની આ લોકપ્રિય અભિનેત્રી, બોલી, ‘હું મારો….’

This popular South actress who won the battle against

  • મમતા મોહનદાસે થોડા વર્ષો પહેલા કેન્સરને માત આપી હતી પણ હવે તેની આ બીમારીના સમચારે તેના ચાહકોના દિલ તોડી નાખ્યા છે.

સાઉથ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી મમતા મોહનદાસે (Mamata Mohandas) હાલ જ તેના સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને એ પોસ્ટમાં તેની બિમારી વિશે મોટો ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે અભિનેત્રી ઓટોઈમ્યુન ડિસીઝ વિટિલિગોથી (Autoimmune Disease Vitiligo) પીડિત છે અને આ વિશે તેને પોતાની પોસ્ટમાં માહિતી આપી છે. આ સાથે જ મમતા મોહનદાસે થોડા વર્ષો પહેલા કેન્સરને માત આપી હતી પણ હવે તેની આ બીમારીના સમચારે તેના ચાહકોના દિલ તોડી નાખ્યા છે.

ગંભીર બીમારીથી પીડિત મમતા મોહનદાસ :

મમતા મોહનદાસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેના ચહેરા પર સ્મિત સાથે હાથમાં કોફીનો મગ જોઈ શકાય છે અને ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘પ્રિય સુર્ય, હું તને ગળે લગાવી રહી છું જેમ મેં પહેલાં તને ક્યારેય ગળે નથી લગાવ્યો. એટલા માટે મારા ચહેરામાં ફોલ્લીઓ છે અને હું મારો રંગ ગુમાવી રહી છું…. દરરોજ સવારે હું તમારી સમક્ષ જાગું છું. ઝાકળમાંથી તમારું પ્રથમ કિરણ નીકળતું જોવા માટે. તમારી પાસે જે છે તે મને આપો, કારણ કે હું હંમેશ માટે ઋણી રહીશ.

કેન્સરને આપી ચૂકી છે માત :

જણાવી દઈએ કે છે મમતા મોહનદાસે આ પોસ્ટમાં જ ઓટોઈમ્યુન ડિસીઝ પાંડુરોગ એટલે કે વિટીલિગોના હેશટેગ્સનો પણ ઉપયોગ કર્યો છે.આ પછીથી અભિનેત્રીની આ પોસ્ટ પર તેના ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેને હિંમત ન હર માટે કહી રહ્યા છે. જણાવી દઈએ કે મમતાની પોસ્ટ પર તેના એક ચાહકે લખ્યું છે કે, ‘તમે ખરેખર ખૂબ જ શક્તિશાળી મહિલા છો. અમને બધાને આવી જ પ્રેરણા આપતા રહો’. સાથે જ અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘તમે ફાઈટર છો અને જલ્દી સ્વસ્થ થઈ જશો.’

જણાવી દઈએ કે મમતા મોહનદાસે કેન્સરને હરાવ્યું છે. એ સમયે તેને અમેરિકામાં આ રોગની સારવાર કરાવી હતી અને સારવાર પછી તે સંપૂર્ણ રીતે ઠીક થઈ ગઈ હતી પણ હવે તે ઓટોઈમ્યુન ડિસીઝ વિટિલિગોથી પીડિત છે, જેના કારણે તે ખૂબ જ નબળાઈ અનુભવી રહી છે. વર્ષ 2014માં તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની કેન્સરની બીમારી વિશે ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો :-