Friday, Oct 24, 2025

રાજસ્થાનમાં મહેસાણાના વિદ્યાર્થીઓની બસનો અકસ્માત, બેનાં મોત, ૨૧ને ઈજા

2 Min Read

રાજસ્થાનમાં મહેસાણાના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. ખેરાલુના ચોટીયા ગામની શાળાના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં બેનાં મોતના સમાચાર મળી રહ્યા છે, જ્યારે ૨૧ને ઈજા પહોંચી છે. વિદ્યાર્થીઓને બે લકઝરી બસમાં પ્રવાસે લઇ ગયા હતા. બસ ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત થયો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આવેલી શ્રી સી.એન. વિદ્યાલય ચોટીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે રાજસ્થાન ગયા હતા. બે બસમાં પચાસથી વધુ બાળકો અને શાળાનો સ્ટાફ હાજર હતો. પ્રવાસે ગયેલી બે બસ પૈકી એક બસને રાજસ્થાનના સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો. સ્કૂલના બાળકોથી ભરેલી બસ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી. આજે સવારે હાઈવે પર એક ટ્રેલર સાથે બસ અથડાઈ હતી.

ખેરાલુ તાલુકાના ચોટીયા ગામની સ્કૂલના બાળકો રાજસ્થાન પ્રવાસે ગયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને શિવગંજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. ઘટનાને પગલે બાળકોના વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા પણ જૂનાગઢના વંથલી નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. બાળકોને પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. સ્કૂલ બસમાં સવાર ૧૦ જેટલી વિદ્યાર્થીઓને ઇજા થઈ હતી. ૧૦૮ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ પણ વાંચો :-

Share This Article