HomeNationalપરિણીત પુત્રીએ ભાગીને બીજાં લગ્ન કર્યાં, દુખી પિતાએ તેનું શ્રાદ્ધ કરી દીધું

પરિણીત પુત્રીએ ભાગીને બીજાં લગ્ન કર્યાં, દુખી પિતાએ તેનું શ્રાદ્ધ કરી દીધું

Date:

Related stories

યુટ્યુબર ધ્રુવ રાઠી સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર, 2018ના માનહાનિ કેસમાં દિલ્હી કોર્ટનો મોટો નિર્ણય

દિલ્હી: જાણીતા યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠી...

સુરત એરપોર્ટ પર શરૂ થયાના 8 મહિનામાં જ ‘ઉડાન યાત્રી કેફે’ બંધ, આ કારણે કરવામાં આવ્યું બંધ !

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને સસ્તા ભાવે ચા-નાસ્તો અને...

બિસ્લેરીના પાણીના સેમ્પલ ટેસ્ટમાં ફેલ, FSSAIની કડક કાર્યવાહી; 5 કંપનીઓ સામે કાનૂની પગલાં

દેશની જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલની મુશ્કેલી...
spot_img

રાજસ્થાનના એક ગામમાં ભૈરુલાલ જોશી નામના પિતાએ ગઈ કાલે પોતાની જીવતી પુત્રીનું શ્રાદ્ધકર્મ કરીને મૃત્યુભોજનનું આયોજન કરી દીધું હતું. એટલું જ નહીં, તેમણે તમામ સગાંસંબંધીઓને પણ આ મૃત્યુભોજનમાં આમંત્રિત કર્યાં હતાં.

બન્યું એવું કે થોડા મહિના પહેલાં જ ભૈરુલાલે તેમની પુત્રી પૂજાનાં લગ્ન લાખો રૂપિયા ખર્ચીને કરાવ્યાં હતાં. પૂજાનો પતિ સંજય તિવારી પણ તેમના જ ગામનો હતો. જોકે પૂજા ૨૯ જુલાઈએ પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી હતી પછી પાછી જ ન આવી. પિતાએ ૩૦ જુલાઈએ પૂજા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પૂજાને શોધી કાઢી ત્યારે જાણવા મળ્યું કે તેણે તેના પતિના સંબંધી સૂરજ તિવારી સાથે પોતાની મરજીથી લગ્ન કરી લીધાં હતાં. વાત ત્યાં અટકી નહીં. ૪ ઑગસ્ટે પૂજા પોલીસ સામે હાજર થઈને જણાવી ગઈ કે તેણે સૂરજ સાથે સ્વેચ્છાએ લગ્ન કર્યાં છે અને હવે તે તેની સાથે જ રહેવા માગે છે. પૂજાએ પોતાના પરિવારથી પોતાની સલામતીનો ડર પણ વ્યક્ત કર્યો હતો.

આ આખી ઘટનાથી દુખી પિતાએ દીકરીના નામનું નહાઈ લેવાનું નક્કી કર્યું. સમગ્ર પરિવારે પૂજાને મૃત માનવાનો નિર્ણય કર્યો. એ પછી તો તેમણે પૂજાના નામની શોકપત્રિકા પ્રકાશિત કરી, ૧૨ દિવસનો શોક પાળ્યો અને ૧૦ ઑગસ્ટે મૃત્યુભોજનનું આયોજન કર્યું હતું.

Subscribe

Latest stories