Friday, Oct 24, 2025

ઈન્દિરા ગાંધીના અંગરક્ષકની નાવી પાર્ટીએ વડીલોને અરીસો બતાવ્યો!

2 Min Read

મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. ઝોરમ નેશનાલિસ્ટ પાર્ટી (ZNP) રાજ્યમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. સવારે ૧૧:૩૦ વાગ્યા સુધીના વલણો પ્રમાણે ZNP ૪૦ માંથી ૨૬ બેઠકો લીડ મળી છે. સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) ૧૦ બેઠકો પર આગળ છે.

ZNP પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ પણ અહીં ત્રિકોણીય મુકાબલાની ચર્ચા કરવામાં આવી રહી હતી. એક્ઝિટ પોલમાં પણ હંગ એસેમ્બલીનું અનુમાન લગાવવામાં આવ્યુ હતું પરંતુ લાલદુહોમા અને તેમની પાર્ટીએ તમામ અટકળોને નકારી દીધી છે. લાલદુહોમા આ મોટી જીત બાદ હવે સીએમ બનવાની તૈયારી કરી રહ્યા છે. એક પ્રશાસનિક અધિકારી બનવાથી લઈને રાજ્યના સીએમ પદના દાવેદાર બનવા સુધીની લાલદુહોમાની સફર એટલી સરળ નથી રહી.

કોંગ્રેસ છોડ્યા બાદ લાલદુહોમાએ ZNPની સ્થાપના કરી. તેમને ૨૦૧૮ વિધાનસભા ચૂંટણીમાં ZNPના નેતૃત્વ વાળા ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) ગઠબંધન પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પરંતુ તેમણે વિપક્ષના નેતા તરીકે કાર્ય કરવાનું સ્વીકાર કર્યું. ૨૦૨૦માં પક્ષપલટા વિરોધી કાયદાના ઉલ્લંઘનના આરોપમાં તેમની વિધાનસભાની સદસ્યતા રદ કરી દેવામાં આવી હતી. ભારતમાં રાજ્યની વિધાનસભાઓમાં આ પ્રકારનો પ્રથમ કેસ હતો. ૨૦૨૧ માં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે ફરીથી સેરછિપથી જીત મેળવી.

લાલદુહોમાં મિઝોરમના યુવાઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી મિઝોરમના વિકાસ અને રાજ્યને કોંગ્રેસ અને MNFથી મુક્તિ અપાવવાની વાત કહેતા આવી રહ્યા છે. લાલદુહોમાં ૧૯૭૭માં IPS બન્યા અને ગોવામાં એક સ્કવોડ લીડરના રૂપમાં કામ કર્યું. આ દરમિયાન તેમણે તસ્કરો પણ અનેક કાર્યવાહી કરી હતી. આ કારણોસર તેઓ નેશનલ મીડિયામાં છવાયા. તેમના સારા કામને ધ્યાનમાં રાખી ૧૯૮૨માં તેમને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સુરક્ષા ઈન્ચાર્જ તરીકે તૈનાતી આપવામાં આવી.

ઈન્દિરા ગાંધીની સુરક્ષામાં રહ્યાના બે વર્ષ બાદ લાલદુહોમાએ ૧૯૮૪માં રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ૧૯૮૪માં સાંસદ બન્યા હતા. ચાર વર્ષ બાદ જ ૧૯૮૮માં કોંગ્રેસની સદસ્યતા છોડવાના કારણે તેમને લોકસભામાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા. આમ લાલદુહોમા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવેલા પ્રથમ સાંસદ બની ગયા હતા.

આ પણ વાંચો :-

Share This Article