Home Blog Page 1022

૨૪ જુલાઈ / આવકમાં વધારો, રોજગારીની ઉત્તમ તકો.. આજે કઈ-કઈ રાશિના જાતકોના ખુલી જશે બંધ કિસ્મતના દરવાજા, જાણો રાશિફળ

મેષઃ

શા‌રી‌રિક અને માન‌સિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પ‌રિ‌સ્થિ‌તિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગ‌તિ, માન સન્માનમાં વદારો થાય. શરદી,ખાંસીનો ઉપદ્રવા રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ ‌

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આ‌‌ર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પ‌રિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધા‌ર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પછી આરોગ્ય સાચવવું.

મિથુનઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે- ધંધાકીયક્ષેત્રે યોગ્ય ‌નિર્ણય લઈ શકાય. સ્થાવર જંગમ ‌મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.

કર્કઃ

ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાં‌તિ જળવાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીય ક્ષેત્રે ‌વિશ્વાસઘાત ન થાય એની સાવધાની રાખવી.

‌સિંહઃ ‌

સિદ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પ‌રિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ ‌મિલકત અંગે લીધેલા ‌નિર્ણયો ફળદાયી નીવડે, સંતાન સંબંધી ‌ચિંતા રહે. ‌નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ‌ચિંતા રહે.

કન્યાઃ

મન ચંચળ રહે. ‌વિચારો વધારે આવતા જણાય. આ‌‌ર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મલી રહ્યો છે. સ્ત્રીવર્ગથી લાભ આરોગ્ય સાચવવું. ખેંચ-વાઈના દર્દી માટે ‌વિશેષ કાળજી જરૂરી છે.

તુલાઃ

ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પ‌રિવારના સભ્યો સાથે શાં‌તિથી કામ લેવું. અગત્યના આ‌‌ર્થિક ‌નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પ‌રિ‌સ્થિ‌તિમાં સુધારો થતો જણાય.

વૃ‌શ્ચિકઃ

લક્ષ્મીની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ ‌મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. ‌મિત્રોન લાભ સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.

ધનઃ

કાર્યક્ષેત્રે સફળતા, યશ પ્ર‌તિષ્ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ ‌દિવસ પ‌ત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં પ્રગ‌તિ અનુભવી શકાય. ‌મિત્રોનો સાથ સહકાર મળે સ્વાસ્થય સારં રહેશે.

મકરઃ

ભાગ્ય બળવાન છે. આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધા‌ર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભ‌તિ થાય. હાડકા, કમરના દુઃખાવાતી સાચવવું.

કુંભઃ

ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની ‌કિંમત સમજવી જરૂરી છે. શેરબજાર તથા પ્રોપર્ટીના કાર્યોમાં લાભ સંતાન સાથે વાદ ‌વિવાદ ટાળવા ‌હિતાવહ શરદી,ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક ‌વિચારો ટાળવા. સાંજ પછી સુધારો જણાય.

મીનઃ

મનોબળ વધાવને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શ‌ક્તિનો સંસાર થાય. નાણાંની સરળતા વર્તાય. પ‌ત્નિ સાથે આનંદ, પ્રેમી પાત્રનું ‌મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્ય કરતી વ્ય‌ક્તિને ‌વિશેષ સફળતા, આરોગ્ય જળવાશે.

આ પણ વાંચો :-

એક સમયે માત્ર ૨૫૦ રૂપિયા કમાતો હતો, આજે છે બોલિવૂડનો હાઈએસ્ટ પેઈડ એક્ટર !

  • ઘણા સ્ટાર્સ એક ફિલ્મ માટે એટલી તોતિંગ ફી લે છે કે તેના વિશે જાણીને પણ તમે ચોંકી જશો. પરંતુ શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે તેઓને કમાવાના નામે માત્ર નામના પૈસા મળતા હતા. જાણો આવા જ એક અભિનેતા વિશે જેની પહેલી સેલેરી માત્ર ૨૫૦ રૂપિયા હતી.

