જેહાદી આતંકવાદી સંગઠન નેટવર્ક કેસમાં ભારતમાં ૧૯ સ્થળે NIAના દરોડા

Share this story

ભારત સરકાર દેશની અંદર વધી રહેલા જેહાદી વિદ્યાર્થી સંગઠનોની સામે એક્શન મોડમાં છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશની અંદર ચાલી રહેલા જેહાદી વિદ્યાર્થી સંગઠનોનો પર્દાફાશ કર્યો છે. આ અંતર્ગત NIAએ આજે ​​દક્ષિણ ભારતમાં ૧૯ સ્થળોએ દરોડા પાડ્યા છે, દરોડા દરમિયાન એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવી છે.

આજે આતંકવાદ વિરોધી એજન્સી NIAએ એક્શનમાં લેતા ચાર રાજ્યોમાં દરોડા પાડતા કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથનો પર્દાફાશ થયો છે. તપાસ એજન્સીએ  ISIS નેટવર્ક કેસમાં આ દરોડા પાડ્યા છે. NIA દ્વારા કુલ ૧૯ સ્થળોએ દરોડા પાડ્યા છે જેમાં કર્ણાટકના ૧૧, ઝારખંડના ચાર, મહારાષ્ટ્રના ત્રણ અને દિલ્હીમાં એક ઠેકાણે દરોડા પાડ્યા છે. અત્યાર સુધીમાં દરોડા દરમિયાન એજન્સીને બેનામી રકમ, હથિયાર, સંવેદનસીલ દસ્તાવેજો સહિત અનેક ડિજિટલ ઉપકરણ મળ્યા છે જેને જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ મહારાષ્ટ્રના ૪૦થી વધુ સ્થળોએ તેમજ બેંગ્લોરમાં દરોડા પાડ્યા હતા જેમાં ૧૫ કરતા પણ વધારે લોકોની ધરપકડ કરી હતી.

૯ ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ૧૫ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ NIAની ટીમે પુણે, મીરા રોડ, મહારાષ્ટ્રના થાણે અને કર્ણાટકના બેંગલુરુ સહિત ૪૪ અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો :-