Home Blog Page 1156

ચીકીની પ્રસાદી ખરેખર કોના ખિસ્સામાં જઈ રહી છે, ઋષિકેશે ફેરવી તોળ્યું તો નીતિન પટેલની એન્ટ્રી

0
Whose pocket is really going to Chiki
  • Ambaji Temple Mohanthal Controversy : અંબાજી (Ambaji Temple) પરિસરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતાં આ પ્રસાદ બનાવવા માટે સંકળાયેલી ૩૦૦થી વધુ મહિલાઓની રોજગારી છીનવાઈ ગઈ છે. દર વર્ષે મોહનથાળના (Mohanthal) બે કરોડથી વધુ પેકેટ વેચાતા હતા અને મંદિર ટ્રસ્ટને ૨૦ કરોડની આવક થતી હતી.

કોના ફાયદા માટે ચીકીનો પ્રસાદ આવશે :

ગુજરાતમાં અંબાજી મંદિરનો (Ambaji Temple) મોહનથાળ હાલમાં ટોક ઓફ ધી ટાઉન છે. અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદ બંધ કરીને ફરજિયાત રીતે ચિક્કીનો (Chikki) પ્રસાદ શરૂ કરાયો છે. આ ચીકી માત્ર ૮થી ૧૦ રૂપિયામાં પડતર કિંમતની હોવા છત્તા શ્રધ્ધાળુઓ પાસેથી ૨૫ રૂપિયાની ઉઘાડી લૂંટ થઈ રહી છે. આ મુદ્દો ચારેકોર ગાજી રહ્યો છે. લોકો આક્રોશ સાથે કહે છે કે, મા અંબાને વર્ષોથી જે મોહનથાળનો પ્રસાદ ચઢાવાય છે એ પ્રસાદનું ઘણુ જ મહત્વ છે.

અમારી આસ્થા જોડાયેલી છે. અમે લોકોએ કે અન્ય કોઈએ પણ પ્રસાદી બદલવાની માગણી કરી નહોતી. આમ છતાં મોહનથાળને બંધ કરીને ચિક્કીનો પ્રસાદ ચાલુ કરીને પ્રસાદીનું પણ વ્યાપારીકરણ કરાઈ રહ્યું છે. લોકોની લાગણી વચ્ચે વાત એવી વહેતી થઈ છે કે કોઈ મંત્રી કે નેતાના નજીકના વ્યક્તિને ફાયદો કરાવવા ચીક્કીનો પ્રસાદ લવાયો છે.

નીતિન પટેલે એમ કહ્યુ કે, આ મામલો શ્રધ્ધાળુઓ અને મંદિર ટ્રસ્ટ વચ્ચેનો છે. પરંતુ મને આશા છે કે સરકાર કોઇ યોગ્ય સમાધાન કાઢશે. નીતિન પટેલના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. સરકારે તો જાહેર કરી દીધું છે પછી નીતિન પટેલ સમાધાનની વાત કેમ કરી રહ્યા છે? નીતિન પટેલના આ નિવેદનને કારણે ભાજપના કેટલાંક નેતાઓમાં ખુશી જોવા મળી છે. કારણકે તેઓનું માનવું છે કે અંબાજી મંદિરના પ્રસાદ વિવાદને કારણે ભાજપને નુકશાન થઈરહ્યું છે.

‘ચીક્કીનો પ્રસાદ જ ચાલશે’ કહેનાર ઋષિકેશે ફેરવી તોળ્યું :

મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ રાજકીય પક્ષો, સંસ્થાઓ, દાંતાના મહારાજા ઉપરાંત ભક્તો પણ રોષે ભરાયા છે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માંગ કરી રહ્યા છે તો બીજી તરફ અગાઉ ચિક્કીના વખાણ કરનાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું છે. અગાઉના નિવેદનમાં ચિક્કીના વખાણ કરનાર ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.

આ પણ વાંચો :-

 

Akshaya Tritiya 2023 : આ અખાત્રીજે ‘વણજોયું મુહૂર્ત’ છતાં પણ લગ્ન નહીં થાય ! ખાસ જાણો કારણ

Akshaya Tritiya 2023 

  • જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન અને માંગલિક બાબતો માટે ગુરુ અને શુક્ર ગ્રહ ને ખાસ કરીને શુભ માનવામાં આવે છે કેમ કે તેની સીધી અસર સીધી અસર માનવ જીવન પર જોવા મળે છે.

