Saturday, Sep 13, 2025

માણાવદરની બહેનો ઇઝરાઇલના સૈન્યમાં અફસરની ફરજ પર

2 Min Read

ઇઝરાઇલ પર હમાસ અને હિઝબુલ્લાના હુમલા સામે લડનાર ઇઝરાઇલ આર્મીમાં માણાવદરના નાના એવા એક ગામના પરિવારની બે દીકરીઓ પણ ફરજ બજાવી રહી હોવાનું સામે આવ્યું છે.

માણાવદર તાલુકાના ૧૨૦૦ ની વસ્તી ધરાવતા કોઠડી ગામમાં રહેતા ભરતભાઈ મુળિયાસીયાએ કહ્યું કે, તેમના બે કાકા જીવાભાઈ મુળિયાસીયા વર્ષ ૧૯૮૯  માં અને તેના નાના કાકા સવદાસભાઈ મુળિયાસીયા ૧૯૯૬  માં ઇઝરાઇલ જતા રહ્યા છે, ત્યાં તેઓને સરકારે ઇઝરાઇલનું નાગરિત્વ મળ્યું છે, તે બંને ભાઈઓની એક-એક દીકરી હાલ ઇઝરાઇલ આર્મીમાં ઓક્સિર તરીકે ફરજ બજાવે છે. હાલની યુધ્ધની સ્થિતિએ પણ બંને બહેનો કરજ બજાવી રહી છે. ત્યાનો નિયમ છે, કે એક ઘરમાંથી એક વ્યક્તિ આર્મીમાં જોડાવાનું હોય છે, ત્યારે જીવાભાઈ અને સવદાસભાઇની દીકરીઓ આર્મીમાં છે, તેઓ સુરક્ષિત છે,

પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, જ્યારે મિસાઈલ મારો કરવામાં આવે તે પહેલા સાયરન વાગે અને ત્યાં દરેક ઘરમાં બંકર હોય છે, તેમાં નાગરિકો જતા રહે છે. હાલની સ્થિતિ એવી છે, કે ત્યાં ઇઝરાઇલ બોર્ડર ઉપર ગંભીર સ્થિતિ છે, પરંતુ સેન્ટ્રલ વિસ્તારમાં કોઈ તકલીફ નથી. ઇઝરાઇલમાં ગુજરાતી લોકો ઘણા છે, ગામના સરપંચ ભરમીબેનના પતિ રામદેભાઇ મુળિયાસીયાએ કહું કે, તેમના કોઠડી ગામમાંથી અનેક યુવાનો ૫૦-૫૫ વર્ષથી કામ ધંધા માટે ગયેલ છે

આ પણ વાંચો :-

Share This Article