ભારતની મહાન બોક્સર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે બુધવારે પોતે નિવૃત્તિ લે છે. એવી વાત કરીને હોબાળો મચાવી દીધો હતો. પરંતુ હવે મેરી કોમે વધુ એક નિવેદન આપીને સ્પષ્ટતા કરી હતી કે તેના નિવૃત્તિના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. તેણે કોઈ નિવૃત્તિ લીધી નથી.
એવી માહિતી મળી હતી કે તેણે આ નિર્ણય તેની ઉંમરને ધ્યાનમાં રાખીને લીધો છે. પરંતુ ભારતની સ્ટાર મહિલા બોક્સરે આ સમાચારને નકારી કાઢ્યા છે. જો કે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર કોઈપણ બોક્સર પછી તે પુરુષ હોય કે સ્ત્રી માત્ર ૪૦ વર્ષની ઉંમર સુધી કોઈપણ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. અને મેરી કોમ હાલમાં ૪૧ વર્ષની છે. મેરી કોમ વિશ્વની એકમાત્ર બોક્સર છે જે ૬ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે.
વર્ષ ૨૦૧૮માં, મણિપુર સરકારે મેરી કોમને તેમના અસાધારણ પ્રદર્શન માટે ‘મીથોઈ લીમા’ ના બિરુદથી સન્માનિત કર્યા હતા. તેમને પદ્મ ભૂષણ, પદ્મશ્રી, અર્જુન એવોર્ડ અને અન્ય ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના જીવન પર આધારિત હિન્દી બાયોપિક ફિલ્મ ‘મેરી કોમ’ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી, જેમાં પ્રિયંકા ચોપરાએ મેરી કોમનું પાત્ર ભજવ્યું હતું.
૨૦૧૨ ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ, મેરી કોમે તેના ત્રીજા બાળકને જન્મ આપ્યો, જે પછી તે ફરી એકવાર બ્રેક પર ગઈ. આ પછી તેણીએ પુનરાગમન કર્યું, પરંતુ દિલ્હીમાં આયોજિત ૨૦૧૮ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં યુક્રેનની હેના ઓખોટા સામે ૫-૦થી વિજય નોંધાવ્યો. એક વર્ષ પછી, તેણીએ તેણીનો આઠમો વર્લ્ડ કપ મેડલ જીત્યો, જે કોઈપણ પુરુષ અથવા સ્ત્રી બોક્સર દ્વારા મેળવેલા સૌથી વધુ મેડલ છે.
આ પણ વાંચો :-