Thursday, Oct 30, 2025

હવે ગુજરાતને ‘અનરાધાર’થી મળશે રાહત : ઘટશે વરસાદનું જોર, જાણો શું થઈ છે આગાહી

1 Min Read
  • આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આજે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીના ભારે કરપીણ દ્રશ્યો સર્જાયાં છે. લોકો મેઘરાજાને હવે ખમૈયાં કરવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ત્યારે ગુજરાતવાસીઓને હાશકારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જો કે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો ૮૩% વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝન કરતા ૨૦% વધુ વરસાદ પડયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટી જશે. જોકે દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓને જોતા ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article