Home Blog Page 113

અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાઈપ્રોફાઈલ ડીનર પાર્ટીમાં ગોળીબારથી ચકચાર

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં હિલ્ટન હોટેલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સના ડિનર દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સુરક્ષા કર્મચારીઓએ ટ્રમ્પને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હવે, એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં, વોશિંગ્ટનની હિલ્ટન હોટેલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સનું ડિનર યોજાયું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે ડિનર કરી રહ્યા હતા ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. જો કે ગોળીબારના અવાજ બાદ સુરક્ષા કર્મચારીઓએ ટ્રમ્પને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ સાથે આ કાર્યક્રમમાં હાજર હતા.

હોલમાં ગોળીબારનો અવાજ સંભળાતા ગભરાટનો માહોલ સર્જાવા સાથે જ હોલમાં ઉપસ્થિત તમામ લોકો જીવ બચાવવા માટે ટેબલ નીચે છુપાઈ ગયા હતા. જો કે એ દરમિયાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ગોળીબાર અને ચીસો જોવા મળી રહી છે. લોકો ટેબલ નીચે છુપાઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આખા હોલમાં ગભરાટનું વાતાવરણ ફેલાયેલું છે. કેમેરા એક ટેબલ પર ફરે છે જ્યાં એક માણસ બેઠો છે, જે અવિચલિત અને શાંત લાગે છે. તે આરામથી બેઠો છે અને તેની કેક ખાઈ રહ્યો છે. તેના ચહેરા પર ડરનો કોઈ સંકેત નથી. તે ગોળીબારથી ચિંતિત નથી, પરંતુ તેના ખોરાક પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે, આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લોકો વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, “આ વાર્તા જૂની અને ઘસાઈ ગઈ છે.” મને ભોજનનો આનંદ માણવા દો. બીજાએ લખ્યું કે અંકલે યમરાજને રોકી રાખ્યો છે, તો ચાલો પહેલા કંઈક મીઠું ખાઈએ.

હર્ષ સંઘવી અને સીઆર પાટીલે કર્યું મતદાન: ગરમી વચ્ચે મથકો પર ઓછી હાજરી, સુરતમાં 3 વાગ્યા સુધી 43.52% મતદાન નોંધાયું

0

સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠક પર આજે મતદાન યોજાય રહ્યું છે. આકરી ગરમી વચ્ચે 28 લાખથી વધુ મતદારો 483 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. સુરત મનપામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટર અને SMC ચૂંટણીના ઉમેદવાર અમિતસિંહ રાજપૂતને સોશિયલ મીડિયા પર બદનામ કરી તેમની પાસે લાખોની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ ગોડાદરા પોલીસ મથકે નોંધાઈ છે.ફરિયાદ મુજબ, આરોપી અરુણ પાઠક અને તેના સાગરીત મોહન કનોજિયાએ અમિતસિંહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે ફેસબુક પર નીચા સ્તરના શબ્દો અને ફોટા પોસ્ટ કર્યા હતા. આ પોસ્ટ ડિલીટ કરવાના બદલામાં આરોપીઓએ રૂપિયા 1 લાખની માંગણી કરી હતી.

સુરતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારે ગરમી વચ્ચે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. સવારથી જ સૂર્યનારાયણ આકરા પાણીએ હોવા છતાં અને તાપમાનનો પારો ઊંચો હોવા છતાં સુરતીલાલાઓએ મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. જોકે, બપોરના સમયે આકરી લૂને કારણે મતદાનની ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ જેમ-જેમ સાંજ નજીક આવતી ગઈ અને મતદાન પૂર્ણ થવાની ગણતરીની મિનિટો બાકી રહી, તેમ મતદારોનો ધસારો વધ્યો છે. જાગૃત નાગરિકો ગરમીને માત આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્રો પર કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લોકશાહીનો આ સૌથી મોટો પર્વ, સ્થાનિક સ્વરાજ્ય 2026ની ચૂંટણીની આજે મતદાનની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે. રાજ્યભરના નાગરિકોનો આભાર માનવો પડે કે વહેલી સવારથી જ આ રાજ્યના હિતમાં, આ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા માટે વર્ષો વર્ષથી ચાલતી રાજ્યની જોડી, રાજ્યના નાગરિકો અને સૌ કાર્યકર્તાઓ એ આજે વહેલી સવારથી ફરી એકવાર આ જોડીને હજી વધુ મજબૂત બનાવવા માટે વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે.