જ્યોતિષશાસ્ત્રમાં (Astrology) લગ્ન અને માંગલિક બાબતો માટે ગુરુ અને શુક્ર ગ્રહ ને ખાસ કરીને શુભ માનવામાં આવે છે કેમ કે તેની સીધી અસર સીધી અસર માનવ જીવન પર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર ગુરુ ગ્રહને કન્યા માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે.

તેજ રીતે શુક્ર ગ્રહને પુરુષ માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે. માટેજ દેવગુરુ બૃહસ્પતિના એટલે ગુરુ ના ઉદય અને અસ્ત થવાથી તે સમય ના શુભ અશુભ કાર્ય પર ખુબ જ અસર પડે છે જેથી ખાસ કરીને લગ્ન જેવા માંગલિક કાર્ય માં તો ગુરુ શુક્ર અસ્ત હોય ત્યારે નિષેધ ગણાય છે.

હવે જ્યારે ગુરુ અસ્ત થવાના છે તારીખ 1 એપ્રિલ 2023ના રોજ સાંજે 07 વાગ્યા થી મીન રાશિમાં અસ્ત થશે. ત્યાર બાદ દેવગુરુ બૃહસ્પતિ મે ના પહેલા સપ્તાહમાં મેષ રાશિમાં ઉદિત થશે, જેના કારણે આ સમય દરમિયાન કોઈપણ લગ્ન થશે નહિ તેમજ અનેક શુભ અને માંગલિક કાર્યો પણ નહિ કરાય. આમ અખાત્રીજ 22 એપ્રિલ 2023 ના રોજ આવે છે આમ તેને પણ વણ જોયું મુહર્ત કહેવાય છતાં પણ ગુરુ અસ્ત હોવાથી આ દિવસે પણ લગ્ન નહીં થાય.

હવે 4 મે 2023થી લગ્ન માટે મુહૂર્ત ફરી શરૂ થઈ જશે જે 27 જૂન સુધી રહેશે. તેના એક દિવસ પછી 29 જૂનના રોજ દેવશયની એકાદશી રહેશે . આ દિવસથી ચાર મહિના માટે બધા જ શુભ માંગલિક કાર્યો વિરામ થઈ જશે. આ પ્રમાણે પહેલી એપ્રિલથી મેં 4 મે 2023 સુધી લગ્ન તેમજ કોઈપણ શુભ માંગલિક કાર્ય માટે સારું મુહર્ત નહીં રહે.

“ગુરુ અસ્ત માં કેમ લગ્ન થતાં નથી”

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહ શુભ ગ્રહ  હોવા ને કારણે જયારે ગુરુ ગ્રહ અસ્ત થાય છે એટલે કે સૂર્ય ની નજીક આવે છે ત્યારે ગુરુ ગ્રહ ની આ સ્થિતિ તેના શુભ ફળો માં અછત નું કારણ બને છે અને માનવી  ને  શુભ ફળો મેળવવા માં અવરોધો નો સામનો કરવો પડે છે.

આવા માં કોઈ પણ શુભ અને માંગલિક કાર્યમાં ઝડપ થી  શુભ ફળ નથી મળતું અને કોઈ પણ કાર્ય ને સફળ બનાવા માટે વ્યક્તિ ને વધારે કઠિનાઈ નો સામનો કરવો  પડે છે. જેથી  પ્રાચીન કાળથી ગુરુ અસ્ત હોય તે સમય દરમ્યાન  શુંભ અને માંગલિક કાર્યો ટાળવામાં આવે છે .

આ પણ વાંચો :-

‘ચોલી કે પીછે’ ગીત પર યુવતીનો જબરદસ્ત હોટ ડાન્સ, Video જોઈને પાણી પાણી થઈ જશો

0
Watching a young woman
  • Girl Dance Video : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ પણ ઝડપથી વાયરલ થઈ જાય છે. આ સિવાય, લોકો નેટિઝન્સ માટે ટ્રેન્ડિંગ સ્ટાર કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવા માટે એક્ટિંગ કે ડાન્સ કરતા જોવા મળે છે. આ ક્રમમાં યુવતીઓનો ડાન્સ ખુબ જ ડિમાન્ડમાં રહે છે.