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની એક ફિલ્મની ફી કરોડો રૂપિયા છે. આ સ્ટાર્સ બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આ સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક એવો સ્ટાર છે જેની પ્રથમ સેલેરી માત્ર ૨૫૦ રૂપિયા હતી. શું તમે જાણો છો આ સ્ટાર કોણ છે અને કેવી રીતે આ સ્ટાર બન્યો બોલિવૂડનો સૌથી વધુ કમાણી કરનાર એક્ટર.

No description available.

આટલા કરોડ લે છે ફીસ  :

આ અભિનેતાએ અનેક ફિલ્મોમાં ઉત્તમ અભિનયનો પરિચય આપ્યો છે. કેટલીક એવી ફિલ્મો છે જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મોમાં સંજય દત્તની બાયોપિક ‘સંજુ‘ ફિલ્મ પણ સામેલ છે. આ એક્ટર બીજું કોઈ નહીં પણ રણબીર કપૂર છે. થોડા સમય પહેલા રણબીર કપૂરે પોતાના ઈન્ટરવ્યુમાં પોતાની પહેલી સેલેરી અંગે ખુલાસો કર્યો હતો.

રણબીર કપૂરે કહ્યું હતું કે તેનો પહેલો પગાર ૨૫૦ રૂપિયા હતો. તેને આ પૈસા ફિલ્મ ‘પ્રેમગ્રંથ’માં આસિસ્ટ કરવા માટે મળ્યા હતા. આ ફિલ્મમાં ઋષિ કપૂર લીડ રોલમાં હતા. અભિનેતાએ કહ્યું કે તેણે આ પૈસા તેની માતા નીતુ કપૂરને આપ્યા હતા. જેને જોઈને તે રડી પડી હતી.

No description available.

શાહરૂખ અને સલમાન ખાન પછી પેઢીના સફળ કલાકારોની યાદીમાં રણબીર કપૂરનો સમાવેશ થાય છે. રણબીર કપૂર અભિનયમાં ઉત્તમ છે અને તેથી જ તેને ક્યારેય નેપોટિઝમ માટે ટ્રોલ કરવામાં આવ્યો નથી. ફીની વાત કરીએ તો રણબીર કપૂરે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ માટે લગભગ ૨૫ થી ૩૦ કરોડ રૂપિયા લીધા હતા. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મ હિટ થતાં જ એક્ટરે પોતાની ફી વધારી દીધી છે.

હાલમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘એનિમલ‘ને લઈને ચર્ચામાં છે. પહેલા આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ હવે તે ૧ ડિસેમ્બરે રિલીઝ થશે. રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદાના આ ફિલ્મમાં લીડ રોલમાં છે.

આ પણ વાંચો :-

મણિપુરમાં ફરી હિંસા ભડકી, બે જૂથો વચ્ચે થયો ગોળીબાર ! ૮૦થી વધુ દિવસોથી સળગી રહ્યું છે આ રાજ્ય

0
  • મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. બિષ્ણુપુર જિલ્લામાં શનિવારે મોડી સાંજે બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. મહિલાઓએ રસ્તા રોક્યા અને ટાયરો સળગાવી દીધા.

મીડિયા અહેવાલો અનુસાર કુકી સમુદાયના સોથી વધુ લોકોએ બિષ્ણુપુર જિલ્લાના ટ્રોબુંગ ગ્રામ પંચાયતમાં મેઈતેઈ સમુદાયના કેટલાક ઘરો અને એક શાળાને સળગાવી દીધી હતી. સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. કુમ્બી સનસમના બીજેપી ધારાસભ્ય પ્રેમચંદ્ર સિંહે કહ્યું કે આ બધા ચુરાચંદપુર જિલ્લામાંથી આવ્યા હતા અને અચાનક હુમલો કર્યો.

