ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના જંગને ૨૫ દિવસ થઈ ગયા છે અને આ દરમિયાન ગાઝામાં હજારો લોકો જીવ ગુમાવી ચુકયા છે. જોકે ઈઝરાઇલ નમતુ જોખવાના મૂડમાં નથી. આ દરમિયાન ઈઝરાયેલી હવાઈ હુમલામાં મંગળવારે ઉત્તરી ગાઝામાં આવેલા જબાલિયા રેફ્યુજી કેમ્પમાં ખાના ખરાબી સર્જાઈ હતી. આ કેમ્પ બરબાદ થઈ ગયો છે ત્યારે અલ જજીરાના એક એન્જિનિયરે તો પોતાના પરિવારના ૧૯ સભ્યોને ગુમાવ્યા છે. આ એન્જિનિયરનુ નામ મહોમ્મદ અબૂ અલ કુમસન છે. જે અલ જજીરામાં બ્રોડકાસ્ટ એન્જિનિયર છે.
અલ જજીરા ચેનલે જબાલિયા કેમ્પ પરના હુમલાને નરસંહાર ગણાવ્યો છે. ચેનલના કહેવા પ્રમાણે તેના એન્જિનિયરના પિતા, બે બહેનો, આઠ ભત્રીજા અને ભત્રીજી, તેના ભાઈ, ભાઈની પત્ની અને ચાર બાળકો, તેની ભાભી અને એક કાકાએ હુમલામાં જીવ ગુમાવ્યા છે. કરુણાંતિકા કહે છે કે, આ હુમલામાં અલ જજીરાના એક એન્જિનિયરનો આખો પરિવાર ખતમ થઈ ગયો છે. તેના પરિવારના ૧૯ લોકોના મોત થયા છે.
જબાલિયા કેમ્પ જ્યાં આવેલો છે તે ગીચ વસતીવાળો વિસ્તાર છે અને ઈઝરાઇલે અહીંયા કરેલા હુમલા બાદ ચારે તરફ બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઈઝરાઇલ નો દાવો છે કે, અમે હમાસના આતંકીઓ અને તેમના આશ્રય સ્થાનો પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો :-