નોર્વેની નોબેલ સમિતિએ ઈરાની માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને વર્ષ ૨૦૨૩ માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા છે,
નરગીસ મોહમ્મદી ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે લડતા હતા. તેમણે ઈરાનમાં માનવાધિકારોને પ્રોત્સાહન આપ્યું અને તમામની સ્વતંત્રતાને સમર્થન આપ્યું. નોબેલ કમિટીએ કહ્યું કે આ લડત માટે નરગીસને અંગત કિંમત ચૂકવવી પડી છે. અત્યાર સુધીમાં તેમની ૧૩ વખત ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં તેમને વખત દોષિત ઠેરવવામાં આવ્યો છે. નરગીસે ૧૩ વર્ષ જેલમાં વિતાવ્યા છે. એટલું જ નહીં તેમને ૧૫૪ વાર કોરડા પણ મારવામાં આવ્યા હતા.
જ્યારે નરગીસ મોહમ્મદીને શાંતિ પુરસ્કારની જાહેરાત થઈ છે ત્યારે પણ તેઓ જેલમાં છે. સપ્ટેમ્બર ૨૦૨૩ માં, ઈરાનમાં કુર્દિશ યુવતી મહસા ઝીના અમીની ઈરાની પોલીસની કસ્ટડીમાં મૃત્યુ પામી હતી. તેમના મૃત્યુ બાદ સમગ્ર ઈરાનમાં જોરદાર વિરોધ શરૂ થયો હતો. લોકોએ ઈરાન સરકાર વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે મહિલાઓને સ્વતંત્રતા આપવાની માંગ કરી હતી. આ પ્રદર્શનમાં લાખો ઈરાની લોકોએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો :-