Wednesday, Oct 29, 2025

આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરનાર NCB ઓફિસરની ગઈ નોકરી, જાણો શું છે કારણ

2 Min Read

NCB officer who arrested Aryan Khan  

  • Aryan khan Drugs Case : બહુ ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા NCB ઓફિસર sp vishwa vijay singhને બરતરફ કરવામાં આવ્યા છે.

મુંબઈના ચર્ચિત કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસ (The Cordelia Cruz drugs case) સાથે જોડાયેલા એક NCB ઓફિસર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. NCBએ આ ઓફિસરને બરખાસ્ત કરી દીધા છે. SP વિશ્વ વિજય સિંગ તે ઓફિસરોમાં શામેલ હતો જેમણે વર્ષ 2021માં ક્રૂઝ પર છાપેમારી કર્યા બાદ એક્ટર શાહરૂખ ખાનના (Shah Rukh Khan) દિકરા આર્યન ખાનને (Aryan Khan) અરેસ્ટ કર્યો હતો.

લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ :

રિપોર્ટ અનુસાર વિશ્વ વિજય સિંહ NCBના મુંબઈ ઓફિસમાં એસપી હતા અને આર્યન ખાન વાળા કેસમાં તપાસ અધિકારી પણ હતા. આર્યન ખાનને ક્લીન ચિટ મળ્યા બાદ NCBએ તેમને ડ્રગ્સની જપ્તી સાથે જોડેયેલા એક અન્ય મામલામાં ભ્રષ્ટાચારના આરોપના કારણે બળતરફ કર્યા હતા.

આ મામલો 2019નો હતો અને તેમના પર સ્થગીત કાર્યવાહી 2022માં થઈ. હાલમાં જ આ મામલામાં તપાસ રિપોર્ટ આવ્યો છે તેમાં સુચન આપવામાં આવ્યું હતું કે વિશ્વ વિજય સિંહને સર્વિસથી હટાવી દેવો જોઈએ. તેના બાદ તેમને બરતરફ કરી દેવામાં આવ્યા.

અન્ય અધિકારી પર પણ તપાસ :

સેવામાંથી બરતરફની કાર્યવાહી એક અન્ય અધિકારી પર પણ કરવામાં આવી છે. તેમનું નામ વિશ્વનાથ તિવારી છે. આ કેસ વર્ષ 2016નો છે. ત્યારે તિવારી NCBમાં ઈન્ટેલિજન્સ અધિકારી હતા. તેમના પર આરોપ હતો કે તેમણે પોતાના વરિષ્ઠ અધિકારીઓ અને વિભાગની પરવાનગી વગર સિંગાપુરની યાત્રા કરી હતી. વિશ્વનાથ તિવારીને પણ તપાસ બાદ નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

 

Share This Article