સુરત શહેરમાં પણ આજે તમામ ક્ષેત્રોમાં મતદાન ઝડપથી થઈ રહ્યું છે અને વ્યવસ્થા પણ સરકાર દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા જે અદભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ પણ જગ્યા પર લાઈનો પણ એવી નથી લાગતી. સાથે સાથે ગરમી હોય તો ORS થી લઈને પાણીથી લઈને છાસ, લીંબુ પાણી આ બધી જ વ્યવસ્થાઓ જે અલગ અલગ જગ્યા પર કરવામાં આવી હતી જેથી સીધો મતદાતાઓ જે આવે તેને એનો લાભ મળી શકે અને કોઈ પણ પ્રકારની અગવડતા તેને ન પડે. પણ ગુજરાતની જનતા અને ટીમ ગુજરાત એ સાથે મળીને એક નવો ઇતિહાસ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરનારા લોકોને 100 એ 100 ટકા હિસાબ કરવા માટે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ સજ્જ છે.

વસ્તી ગણતરી 2027: પીએમ મોદીની ડિજિટલ નોંધણી માટે અપીલ, કહ્યું– આ માત્ર સરકારી કામ નહીં, આપણી સંયુક્ત જવાબદારી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને વિશ્વની સૌથી મોટી વસ્તીગણતરી (Census 2027) ને સફળ બનાવવા હાકલ કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, આ વખતે જનગણના પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને તેને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે.

પીએમ મોદીએ માહિતી આપી હતી કે, આ વખતે વસ્તીગણતરીનો અનુભવ સાવ અલગ હશે. ઘર-ઘર આવનારા કર્મચારીઓ પાસે મોબાઈલ એપ હશે, જેમાં તેઓ વિગતો નોંધશે. આ અભિયાન માત્ર સરકારી કામ નથી, પરંતુ દરેક ભારતીયની જવાબદારી છે.

આ વખતે સામાન્ય જનતા માટે પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. નાગરિકો હવે પોતે જ પોતાની વિગતો ડિજિટલ માધ્યમથી નોંધી શકશે. ગણતરી કર્મચારી ઘરે આવે તેના 15 દિવસ પહેલા આ સુવિધા શરૂ થશે. તમે તમારી અનુકૂળતા મુજબ વિગતો ભરી શકશો. પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમને એક ખાસ આઈડી (ID) મળશે. જ્યારે કર્મચારી ઘરે આવે ત્યારે માત્ર આ આઈડી બતાવવાથી તમારી વિગતોની પુષ્ટિ થઈ જશે, ફરીથી માહિતી આપવાની જરૂર રહેશે નહીં.

વડાપ્રધાને દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે, તેમના દ્વારા આપવામાં આવેલી તમામ જાણકારી સંપૂર્ણપણે સુરક્ષિત અને ગોપનીય રાખવામાં આવશે. અત્યાર સુધીમાં અંદાજે 1 કરોડ 20 લાખ પરિવારોના મકાનના લિસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પીએમ મોદીએ અંતમાં અપીલ કરી હતી કે, આવો, આપણે સૌ સાથે મળીને આ પ્રક્રિયામાં ભાગ લઈએ અને દેશના વિકાસ માટે સચોટ માહિતી પૂરી પાડીએ.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં દુઃખદ ઘટના: મતદાન કેન્દ્ર પર 65 વર્ષીય વૃદ્ધાનું મોત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદારો મતદાન કરી રહ્યા છે. લોકો પોતાના કિંમતી મત આપવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે. ત્યારેપાટણની બી. એમ. સ્કૂલના મતદાન કેન્દ્ર પરની ઘટના સામે આવી છે. મતદાન દરમિયાન મતદારનું મોત થયું છે. હાર્ટ અટેકના હુમલાથી મતદારનું મોત થયા હોવાનું સામે આવ્યું છે. 65 વર્ષીય કમળાબેન અનિલકુમાર સોલંકી નામના વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત થયું છે. વૃદ્ધાની તબિયત નાજુક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ.