સોશિયલ મીડિયા (Social media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ પણ ઝડપથી વાયરલ થઈ જાય છે. આ સિવાય લોકો નેટિઝન્સ માટે ટ્રેન્ડિંગ સ્ટાર (Trending Star) કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Influencer) બનવા માટે એક્ટિંગ કે ડાન્સ કરતા જોવા મળે છે. આ ક્રમમાં યુવતીઓનો ડાન્સ ખુબ જ ડિમાન્ડમાં રહે છે.

છોકરીઓના ડાન્સ વીડિયો કે રીલ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ જાય છે. યુવતીઓ કે છોકરીઓ જેવા વીડિયો પોસ્ટ કરે કે તેને જોવા માટે જાણે નેટિઝન્સની હોડ જામે છે. એકવાર ફરીથી એક યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાના બેલી ડાન્સથી બધાના મન જીત્યા છે.

આ વીડિયોમાં યુવતી આખા ડાન્સ ગ્રુપ સામે ડાન્સ કરતી જોવા મળે છે. હિટ બોલિવુડ આઈટમ નંબર ચોલી કે પીછે પર તેનો એનર્જેટિક અને પાવરફૂલ બેલી ડાન્સ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. સિઝલિંગ બેલી ડાન્સ દર્શો માટે ટાર્ગેટ સેટ કરી રહ્યો છે. બેલ્ટ સાથે ઓરેન્જ બ્લાઉઝ અને બેલી ડાન્સિંગ એલીટ સ્કર્ટમાં તે એકદમ કાતિલ હસીના લાગે છે.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો :

સિઝલિંગ પરફોર્મન્સ બધાનું મન જીતી રહ્યું છે. વીડિયોને ઓજસ્વી વર્માએ યુટ્યૂબ પર શેર કર્યો છે. વીડિયો યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યો છે. ગજબના ડાન્સ મૂવ્સના લોકો દીવાના બની રહ્યા છે. આ વીડિયો હજારોવાર જોવાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો :-

6 એપ્રિલે સાળંગપુરમાં થવા જઈ રહ્યું છે કઈક મોટું ? આ ઘડીની બધા કાગડોળે રાહ જોઈને બેઠા

0

April 6 is going to happen in Salangpur? wn

  • Lord Hanuman Statue At Salangpur Temple : આગામી 6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. ત્યારે આ દિવસે પંચધાતુમાંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની ભવ્ય મૂર્તિનું અનાવરણ કરાશે.

સાળંગપુર (Salangpur) મંદિરમાં ભક્તો 6 એપ્રિલની રાહ જોઈને બેસ્યા છે. આ દિવસ ભક્તો માટે ખાસ છે. કારણ કે સાળંગપુર ધામના આંગણે આગામી તા. 6 એપ્રિલના રોજ જાજરમાન ધાર્મિક કાર્યક્રમ ઉજવાશે. પંચધાતુમાંથી (Panchayat) બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજી મૂર્તિને ગૃહમંત્રી અમિત શાહના (Home Minister Amit Shah) હસ્તે ખુલ્લી મૂકાશે. સાથે જ અંદાજે 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલ હાઈટેક ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આગામી 6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. ત્યારે આ દિવસે પંચધાતુ માંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની ભવ્ય મૂર્તિનું અનાવરણ કરાશે. સાથે જ સાળંગપુરમાં ભક્તો માટે બનાવાયેલ હાઈટેક ભોજનાલયને પણ ખુલ્લુ મૂકાશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. હાલ મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે. તેનું ફીનિશિંગ કામ ચાલી રહ્યું છે. જે જલ્દી પૂર્ણ થઈ જશે.