મણિપુરમાં ૮૦ દિવસથી વધુ સમયથી વંશીય હિંસા ચાલી રહી છે. જેમાં ૧૫૦થી વધુ લોકોના મોત થયા છે. તાજેતરમાં કુકી સમુદાયની બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર પરેડ કરવાનો વીડિયો સામે આવ્યો હતો. જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

પોલીસે શનિવારે મહિલાઓના કપડાં ઉતારવા અને તેમના પર સામૂહિક બળાત્કાર કરવાના કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી એક ૧૯ વર્ષનો છે અને બીજો કિશોર છે. આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ છની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ૨૦ જુલાઈએ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

સામૂહિક બળાત્કાર અને હત્યાના અન્ય કેસમાં કેસ :

એક અલગ ઘટનામાં એક આદિવાસી મહિલાએ સૈકુલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે કે ૪ મેના રોજ એક ટોળું તેના ઘરમાં ઘુસી ગયું હતું અને તેની 21 વર્ષની પુત્રી અને ૨૪ વર્ષીય મિત્ર સાથે લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેની નિર્દયતાથી હત્યા કરી હતી.

મણિપુરમાં હિંસા ૩ મેના રોજ રાજ્યની રાજધાની ઈમ્ફાલથી લગભગ ૬૩ કિમી દક્ષિણે આવેલા ચુરાચંદપુર જિલ્લામાં શરૂ થઈ હતી. આ જિલ્લામાં કુકી આદિવાસીઓ વધુ છે. ૨૮ એપ્રિલે ધી ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે સરકારી જમીન સર્વેક્ષણના વિરોધમાં ચુરાચંદપુરમાં આઠ કલાકના બંધની જાહેરાત કરી હતી.

થોડી જ વારમાં આ બંધે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તે જ રાત્રે બદમાશોએ તુઇબોંગ વિસ્તારમાં વન વિભાગની ઓફિસને આગ ચાંપી દીધી હતી. ૨૭-૨૮ એપ્રિલની હિંસામાં મુખ્યત્વે પોલીસ અને કુકી આદિવાસીઓ સામ સામે હતા.

આ પણ વાંચો :-

અમદાવાદમાં વરસાદ બાદ ચોતરફ વાહનોના ઢગલા, પાણીમાં ફસાયેલા લોકો જગ્યા પર જ વાહનો છોડીને નીકળ્યા હતા

0
  • ગઈકાલે રાત્રે ૨ કલાકના અનરાધાર વરસાદથી અમદાવાદ શહેર પાણી પાણી થઈ ગયું હતું. મહાનગર પાલિકાની મહેરબાનીથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા હતા. લોકોના ઘરો સુધી પાણી પહોંચતા લોકો હેરાન પરેશાન થયા હતા.

અમદાવાદમાં વરસાદ બાદ ભરાયેલા પાણીને કારણે અનેક વાહનો ખોટકાયા હતા. તો આજે સવારથી જ શહેરના અનેક બ્રિજ પાસે બંધ વાહનોનો ખડકલો જોવા મળ્યો. ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈ કાલે પડેલા વરસાદ બાદ ઠેર ઠેર વાહનોને નુકસાની થઈ છે. AEC બ્રિજ પ્રાસે કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. બે કાર જુદી જુદી જગ્યાએ ડિવાઈડર ઉપર ચડી ગઈ. તો રાતે પાણીમાં ફસાયેલા લોકોને વાહનો સ્થળ ઉપર જ છોડી પગપાળા ઘરે જવાની ફરજ પડી હતી.

અમદાવાદમાં ગઈ કાલે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર વાહનો ખાડામાં ફસાયાના દ્રશ્યો આજે સવારે જોવા મળ્યા. સુધારા સર્કલ પાસે કાર ખાડામાં ફસાઈ હતી. ખાડામાં ફસાયેલી કાર બહાર ન નીકળતા કારચાલકે ગાડી સ્થળ ઉપર જ મુકવી પડી હતી. રોડના અધૂરા કામને કારણે કાર ફસાઈ.