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત મતદાન શરુ છે, ત્યારે સ્થાનિક સ્વરાજના મતદાન પર ચૂંટણી પંચની ચાંપતી નજર રાખી રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં આચારસંહિતા ભંગ સહિતના મુદ્દે અત્યારસુધી 26 ફરિયાદ મળી છે. અનેક જગ્યાએ મતદાર યાદીમાં નામ નહી હોવા અંગે પણ ફરિયાદ મળી છે.રાજ્યભરમાં કેટલીક જગ્યાએ EVM ખોટકાયાની પણ ફરિયાદો મળી છે.

એક બાજુ દિવ્યાંગ વ્યક્તિથી લઈ 107 વર્ષના વૃદ્ધાએ મતદાન કરી રહ્યા છે. મહાનગરપાલિકાના મતદાન માટે લોકો ની લાંબી લાઈનો લાગી છે. તો ક્યાંક ખુબ ઓછી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી, તાપીમાં ભાજપના બે જૂથ વચ્ચે ઘર્ષણ

આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અપશબ્દો બોલતા નજરે પડે છે. આ ઘટનાને પગલે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, મામલો બિચકતા વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

બપોરે 3 વાગ્યા સુધીની મહાનગરપાલિકાઓમાં મતદાનની ટકાવારી

મહાનગરપાલિકાનું નામમતદાનની ટકાવારી (%)
વાપી53.74%
નવસારી50.71%
મોરબી50.34%
નડીયાદ49.15%
મહેસાણા46.90%
કરમસદ-આણંદ44.58%
સુરત42.51%
ભાવનગર39.56%
સુરેન્દ્રનગર39.41%
રાજકોટ37.65%
જામનગર37.18%
વડોદરા36.08%
અમદાવાદ34.75%
ગાંધીધામ30.12%
પોરબંદર29.85%

સુરતમાં વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલમાં સૌથી વધુ 10.14 ટકા મતદાન થયું

સુરતમાં વહેલી સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાતાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકામાં સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન સરેરાશ 6.89 ટકા મતદાન નોંધાયું છે.

વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલમાં સૌથી વધુ 10.14 ટકા મતદાન થયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડીમાં નોંધાયું છે, જ્યાં માત્ર 3.9 ટકા મતદાન થયું છે. બીજી તરફ વોર્ડ નંબર 25 ઉધના યાર્ડમાં પુરુષ મતદારોમાં સૌથી વધુ 11.6 ટકા મતદાન નોંધાયું છે. ઉપરાંત વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલમાં મહિલાઓ દ્વારા 8.68 ટકા મતદાન થયું છે. કુલ મળીને 30 વોર્ડમાં પુરુષ મતદારોનું સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 25માં અને મહિલાઓનું સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 19માં નોંધાયું છે, જે શહેરમાં મતદાન પ્રત્યેની સક્રિયતા દર્શાવે છે.

Gujarat Local Body Election 2026: ગરમી વધે તે પહેલાં મતદાન, આકરા તાપથી બચવા મતદારો સવારથી જ મતદાન કેન્દ્રો પર ઉમટ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 41 થી 44 ડિગ્રી સુધીની આકરી ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી હોવા છતાં, મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે તાપમાનનો પારો આસમાને પહોંચશે તેવી શક્યતાને જોતા લોકો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટી પડ્યા છે.

હવામાન નિષ્ણાતોએ કરેલી આગાહી મુજબ આજે આકરો તાપ પડવાનો છે. આ સ્થિતિને સમજીને જાગૃત નાગરિકો સવારે 7 વાગ્યાથી જ લાઈનોમાં ઉભા રહી ગયા છે. લોકોનો એક જ સૂર છે કે ગરમીનું જોર વધે તે પહેલા જ પોતાનો કિંમતી મત આપી દેવો હિતાવહ છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ વહેલા મતદાનને પ્રાધાન્ય આપી રહ્યા છે.

