Sunday, Sep 14, 2025

હવે indigoની ફ્લાઈટમાં અનાઉસેમન્ટ કરતાં પાઈલટ સાથે મારામારી

3 Min Read

ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ મોડીપડતાં એક પેસેન્જરે ફ્લાઇટના પાઈલટને મુક્કો માર્યો હતો. આ ઘટનાથી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈન્ડિગો ફ્લાઇટમાં સવાર એક મુસાફરે પ્લેનના કેપ્ટનને મુક્કો માર્યો જ્યારે તે ફ્લાઇટમાં વિલંબ અંગે અનાઉસમેન્ટ કરી રહ્યો હતો. આ વીડિયો સર્ક્યુલેટ થતાં પેસેન્જર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફ્લાઇટ અંગે સમયસર જાહેરાત ન થવાને કારણે મુસાફરો ગુસ્સે ભરાયા હતા.

આ ઘટના રવિવારે સાંજે ૭ વાગે બની હતી. ઈન્ડિગોની આ ફ્લાઈટ ૬e૨૧૭૫ દિલ્હીથી ગોવા જઈ રહી હતી. તે સમયે પ્લેનના કેપ્ટને આવીને ફ્લાઇટની ઉડાનમાં વિલંબ અંગે જાહેરાત કરી હતી. આ કારણે એક મુસાફર એટલો ગુસ્સે થયો કે તેણે પાયલટને મુક્કો મારી દીધો હતો. પેસેન્જરે દાવો કર્યો હતો કે તે ફ્લાઇટ પકડવા માટે છેલ્લા ૧૩ કલાકથી રાહ જોઈ રહ્યો હતો. ધુમ્મસ અને ટ્રાફિક વચ્ચે કોઈક રીતે તે એરપોર્ટ પહોંચી ગયો. કલાકો સુધી રાહ જોયા બાદ મુસાફરોને પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા. તેમ છતાં, તેમને કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટમાં વધુ વિલંબ થશે. ફ્લાઇટ અંગે સમયસર જાહેરાત નહીં કરવામાં આવતા મુસાફર ગુસ્સે થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયો પેસેન્જર સીટ પરથી શૂટ કરવામાં આવ્યો છે. જોવા મળે છે કે પાઈલટ અને અન્ય ક્રૂ મેમ્બર ઉભા થઈને કોઈ જાહેરાત કરી રહ્યા છે. અચાનક એક વ્યક્તિ ઝડપથી દોડી અને પાયલટ પર હુમલો કરે છે. આ ઘટના બાદ ફ્લાઈટમાં હાજર પેસેન્જર્સ અને એર હોસ્ટેસ અવાજ કરવા લાગ્યા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેપ્ટન વિલંબ પર જાહેરાત કરી રહ્યા છે, તે દરમિયાન અચાનક પીળા રંગની હૂડી પહેરેલો એક શખ્સ કેપ્ટન તરફ દોડે છે અને તેના મોઢા પર થપ્પડ મારી દે છે. કેપ્ટનની નજીક ઉભેલી ફ્લાઇટ એટેન્ડન્ટ તરત જ તેના બચાવમાં આવે છે અને કેપ્ટનની સામે ઉભા રહીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ સ્કાય બ્લૂ હૂડી પહેરેલો અન્ય એક શખ્સ આરોપીને પાછો લઈ જાય છે. વાયરલ વીડિયોમાં ફ્લાઈટ એટેન્ડન્ટ કેપ્ટનનો બચાવ કરતાં કહે છે કે, સર તમે આવું વર્તન કરી શકતા નથી. ઘણા મુસાફરોએ આરોપીના વર્તનને યોગ્ય ઠેરવતા વિલંબ માટે ઈન્ડિગોને જવાબદાર ઠેરવ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article