શહેરમાં ગઈકાલના સાંબેલાધાર વરસાદ બાદ અસર સામે આવી રહી છે. ભારે વરસાદ બાદ શહેરમા નુકશાનીના દ્રશ્યો સામે આવ્યા. કર્ણાવતી ક્લબ સામે પડેલા ભુવાના રીપેરીંગ બાદ ટ્રક રોડમાં બેસી ગઈ. જેથી અવરજવર માટે રસ્તો બંધ હોવા છતાં ટ્રક ચાલકે નીકળવાનો પ્રયાસ કરતા પાછલા ટાયર રોડમાં ખૂંપ્યા છે.

શહેરમાં ગઈકાલના સાંબેલાધાર વરસાદ બાદ અસર સામે આવી રહી છે. મોટાભાગના રોડ પર ભરાયેલા પાણી ઉતાર્યા છે પણ કેટલીક સોસાયટીઓમાં પાણી યથાવત છે. વેજલપુરની શ્રીનંદનગર વિભાગ ૧ સોસાયટીમાં હજીપણ ઘૂંટણ સુધીના પાણી છે. રોડના લેવલ કરતા સોસાયટી નીચાણમાં હોવાથી પાણી નિકાલમાં મુશ્કેલી આવી રહી છે. સોસાયટીએ વસાવેલા ડિવોટરિંગ પમ્પની મદદથી પાણી નિકાલની કામગીરી યથાવત છે.

ઈસ્કોનથી બોપલ જતા અંતરિક્ષ કોલોની પાસે ક્રેન ફસાઈ છે. તો ગઈ કાલે વરસાદના કારણે ઠેર ઠેર વાહનો ફસાયા. ક્રેનને કોર્ડન કરવામાં આવી. ક્રેન ખાડામાં ફસાતા ડ્રેનેજ ચેમ્બર પણ તૂટી ગયેલી જોવા મળી. હાલ ક્રેનને બહાર કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી.

આ પણ વાંચો :-

અમદાવાદ અકસ્માત : નબીરા તથ્ય પટેલે ૧૫ દિવસ પહેલા થારનો અકસ્માત કર્યો હતો, પૈસા આપી…

0
  • શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને લોકોને અટફેટે લેનારા નબીરા તથ્ય પટેલના એકબાદ એક કાંડ સામે આવી રહ્યા છે. ગુરુવારે મધરાતે બ્રિજ પર જગુઆર કારની ટક્કરમાં ૯ લોકોના મોત થઈ ગયા.

તથ્ય પટેલે ઘટનાના ૧૫ દિવસ પહેલા જ સીંધુ ભવન રોડ પર થાર કાર વડે અકસ્માત સર્જ્યો હતો, જોકે તે સમયે સમાધાન થઈ જતા કાફે માલિક ફરિયાદ નોંધાવી હતી. હવે આ અકસ્માતના સીસીટીવી સામે આવતા પોલીસે વધુ એક ગુનો નોંધ્યો છે.

ગત ૩ જુલાઈના રોજ વહેલી સવારે ૬ વાગ્યે એસ.જી હાઈવે ઉપર ગોગા મહારાજ મંદિરથી જમણી બાજુ ટર્નિંગમાં રોડ પર આવેલા મૂવ કાફેની દિવાલમાં થાર જીપ ઘુસી ગઈ હતી. અકસ્માતની ઘટનાનો સીસીટીવી પણ સામે આવ્યો હતો. થાર કાર વહેલી સવારે અચાનક દિવાલમાં ઘુસી જાય છે. બાજુમાં જ એક ભાઈ બેઠેલા છે અને તેઓ બચી જાય છે. જો કાર દિવાલની જગ્યાએ તેમના પર ચડી ગઈ હોત તો તેમના જીવને પણ જોખમ ઊભું થયું હોત.