ભક્તોને મળશે ભોજનાલય :

સાળંગપુરમાં ભગવાન હનુમાનની મૂર્તિની સાથે હાઈટેક ભોજનાલય બનાવવામાં આવ્યું છે. જેમાં એકસાથે 4000 લોકો બેસીને ડાઈનિંગ ટેબલ પર જમી શકશે. આ માટે કિચન પણ ભવ્ય બનાવાયું છે. 6 એપ્રિલના રોજ યોજાનારા ભવ્ય પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.

આ પણ વાંચો :-

Women Property Rights : જાણો પત્ની ક્યારે માંગી શકે છે પતિની મિલકતમાં પોતાનો હક

0

Women Property Rights

  • Women Property Rights : જો તમે એક મહિલા છો અને પતિ સાથે તમારા સંબંધો તુટી જાય છે તો તમારે જાણવું જોઈએ કે તમે શું દાવો કરી શકો છો. તમારે તમારા અધિકારો વિશે સ્પષ્ટપણે જાગૃત હોવું જોઈએ.

જો તમે એક મહિલા છો અને પતિ સાથે તમારા સંબંધો તુટી જાય છે તો તમારે જાણવું જોઈએ કે તમે શું દાવો કરી શકો છો. તમારે તમારા અધિકારો વિશે સ્પષ્ટપણે જાગૃત હોવું જોઈએ. જેથી સંબંધ તૂટ્યા (Relationship broke) પછી તમારે આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ચાલો જાણીએ કે સંબંધ ખતમ થયા પછી મહિલાઓ શું દાવો કરી શકે છે.

જો મિલકત પતિ-પત્નીએ મળીને ખરીદી હોય :

જો પત્ની પતિથી અલગ થઈ ગઈ હોય તો તે તેના પતિના હિસ્સામાંથી તેના હિસ્સાનો કલેમ કરી શકે છે. તેના નામે 50 ટકા ઉપરાંતનો દાવો કરી શકાય છે. આ સાથે જ મહિલાને છૂટાછેડા ન થાય ત્યાં સુધી મિલકતમાં રહેવાનો અધિકાર પણ રહેશે.

જો મિલકત પતિના નામે હોય અને તેણે ખરીદી હોય :

જો મિલકત પતિના નામે હોય, તો પણ પત્ની તેના હિસ્સાનો દાવો કરી શકે છે કારણ કે તે વર્ગ 1 ની કાનૂની વારસદાર છે. છૂટાછેડામાં તેણી માત્ર ભરણપોષણ તરીકે પોતાનો હિસ્સો માંગી શકે છે.

જો મિલકત પતિના નામે હોય પણ પૈસા પત્નીએ આપ્યા હોય :

પતિ દાવો કરી શકે છે જ્યાં સુધી પત્ની મિલકત ખરીદી હોવાનો દાવો સાબિત ન કરે. જો તેણી આમ કરે છે, તો તે મિલકતમાં તેના હિસ્સાનો દાવો કરી શકે છે.

જો મિલકત પત્નીના નામે હોય અને પૈસા પતિએ આપ્યા હોય :

જ્યાં સુધી પતિ પોતાનું યોગદાન સાબિત ન કરે ત્યાં સુધી પત્ની સંપૂર્ણ માલિક રહેશે. જો તે સાબિત કરે છે, તો પત્ની છૂટાછેડામાં ભરણપોષણ હેઠળ જ તેનો દાવો કરી શકે છે. જો પત્નીને મુક્ત કરવામાં આવી રહી હોય, તો તે વર્ગ 1 કાનૂની વારસદાર હોવાને કારણે તેના પર હિસ્સાનો દાવો કરી શકે છે.

જો મિલકત પત્નીના નામે હોય અને તેણે પૈસા આપ્યા હોય :

મહિલાએ પોતાના પૈસાથી ખરીદેલી કોઈપણ મિલકત. લગ્ન પહેલા હોય કે પછી તે તેની જ રહેશે. તે તેને વેચી શકે છે, તેને પોતાની પાસે રાખી શકે છે અથવા તે જેને ઈચ્છે તેને ભેટ આપી શકે છે. તેનો નિર્ણય હશે.