ગરમીના પ્રકોપને જોતા ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસને મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરી છે.દરેક મતદાન મથક પર પ્રાથમિક સારવારની કીટ અને આરોગ્ય કર્મચારીઓ હાજર રખાયા છે. ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે મતદારો માટે ઠંડા પીવાના પાણી અને ORS ના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લાંબી કતારોમાં ઉભેલા મતદારોને સીધા તાપથી બચાવવા માટે મંડપ અને શેડ બાંધવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પશ્ચિમી પવનોના કારણે અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજ્યના અનેક શહેરોમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું હોવાથી તંત્ર કોઈ પણ જોખમ લેવા માંગતું નથી.

ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે? અંબાલાલ પટેલે જાહેર કરી ચોક્કસ તારીખ

ગુજરાત સહિત દેશભરમાં હાલ ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર મળ્યા છે. નવી આગાહીઓ મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું વહેલું દસ્તક આપી શકે છે.સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 18થી 25 મે દરમિયાન ચોમાસું પહોંચી શકે છે, જ્યારે કેરળમાં તે 25 મેની આસપાસ પ્રવેશ કરવાની સંભાવના છે.

યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના ડેટા મુજબ, મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનોની નબળી સ્થિતિ અને પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલના કારણે ચોમાસું વહેલું આવી શકે છે. જોકે, આ વર્ષે કુલ વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 28 એપ્રિલથી મેની શરૂઆત વચ્ચે પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ શરૂ થવાની સાથે પવન અને ગાજવીજ સાથે અચાનક વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. અંબાલાલ પટેલના અંદાજ મુજબ, ગુજરાતમાં 8થી 15 જૂન વચ્ચે ચોમાસું પ્રવેશી શકે છે.

સુરતમાં વોર્ડ નંબર 21માં બુથ નંબર 88માં EVM ખોટકાયુ

રાજ્યભરમાં આજે ખરાખરીનો જંગ યોજાશે. આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયુ છે. ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે. આ સિવાય જો કોઈ પોલિંગ સ્ટેશન ઉપર ફેરમતદાનની જરૂર પડશે તો તે 27મી એપ્રિલના રોજ યોજાશે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 21ના બુથ નંબર 88માં EVM મશીન અચાનક બંધ પડી ગયું હોવાની ઘટના સામે આવી છે. મશીન બંધ થતા મતદાન કરવા આવેલા મતદાતાઓને થોડો સમય હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તંત્ર દ્વારા તાત્કાલિક સ્થિતિને સંભાળવામાં આવી અને અન્ય વિકલ્પ તરીકે નવા EVM મશીનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્થળ પર પહોંચી મતદાન પ્રક્રિયા ફરીથી સુચારુ રીતે ચાલુ રહે તે માટે કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતમાં 15 મનપાના 261 વોર્ડની 1044 બેઠકો પર ચૂંટણી

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે વ્યાપક સ્તરે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1,044 બેઠકો, 84 નગરપાલિકાના 656 વોર્ડની 2,624 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠકો તેમજ 260 તાલુકા પંચાયતની 5,234 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપે તમામ 9,292 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસના 8,443 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 5,261 ઉમેદવારો પણ મેદાનમાં ઉતરી ચૂંટણી જંગને રોમાંચક બનાવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ફરજમાં બેદરકારી બદલ પાંચ અધિકારીઓ સસ્પેન્ડ

0

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત ગેરવર્તણૂક અને નિષ્પક્ષતા જાળવવામાં નિષ્ફળતા બદલ ચૂંટણી પંચે પાંચ પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં ડાયમંડ હાર્બરના અધિક પોલીસ અધિક્ષક સંદીપ ગરાઈ, સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી સજલ મંડલ, ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર મૌસમ ચક્રવર્તી, ફાલતા ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર અજય બાગ અને ઉસ્થી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી સુભેછા બાગનો સમાવેશ થાય છે.