રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ઈમેલ દ્વારા બોંબની ધમકી આપવામાં આવી છે. આ વખતે એક સાથે ૧૦-૧૫ મ્યુઝિયમને ઇમેલ મોકલવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઇમેલ મંગળવારે અનેક મ્યુઝિયમમાં એક સાથે આવ્યા હતા. જેમાં રેલવે મ્યુઝિયમ પણ સામેલ છે. દિલ્હી પોલીસને આ ઇમેલ્સની માહિતી મળતા જ તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ બાદ પોલીસે તેને હોકસ જાહેર કરી હતી. પોલીસે મ્યુઝિયમમાં બોંબની ધમકીનો કેસ નોંધ્યો છે અને આ ઇમેલ કોણે મોકલ્યા હતા તે શોધવા તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો, કોલેજો અને એરપોર્ટ પર પણ આવા જ ઇમેલ આવ્યા હતા, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઇમેલ કોણે મોકલ્યા હતા. દિલ્હીની ૧૦૦થી વધુ શાળાઓ અને ઘણી હોસ્પિટલોને બોંબની ધમકી સંબંધિત ઈમેલ મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો, કોલેજો અને એરપોર્ટ પર પણ આવા જ મેઈલ મોકલવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મેઈલ કોણે મોકલ્યા હતા.
આ પણ વાંચો :-