ઓપ્પોએ ભારતમાં પોતાની K સીરીઝ હેઠળ એક નવો 5G સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે Oppo K13 5G. આ ફોનમાં 7,000mAh જેવી વિશાળ બેટરી આપી છે, જે સાથે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં Qualcomm Snapdragon 6 Gen 4 પ્રોસેસર, 8GB રેમ અને 256GB સ્ટોરેજ જેવી તગડી સ્પેસિફિકેશન્સ છે. Oppo K13 5G ને બે સ્ટોરેજ વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યો છે – 8GB + 128GB અને 8GB + 256GB, જેની કિંમતો અનુક્રમે ₹17,999 અને ₹19,999 રાખવામાં આવી છે. પ્રથમ વેચાણ 25 એપ્રિલથી ફ્લિપકાર્ટ પર શરૂ થશે, જેમાં ખરીદીઓને ₹1,000નું બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે.
દમદાર ડિસ્પ્લે અને AI સુવિધાઓથી ભરપૂર
આ સ્માર્ટફોનમાં 6.7-ઇંચનું HD+ AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz હાઇ રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. તેનું બ્રાઇટનેસ લેવલ 1200 નિટ્સ સુધી પહોંચે છે. વેટ હેન્ડ ટચ અને ગ્લોવ મોડ જેવા ફીચર્સ ફોનને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવે છે. Oppo K13 5G એન્ડ્રોઇડ 15 આધારિત ColorOS 15 પર ચાલે છે અને તેમાં વધુ સારો ગેમિંગ અનુભવ આપવા માટે વેપર કૂલિંગ ચેમ્બર પણ છે. ઉપરાંત, આ ફોનમાં ઘણા AI આધારિત ફીચર્સ આપ્યા છે, જે યુઝર્સના રોજિંદા ઉપયોગને વધુ સરળ અને સ્માર્ટ બનાવે છે.
કેમેરા અને અન્ય ખાસિયતો
કેમેરાની વાત કરીએ તો Oppo K13 5Gમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 50MP મુખ્ય અને 2MP સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. માઇક્રો SD કાર્ડ સપોર્ટથી સ્ટોરેજને વધારી શકાય છે. બે રંગ વિકલ્પ – આઈસી પર્પલ અને પ્રિઝમ બ્લેકમાં ઉપલબ્ધ આ ફોન, ખાસ કરીને લાંબા બેટરી બેકઅપ અને ફાસ્ટ ચાર્જિંગની શોધમાં રહેલા યુઝર્સ માટે બેસ્ટ ચોઈસ સાબિત થઇ શકે છે.