આ ઘટનાની પોલીસને પણ જાણ થઈ હતી. પરંતુ અમુક પોલીસ કર્મચારીની મધ્યસ્થીથી આ અંગે સમાધાન કરાયું હતું અને તથ્ય પટેલે બીજા દિવસે રૂ.૪૦ હજાર ચૂકવી દેતા રેસ્ટોરન્ટના માલિકે ફરિયાદ નોંધાવી હતી. જોકે ઘટનાના સીસીટીવી સામે આવતા હવે એસ.જી-૧ ટ્રાફિક પોલીસે પણ તથ્ય પટેલ સામે ગુનો નોંધ્યો છે.

ત્યારે સવાલ એ થાય છે કે જો અગાઉના અકસ્માતમાં સમાધાન ન થયું હોત અને પોલીસ ફરિયાદ થઈ હોત તો નબીરાને પ્રયાસ ન કર્યો હોત તો ઈસ્કોન બ્રિજ પર ૯ જેટલા નિર્દોષ લોકોના જીવ કદાચ બચી ગયા હોત. આમ માત્ર ૨૦ દિવસના સમયગાળામાં જ તથ્ય પટેલે પહેલા થાર અને પછી જગુઆર કાર વડે બે-બે અકસ્માતો સર્જ્યા.

આ પણ વાંચો :-

 

જૂનાગઢમાં ભારે વરસાદ વચ્ચે મગરની બિન્દાસ્ત રોડ પર એન્ટ્રી : જુઓ વિડીયો

0
  • ભારે વરસાદને કારણે ભવનાથની વિશાળતામાં અંધારી રાત્રીના સમયે ભયાનક મગર જોવા મળ્યો છે. મગરે રસ્તા પર એવી બિન્દાસ્ત ચાલ ચાલી હતી કે જેને જોતા જ લોકોને ભયભીત કરી દીધા હતા.

વાઘેશ્વરી મંદિર પાસે આ મગર જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ભવનાથ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુશળધાર વરસાદે ઘણા રસ્તાઓ સુમસાન બનાવી દીધા હતા અને ભવનાથના વિસ્તારો દૂર-દૂર સુધી પાણી ભરાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં આ સમયે લોકો માટે ટ્રાફિકનો સામનો કરવો મુશ્કેલ બની રહ્યો છે.

આ ભયંકર વાતાવરણ વચ્ચે, એક ઘટના સામે આવી, જ્યાં વિશાળ મગર અંધારી રાત્રિના કાળા રસ્તાઓ પર પહોંચી ગયો હતો. નિષ્ણાંતોના મતે આ વરસાદી ઋતુમાં જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાંથી મગરો બહાર આવી ગયા હોવાનું માનવામા આવે છે. જેના કારણે લોકોમાં ભય અને મૂંઝવણનું વાતાવરણ વધી ગયું છે.

વાઘેશ્વરી મંદિર પાસે જોવા મળેલા આ મગરે રસ્તા પર વધતા પાણી દરમિયાન લોકોના દિલમાં ડર જગાવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને પર્યટકો ચિંતાતુર બની ગયા છે અને તેઓ પોતાની સુરક્ષાની પૂરેપૂરી કાળજી લઈ રહ્યા છે. તજજ્ઞોનું માનવું છે કે જ્યારે આવી રીતે ધસમસતા વહેણ હોય છે.

ત્યારે મગરને તેમાં પોતાની જાતને સતત લડતી રાખતા એનર્જીની જરૂર વધારે પડતી હોય છે. પોતાની એનર્જી બચાવવા ઘણી વાર તેઓ બહાર આવી જતા હોય છે અને શક્ય હોય તો તળાવ જેવા શાંત પાણીમાં જવાનું પસંદ કરતા હોય છે.

આ પણ વાંચો :-

જુનાગઢમાં પોલીસે પૂરના પાણીમાં કરેલી આ રેસ્ક્યૂ કામગીરીને સલામ, ચારેતરફ તારાજીના દ્રશ્યો જુઓ આ તસવીરોમાં

0
  • જૂનાગઢમાં આભ ફાટ્યું. જૂનાગઢમાં ચારેય તરફ પાણી પાણી. જૂનાગઢમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા. જૂનાગઢમાં અનેક કાર પાણીમાં તણાઈ જૂનાગઢ પંથકમાં બારે મેઘ ખાંગા.

જૂનાગઢના વંથલી પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું. વાડલા ફાટક પાસે એક મહિલા માતાજીની મૂર્તિ મુકીને આવવા તૈયાર ન હતા. પોલીસે માતાજીની મૂર્તિ સાથે મહિલાનું રેસક્યૂ કરી સલામત સ્થળે લઈ જવાઈ.

જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ. ધસમસતા પાણીના પ્રવાહે લોકોને ધ્રુજાવ્યા. ધસમસતા પ્રવાહમાં અનેક કાર-બાઈકો તણાયા. જૂનાગઢમાં મોંઘી ગાડીઓ રમકડાંની જેમ તણાઈ. ધસમસતાં પાણી વચ્ચે જ અનેક લોકો ફસાયા. રસ્તા પરથી ધસમસતી નદીઓ વહી.

જૂનાગઢમાં આવેલા પૂરમાં ભારે ખાના ખરાબી સર્જાઈ. દુરવેશ નગર ખાતે રહેતા વિનોદભાઈ પૂરમાં તણાયા હતા. પૂરથી બચવા તેઓએ લીધો ગાડીનો લીધા આશરો. ગાડી પણ પાણીના પ્રવાહમાં વેહવા લાગી. સતત બે કલાક સુધી તેઓ પાણીના પ્રવાહ સાથે ઝઝુમતા રહ્યાં. સ્થાનિકોએ વિનોદભાઈનો બચાવ્યો જીવ.

આ પણ વાંચો :-

 

અચાનક પૈસાની જરૂર પડે તો પર્સનલ લોન લેવી કે ગોલ્ડ લોન ? જાણો કયો વિકલ્પ છે શ્રેષ્ઠ 

0
  • પૈસાની જરૂર હોય ત્યારે લોન લેવા સિવાય પાસે કોઈ વિકલ્પ બચતો નથી. આવી સ્થિતિમાં બે પ્રકારની લોન ધ્યાનમાં આવે છે પર્સનલ લોન અને ગોલ્ડ લોન. ચાલો જાણીએ બંનેમાંથી કઈ લોન લેવી જોઈએ.

વડીલો કહેતા હતા કે સોનું માત્ર સોનું નથી. તે તમારી મૂડી છે. તે તમને કોઈપણ ખરાબ પરિસ્થિતિમાં મદદ કરે છે અને તમારે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી. ઘણી વખત આવા અણધાર્યા સંજોગો ઉભા થાય છે કે આપણને પૈસાની જરૂર હોય છે અને લોન લેવા સિવાય પાસે કોઈ વિકલ્પ બચતો નથી.

આવી સ્થિતિમાં, ફક્ત બે પ્રકારની લોન જ ધ્યાનમાં આવે છે એક પર્સનલ લોન અને બીજી ગોલ્ડ લોન. આજે અમે તમને જણાવીશું કે પર્સનલ લોન અને ગોલ્ડ લોન વચ્ચે કઈ લોન સારી છે? સૌ પ્રથમ તો એ સમજીએ કે ગોલ્ડ લોન શું છે?

ગોલ્ડ લોન શું છે?

ગોલ્ડ લોન એ એક પ્રકારની લોન છે જેમાં તમારે તમારું સોનું અથવા સોનાના ઘરેણાં ગીરવે રાખવાના હોય છે. સામાન્ય રીતે સોનાની બજાર કિંમત અને સોનાની ગુણવત્તાના આધારે કુલ સોનાની કિંમતના 75% -80% સુધી લોન આપવામાં આવે છે. લોનની રકમ (LTV) રેશિયોના આધારે ગણવામાં આવે છે.

તમે તમારી ગોલ્ડ લોન માસિક હપ્તાઓ દ્વારા ચૂકવી શકો છો. એકવાર લોનની ચુકવણી થઈ જાય પછી શાહુકાર તમારા દ્વારા જમા કરાયેલું સોનું પરત કરે છે. મોટાભાગના લોકો મૂંઝવણમાં છે કે ગોલ્ડ લોન સિક્યોર્ડ છે કે અનસિક્યોર્ડ લોન?