આ પણ વાંચો :-

‘મારું સ્કર્ટ ઉંચું કરીને તેણે અંદર હાથ નાખ્યો’, હોળી પર અભિનેત્રી સાથે બની એક મોટી દુર્ઘટના

‘Lifting my skirt he put his hand inside

  • એક્ટ્રેસ અને મોડલ સોફિયા હયાત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તો બીજી તરફ તે પોતાના નિવેદનોને કારણે અહેવાલોમાં રહે છે. હાલમાં જ તેણે હોળી પાર્ટીની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

તેની દરેક તસવીર ટ્રેન્ડમાં (Image trend) રહે છે અને ચાહકો તેની બોલ્ડ તસવીરો જોવાનું પસંદ પણ કરે છે. એક સમયે દેશના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસમાં (Big Boss) જોવા મળેલી સોફિયા (Sofia) લાંબા સમયથી અન્ય કોઈ શોમાં જોવા મળી નથી. પરંતુ તે તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ શેર કરેલી હોળી પાર્ટીની ઘટના જાણીને તમે પણ ગુસ્સે થઈ જશો. સોફિયાએ કહ્યું કે હોળી પાર્ટીમાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. કોઈએ તેના સ્કર્ટની અંદર હાથ નાંખી દીધો હતો. આ ઘટના બાદ તેણી હચમચી ગઈ હતી.

સોફિયાએ એક ન્યૂઝ પોર્ટલને કહ્યું, “હું હોળીની પાર્ટીમાં ગઈ હતી જ્યાં ઘણા સેલેબ્સ આવ્યા હતા. હું દરેક સાથે ફોટા ક્લિક કરવામાં આરામદાયક અનુભવ કરતી નથી. પણ મને ખબર નહોતી, મેં ત્યાં પાણીપુરી ખાધી હતી, જેમાં કદાચ ગાંજો જેવો નશો ભેળવી દેવામાં આવ્યો હતો. તે ખાધા પછી હું નશામાં આવી ગઈ અને બધા સાથે ફોટા ક્લિક કરવા લાગી.

સોફિયાના જણાવ્યા મુજબ તે પાર્ટીમાં એક વ્યક્તિએ તેના સ્કર્ટની અંદર હાથ નાંખવાનો પ્રયાસ કર્યો. સોફિયાએ પહેલા તેની અવગણના કરી. પરંતુ જ્યારે તેણે ફરીથી આ બદકામ કર્યું, ત્યારે તેણે તે માણસને દૂર ધકેલી દીધો હતો. અભિનેત્રીએ આ ઘટના પર પોતાની નારાજગી વ્યક્ત કરી પરંતુ એમ પણ જણાવ્યું હતું કે તેના એક મિત્રએ તેની મદદ કરી અને તેના ઘરે છોડી દીધી.

સોફિયા હયાત તેના વિવાદો માટે પણ જાણીતી છે અને તે તેના બિકીની લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે. અભિનેત્રી બિગ બોસ સીઝન 7 માં જોવા મળી હતી. આટલું જ નહીં સોફિયા હયાતના ઘણા ફોટોશૂટે ઈન્ટરનેટ પર હંગામો મચાવ્યો હતો અને એક વખત તેણે ઓમના પોસ્ટર પાસે નગ્ન પોઝ પણ આપ્યો હતો. ત્યારબાદ તેની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Most Expensive Wood : ચંદનના લાકડા કરતાં પણ મોંઘું છે આ લાકડું, 1 કિલોની કિંમતમાં તો આવી જશે લક્ઝરી કાર

Most Expensive Wood

  • African Blackwood : આ વૃક્ષના લાકડાના ઊંચા ભાવનું એક કારણ તેની મર્યાદિત સંખ્યા છે. આ વૃક્ષ વિશ્વમાં સૌથી દુર્લભ માનવામાં આવે છે. તેના એક વૃક્ષને ઉગાડવામાં 60 વર્ષ જેટલો સમય લાગે છે.

દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જે તેની ઊંચી કિંમતોને (High prices) કારણે હેડલાઇન્સમાં રહે છે. પછી ભલે તે ધાતુઓ, ખનિજો અથવા કુદરતી વસ્તુઓ વિશે હોય. આમાંના કેટલાકના ભાવ હંમેશા ચોંકાવનારા હોય છે. લાકડા સાથે પણ આવું જ કંઈક થાય છે. સામાન્ય રીતે જ્યારે લાકડાની વાત આવે છે. ત્યારે ચંદનને (Sandalwood) સૌથી મોંઘું લાકડું માનવામાં આવે છે. પરંતુ એવું નથી.

