લોકસભામાં વિપક્ષી સાંસદોએ કરેલા હોબાળા પર સ્પીકરે આજે કડક પગલાં લેતા ૩૩ સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. સ્પીકરે વિપક્ષી સાંસદોના પ્લેકાર્ડ બતાવવા માટે આ કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનો પણ સમાવેશ થાય છે. તમામ સાંસદોને શિયાળુ સત્રના બાકીના કામકાજના દિવસો માટે સસ્પેન્ડ કરી દીધા છે.
લોકસભા સ્પીકરે નામો જાહેર કર્યા પછી, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સસ્પેન્શન અંગેની દરખાસ્ત રજૂ કરી. તેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. સોમવારે લોકસભાની કાર્યવાહી ખોરવવા બદલ ૩૪ વિપક્ષી સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, ડીએમકે સાંસદ ટીઆર બાલુ, દયાનિધિ મારન અને તૃણમૂલ કોંગ્રેસના સૌગાતા રોયનો સમાવેશ થાય છે.
સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાંથી ૩૧ને બાકીના શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય ત્રણ સાંસદોને વિશેષાધિકાર સમિતિના અહેવાલને પેન્ડિંગ રાખવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પૈકી કે. જયકુમાર, વિજય વસંત અને અબ્દુલ ખાલીક. તે બધા સૂત્રોચ્ચાર કરવા માટે સ્પીકરની ખુરશી પર ચઢી ગયા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સસ્પેન્શન અંગેની દરખાસ્ત રજૂ કરી. તેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આ પહેલા ગુરુવારે બંને ગૃહોના ૧૪ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં લોકસભાના ૧૩ અને રાજ્યસભાના એક સાંસદનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :-