- રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. બુધવાર મોડી રાતથી ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.
નદીઓમાં નવા નીરની આવક થતા ડાંગ જિલ્લામાં ઠેર-ઠેર ધોધ અને ઝરણાઓ ફરી વહેતા થયા છે. અંબિકા નદી પરનો ગીરાધોધ પણ નદીમાં પાણીની ભારે આવકના પગલે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જેનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. જેમાં ગીરાધોધની સુંદરતા મનમોહક જોવા મળી રહી છે.
તો બીજી તરફ અંબિકા નદી ઉપર ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યો હતો. એવામાં સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા વહીવટી તંત્રની અપીલ કરવામાં આવી છે. પૂર્ણા નદીમાં કેચમેન્ટ વિસ્તારમાં પાણીની આવક જોતા નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં વધવાની શકયતા છે.
આ પણ વાંચો :-