રિપોર્ટ અનુસાર, ચંદન વિશ્વનું સૌથી મોંઘું લાકડું નથી. આજે અમે તમને એ લાકડા વિશે જણાવીશું જે ચંદન કરતાં પણ અનેક ગણું મોંઘું છે. તે લાકડાના એક કિલોની કિંમત એટલી છે કે આટલા પૈસા આપીને તમે લક્ઝરી કાર ખરીદી શકો છો.

1 કિલો લાકડાની કિંમત 8 લાખ રૂપિયા  :

અમે તમને આ લાકડાની કિંમત જણાવીએ તે પહેલા ચંદનની કિંમત જાણવી જરૂરી છે. ચંદન સરેરાશ 7 થી 8 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. પરંતુ અમે તમને જે લાકડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેની સાથે આવું નથી. આફ્રિકન બ્લેકવુડ નામના આ લાકડાની કિંમત 8 હજાર પાઉન્ડ એટલે કે 7-8 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

આ વૃક્ષ 25-40 ફૂટ ઊંચું છે :

આફ્રિકન બ્લેકવુડ વૃક્ષ સરેરાશ 25-40 ફૂટ ઊંચું હોય છે. આ વૃક્ષ વિશ્વના 26 દેશોમાં જોવા મળે છે. મૂળભૂત રીતે, તમે આ વૃક્ષ આફ્રિકન ખંડના મધ્ય અને દક્ષિણ ભાગોમાં વધુ જોશો. જો આ ઝાડમાંથી તમને 5-6 કિલો લાકડું મળે તો તેને વેચીને સરસ ઘર ખરીદી શકો છો.

એક વૃક્ષ ઉગાડવામાં 60 વર્ષ લાગે છે :

આ વૃક્ષના લાકડાના ઊંચા ભાવનું એક કારણ તેની મર્યાદિત સંખ્યા છે. આ વૃક્ષ વિશ્વમાં સૌથી દુર્લભ માનવામાં આવે છે. તેના એક વૃક્ષને ઉગાડવામાં 60 વર્ષ જેટલો સમય લાગે છે. આ તમામ કારણોને લીધે તેની કિંમતો સતત વધી રહી છે. મર્યાદિત સંખ્યા અને વધુ માંગને કારણે હવે આ લાકડાની ગેરકાયદેસર દાણચોરી પણ થઈ રહી છે.

આ લાકડું અહીં વપરાય છે :

અહેવાલ મુજબ ઘણા લક્ઝરી ફર્નિચર અને કેટલાક ખાસ સંગીતનાં સાધનો એટલે કે શહનાઈ, વાંસળી અને ઘણાં સંગીતનાં સાધનો આફ્રિકન બ્લેકવુડમાંથી બનાવવામાં આવે છે. કારણ કે આ લાકડાનો ઉપયોગ ખાસ ઉત્પાદનો બનાવવા માટે થાય છે તેથી તે આટલું મોંઘું છે.

આ પણ વાંચો :-

13 માર્ચ 2023, આજનું રાશિફળ : મહાદેવ આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “હર હર મહાદેવ”

13 March 2023, Today’s Horoscope

મેષઃ
બપોર સુધી પ્રસન્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્ની સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુનઃ
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં મિશ્ર ફળ મળતુ જણાય.

કર્કઃ
આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર-જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રા‌િપ્‍ત માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ
થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ નશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ
મોજ-શોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડાંમાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલીયતથી સફળતા મળે. અધિકારનો દુરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીનાં વેપારી, ધાતુનો ધંધો કરવાવાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ
માનસિક અશાંતિ રહે. વિચારવાયુનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારું. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારનાં ધંધાર્થીઓને લાભ.

કુંભઃ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસમાં વદારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિનાં યોગ બને છે. આથી લોકોને સાલહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસનાં યોગ બને છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં તારીખે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, આ આગાહી ધ્રુજાવી નાંખશે !

