મનીષ સિસોદિયા બીમાર પત્નીને મળવા ઘરે પહોંચ્યા, કોર્ટે ૬ કલાકનો આપ્યો સમય

Share this story

દિવાળીના અવસર પર દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવેન્યુ કોર્ટે પોતાની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી છે. ત્યારબાદ દિલ્હી પોલીસ આજે તેમને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમના ઘરે લઈને આવી છે. કોર્ટે સિસોદિયાને પત્નીને મળવા માટે ૧૦ વાગ્યાથી ૪ વાગ્યા સુધી એટલે કે, ૬ કલાકનો સમય આપ્યો છે. સિસોદિયા તેમની પત્ની સાથે તે ઘરમાં મુલાકાત કરી રહ્યા છે જે હવે દિલ્હી સરકાર દ્વારા આતિશીને સત્તાવાર રીતે ફાળવવામાં આવ્યું છે. આ જ સરકારી આવાસ અગાઉ તત્કાલિન મંત્રી સિસોદિયાને ફાળવવામાં આવ્યું હતું.

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવેલ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને તેમની બીમાર પત્નીને મળવા માટે આજે છ કલાકનો સમય આપવામાં આવ્યો છે. મીટિંગ દરમિયાન તેઓ પોલીસ કસ્ટડીમાં રહેશે. વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે પોલીસ કસ્ટડીમાં રહેલા સિસોદિયાને શનિવારે સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યાની વચ્ચે તેની બીમાર પત્નીને તેમના ઘરે મળવાની મંજૂરી આપી છે. તેમણે પાંચ દિવસ સુધી તેમની બીમાર પત્નીને મળવાની પરવાનગી માંગી હતી. પરંતુ રાઉઝ એવેન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને તેમની બીમાર પત્નીને ૫ દિવસ સુધી મળવાની પરવાનગી આપી નથી. દિલ્હી કોર્ટે મનીષ સિસોદિયાને તેમની પત્નીને એક દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મળવાની મંજૂરી આપી છે.

આમ આદમી પાર્ટી નેતા મનીષ સિસોદિયા અંદાજિત ૧ વર્ષથી જેલમાં બંધ છે. તેમના પર લિકર પોલિસીમાં કૌભાંડનો આરોપ છે. આ મામલે ED અને CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. બંને એજન્સીઓ પોતાની રીતે લિકર પોલિસી કૌભાંડની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-