Saturday, Oct 25, 2025

માલીમાં સોનાની ખાણ ધસી પડતાં ૭૦થી વધુ લોકોના મોત

2 Min Read

માલીમાં એક મોટો અકસ્માત થયો છે. એક અહેવાલ મુજબ સોનાની ખાણ ધસી પડવાને કારણે ૭૦થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટના બુધવારે બની હતી. માલી વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. આ દેશ આફ્રિકામાં સોનાના મુખ્ય ઉત્પાદકોમાંનો એક છે. અહીંની સોનાની ખાણોમાં અવારનવાર ભૂસ્ખલનના કિસ્સાઓ જોવા મળે છે. છતાં આ મોંઘી ધાતુ મેળવવા માટે લોકોએ સતત સંઘર્ષ કરતાં રહે છે.

દુર્ઘટના બાદ મંત્રાલયે ખાણકામમાં રોકાયેલા કામદારોને તમામ જરૂરી સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. મંત્રાલયના પ્રવક્તા બે કોલિબેલીએ જણાવ્યું હતું કે સોનાની ખાણમાં પ્રવેશેલા કામદારોએ સલામતી અંગે જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી. કુલીબલીએ કહ્યું કે અમે અનેકવાર આ અંગે ચેતવણીઓ જારી કરી હતી. બીજી તરફ, માલી સરકારે શોકગ્રસ્ત પરિવારો અને લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ, માલીના માઈનિંગ સેક્ટરમાં વિદેશી સમૂહોનું વર્ચસ્વ છે. કેનેડાની બેરિક ગોલ્ડ અને બી૨ગોલ્ડ, ઓસ્ટ્રેલિયાની રિઝોલ્યુટ માઇનિંગ અને બ્રિટનની હમિંગબર્ડ રિસોર્સિસ સહિતની વિદેશી કંપનીઓ છે, જે વર્ષોથી દેશમાં પ્રવર્તી રહેલી રાજકીય અસ્થિરતા છતાં કાર્યરત છે.

માહિતી અનુસાર, માલી આફ્રિકન દેશોમાં સોનાના ઉત્પાદનના સંદર્ભમાં ત્રીજા સ્થાને છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માલીમાં આવી ઘટનાઓ સામાન્ય છે.ખાણિયાઓ મોટાભાગે ગેરકાયદેસર રીતે સોનાની ખાણોમાં પ્રવેશ કરે છે અને આ દરમિયાન સલામતીની સૂચનાઓનું પાલન કરવામાં આવતું નથી, જેના કારણે આવા અકસ્માતો થાય છે. માઇનિંગ ડિરેક્ટોરેટના અધિકારી બાર્થેએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળવા માટે સરકારે કડક સૂચનાઓ જારી કરવી જોઈએ. મહત્ત્વનું છે કે,  માલીના ૨૦ લાખથી વધુ લોકો એટલે કે ૧૦ ટકા વસ્તી આવક માટે ખાણકામ પર નિર્ભર છે. માલીના ખાણ મંત્રાલયનો અંદાજ છે કે દેશમાં ૮૦૦ ટન સોનાનો ભંડાર છે.

આ પણ વાંચો :-

Share This Article