0

Rain will break in these districts in

  • Gujarat Weather : હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની (Meteorological department) ગરમીને લઈને એક ભયાનક આગાહી સામે આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરાઈ છે. તો 13 અને 18 માર્ચે કમોસમી વરસાદની (Unseasonal rain) આગાહી કરાઈ છે. 13 અને 14 માર્ચે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી (Thunder storm activity) સાથે રાજ્યમાં વરસાદ રહેશે. આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધશે.

જેના કારણે કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરાઈ છે. 13 અને 14 માર્ચે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, કચ્છ, ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હિટવેવ વિસ્તારમાં બહાર ન જવા અપીલ કરાઈ છે અને જરૂરી ઉપાય કરવા અપીલ કરી છે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 માર્ચથી વાદળો બંધાશે. 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.

આ પણ વાંચો :-

વિધર્મી યુવકે યુવતીને ફસાવી : બિઝનેસમાં પાર્ટનર બનાવી 22 વર્ષીય યુવતી સાથે માણ્યું શરીરસુખ

0

The heretical young man trapped the girl

  • સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતો સનરાઈઝ ઇવેન્ટનો માલિક વસીમએ વેસુ વિસ્તારમાં રહેતી મેંદી મૂકવાનું કામ કરતી 24 વર્ષ યુવતીને નામ બદલી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.

વેસુ (Vesu) વિસ્તારમાં વિધર્મી યુવકે 24 વર્ષય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. વિધર્મી વસીમએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ લગ્નની લાલચ આપી દુષ્કર્મ (misdemeanor) આચર્યું હતું. વેસુ પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતો સનરાઈઝ ઇવેન્ટનો માલિક વસીમએ વેસુ વિસ્તારમાં રહેતી મેંદી મૂકવાનું કામ કરતી 24 વર્ષ યુવતીને નામ બદલી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં વસીમ અકરમએ પોતાના સનરાઈઝ ઇવેન્ટમાં યુવતીને ભાગીદાર પણ બનાવી હતી. યુવતીને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચારતો હતો. જોકે બાદમાં યુવતીને વિધર્મી યુવકની અસલી ઓળખની જાણ થઈ જતા યુવતીએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

27 વર્ષીય વિધર્મી વસીમ અકરમ મૂળ રાજસ્થાનનો વતની છે. લગ્ન પ્રસંગમાં મંડપ ડેકોરેશન ઇવેન્ટ મેનેજમેન્ટનો કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી વસીમએ પોતાનું નામ વાસુ હોવાનું કહી યુવતી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ પોતાના ઇવેન્ટ મેનેજમેન્ટમાં ભાગીદાર પણ બનાવ્યું હતું.

આરોપીએ વીઝીટીંગ કાર્ડમાં પણ વાસુ નામ લખાવેલું હતું. ઈવેન્ડ મેનેજમેન્ટની ઓફિસ શીફટીંગ કરતા યુવતીને આધારકાર્ડ મળતા વિધર્મી ભાંડો ફૂટ્યો હતો. આ વિધર્મી વસીમ છે ના કે વાસુ યુવતીએ ઘટનાને લઈ વેસુ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વેસુ પોલીસ મથકના પીઆઇ જણાવ્યું હતું કે ભોગ બનનારે ફરિયાદ આપી હતી કે ઉધના વિસ્તારમાં રહેતો 24 વર્ષીય વાસુ વાલડીયા ઉર્ફે અકરમ વાહિલે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હોય તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. ભોગ બનનાર મહેન્દુ મુકવાનું કામ કરે છે.

આરોપી લગ્નના ઇવેન્ટમાં મેનેજમેન્ટ નું કામ કરે છે.કોઈ પ્રસંગમાં બંને ભેગા થયા હતા. બંને સાથે મળીને ભાગીદારીમાં ઇવેન્ટ મેનેજમેન્ટ નો બિઝનેસ શરૂ કર્યો હતો. ઇવેન્ટ મેનેજમેન્ટ ની ઓફિસ બીજી જગ્યાએ બદલતા હતા. દરમિયાન ભોગ બનનાર ને આરોપીનો આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં આરોપીની સાચી હકીકત સામે આવી હતી.

આ પણ વાંચો :-