ગોલ્ડ લોન લેવાના ફાયદા :-

– હોમ લોન અથવા કાર લોન જેવી લોનથી વિપરીત, ગોલ્ડ લોનના અંતિમ ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી.

– મોટાભાગની બેંકો અને નાણાકીય સંસ્થાઓ પોસાય તેવા વ્યાજ દરે ગોલ્ડ લોન આપે છે.

– લોનની મંજૂરી અને પ્રક્રિયા ઝડપી અને મુશ્કેલી મુક્ત છે.

– ગોલ્ડ લોન મેળવવા માટે તમારો ક્રેડિટ સ્કોર સારો છે કે ખરાબ તેનાથી કોઈ ફરક પડતો નથી.

ગોલ્ડ લોન લેવાના ગેરફાયદા :-

– ગોલ્ડ લોનની એક મોટી ખામી એ છે કે જો તમે લોન ચૂકવવામાં અસમર્થ છો, તો બેંક અથવા નાણાકીય સંસ્થાને તેના પૈસા વસૂલવા માટે તમારું સોનું વેચવાનો કાનૂની અધિકાર છે.

– બીજું, જ્યારે તમે ગોલ્ડ લોન લો છો. ત્યારે LTV રેશિયો ધિરાણકારો મુજબ અલગ અલગ હોય છે.

– તમે ગીરવે મૂકેલા સોનાના મૂલ્યના મહત્તમ 80% સુધી મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારા સોનાની બજાર કિંમત 5 લાખ રૂપિયા છે, તો તમને માત્ર 4 લાખ રૂપિયાની જ લોન મળશે.

ગોલ્ડ લોન vs પર્સનલ લોન – કઈ લોન સારી?

પર્સનલ લોન અને ગોલ્ડ લોન વચ્ચેની પસંદગી સંપૂર્ણપણે તમારી જરૂરિયાતો અને નાણાકીય પ્રોફાઇલ પર આધારિત છે. ખરાબ ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો માટે ગોલ્ડ લોન આદર્શ છે. તેમની પાસે સોનું રાખીને પૈસા લેવાનો છેલ્લો વિકલ્પ છે. જો કે, જો તમારી પાસે ગીરવે રાખવા માટે સોનું નથી. તો તમારા માટે પર્સનલ લોન વધુ સારી રહેશે.

ઉપરાંત જો તમને તમારી લોન ચૂકવવા માટે લાંબા સમયની મુદતની જરૂર હોય, તો વ્યક્તિગત લોન એ વધુ સારો વિકલ્પ હશે. જો કે તમને ઓછા સમયમાં તમારી લોન ચૂકવવાનો વિશ્વાસ હોય તો ગોલ્ડ લોન એ વધુ સારો વિકલ્પ છે.

ગોલ્ડ લોન અને પર્સનલ લોન વચ્ચે કેવી રીતે પસંદગી કરવી?

ગોલ્ડ લોન vs પર્સનલ લોન હંમેશા લેનારાઓને મૂંઝવણમાં મૂકે છે. ગોલ્ડ લોન એ સુરક્ષિત લોન છે, તેથી તેમાં વ્યાજ દર ઓછો છે. બીજી તરફ પર્સનલ લોનનો વીમો લેવામાં આવે છે. તેથી ગોલ્ડ લોનની સરખામણીમાં પર્સનલ લોન પરના વ્યાજ દરો વધુ હોય છે. આ સિવાય ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ ઓછા છે, જ્યારે પર્સનલ લોનમાં આ ચાર્જીસ પ્રમાણમાં વધારે છે.

