મેક્સિકોમાં એરક્રાફ્ટ ક્રેશ થવાની ગંભીર દુર્ઘટના બની છે. રિપોર્ટ મુજબ નેવીનું મેડિકલ વિમાન ક્રેસ થયું છે, જેમાં દર્દી સહિત પાંચ લોકોના મોત થયા છે. આ એરક્રાફ્ટ મેડિકલ મિશન માટે જઈ રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે.
દુર્ઘટનામાં પાંચ લોકોના મોત
એરક્રાફ્ટ અમેરિકાના ટેક્સાસ રાજ્યના ગેલ્વેસ્ટનના કૉજવેના બેઝ પાસે ક્રેશ થયું હોવાની માહિતી મળતા જ નેવીની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન પાંચ લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ એરક્રાફ્ટના એન્જિનમાં કોઈ કામી થઈ હોવાનું સામે આવ્યું છે.
નેવીના એક અધિકારીએ કહ્યું કે, ગેલ્વેસ્ટન હ્યૂસ્ટનથી લગભગ 80 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. અગાઉ પણ મેક્સિકોમાં આવી દુર્ઘટના થઈ ચુકી છે. ઘટનાની જાણ થતાં જ મરજીવાની ટીમ, ક્રાઈમ સીન યુનિટ, ડ્રોન યુનિટ અને પેટ્રોલિંગ ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે. ઘટનાસ્થળને ઘેરી લઈને તપાસ પણ શરૂ કરી દેવાઈ છે.