આ પણ વાંચો :-

કુદરતના કહેર સામે કાળા માથાનો માનવી બન્યો લાચાર, તસ્વીર છે જાગતો પુરાવો

0
  • શહેરમાં પાણીનો પ્રવાહ એટલો ધસમસતો છે કે જ્યાં તો કોઈની દિકરીના પપ્પા તણાતા જોવા મળે છે તો ક્યાંક કોઈના દાદા-દાદી. પાણી જોર સામે માનવનું જોર ટકી શકતું નથી. 

વરસાદ તો તમે ખૂબ જોયા હશે પણ અત્યારે જુનાગઢમાં જે રીતે વરસાદના લીધે દ્વશ્યો સામે આવ્યા છે. જેને જોતા એમ લાગી રહ્યું છે કે જાણે કોઈ ડેમ તૂટ્યો હોય કે નદીમાં પૂર આવતાં પાણી શહેરમાં તારાજી સર્જી રહ્યું હોય. ગિરનાર પર્વત પર ૧૪ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના પાણી જુનાગઢની ગલીઓમાં ફરી વળ્યા છે. જેના લીધે તારાજીના દ્વશ્યો સર્જાયા છે. આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું છે.

શહેરમાં જ્યાં પણ નજર પડે ત્યાં રમકડાંની માફક કાર અને વ્હીકલ તણાતા જોવા મળી રહ્યા છે. દુકાનો અને ઘરોમાં પાણી ફરતાં સ્થાનિકો રહીશો લાચાર બન્યા છે. કોઈની રોજી રોટી છિનવાઈ ગઈ છે તો છત તણાઈ ગઈ છે.

શહેરમાં પાણીનો પ્રવાહ એટલો ધસમતો છે કે જ્યાં તો કોઈની દિકરીના પપ્પા તણાતા જોવા મળે છે તો ક્યાંક કોઇના દાદા-દાદી. પાણી જોર સામે માનવનું જોર ટકી શકતું નથી. આવા તો અનેક દ્વશ્યો છે જેને જોઇને લાગી રહ્યું છે કે કુદરત સાથે કાળા માથાનો માનવી લાચર બની ગયો છે.

જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક ભયાનક વીડિયો તમારા રૂવાડા ઉભા કરી દેશે. ‘દીદી પપ્પા તણાયા, દીદી પપ્પા તણાયા’, મહિલાઓની ચીસાચીસ, આધેડ-બાપા તણાયા સહિતના અનેક કિસ્સાઓના વીડિયો સામે આવ્યા છે. ‘દીદી પપ્પા તણાયા, દીદી પપ્પા તણાયા’ બૂમો પાડી પણ કોઈ બચાવી ન શક્યું.

તો બીજી તરફ એક દાદા અને દાદી પાણીના ધસમતા પ્રવાહ સામે હિંમત હારી જતાં તણાતા જોવા મળે છે. જોકે હાજર લોકોએ તેમને સમયસૂચકતા સાથે પકડી લેતાં જીવ બચી ગયો હતો.

આફત બનીને ત્રાટકેલા વરસાદના લીધે કલેક્ટર, એસપી, મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા પર આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઈંચ વરસાદ નોંધાયો છે તથા હજુ પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર  નહીં નીકળવા અપીલ કરી છે.

આ પણ વાંચો :-

 

 

૨૩ જુલાઈ / કોઈકને નોકરીમાં પરેશાની તો કોઈકને ધંધામાં સફળતા. આખરે તમામ જાતકો માટે કેવું રહેશે આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
શારીરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી-ખાંસી, થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટિક્સના ધંધામાં લાભ.

મિથુનઃ
વાહનસુખમાં વૃદ્ધિ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
પરિવારમાં સુખ, શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંદામાં પ્રગતિ. નવી નોકરી ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઈગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
મિત્રોનો સાથ મળતા આનંદનો અનુભવ થાય. સમસયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધૂરા કાર્યો પૂરા થતા જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારું છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા-નવી નોકરી મળવાના યોગ છે, ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારું રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ
ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટી વર્તાય. આરોગ્ય સારું રહેશે.

કુંભઃ
નકારાત્મક વિચારો રહે. માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-