રુદ્રપ્રયાગના ઘોળતીર વિસ્તારમાં એક બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ. માહિતી મુજબ આ ઘટના સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાના સમયે બસમાં 18 લોકો સવાર હતા. જણાવવું જરૂરી છે કે બસ સ્ટેટ બેંક મૉડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈને હાઈવે પરથી સીધી ખીણમાં પડી અને અલકનંદા નદીમાં ખાબકી હતી.
આ બસ બદ્રીનાથ જઈ રહી હતી.
આ દુર્ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ, અગ્નિશમન વિભાગ, એસ.ડી.આર.એફ. સહિત તમામ રેસ્ક્યુ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકો દ્વારા પણ રેસ્ક્યુ કામમાં સહયોગ અપાયો હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન લગભગ 8 લોકોને બચાવી નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.એસ.ડી.આર.એફ. અને સ્થાનિક પ્રશાસનના પ્રયાસો વડે અત્યાર સુધીમાં 18 પૈકી 7 લોકોને બચાવી લેવાયા છે જ્યારે હજુ પણ 11 લોકો લાપતા છે, જેઓની શોધખોળ માટે તમામ શક્ય પ્રયત્નો થઈ રહ્યા છે.
વાહન નં. UK 08 PA 7444 એક 31 સીટર બસ છે, જેમાં ડ્રાઈવર સહિત કુલ 20 વ્યક્તિઓ સવાર હતાં. આ બસમાં રાજસ્થાનના ઉદયપુર અને ગુજરાતના સોની પરિવારના લોકો ચારધામ યાત્રા પર જઈ રહ્યા હતા.
વરસાદને કારણે અલકનંદા નદીમાં વહેણ ઉગ્ર
જણાવવાનું રહે કે છેલ્લા કેટલાક દિવસોથી કેદારનાથ અને રુદ્રપ્રયાગના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે અલકનંદા નદીમાં પણ પાણીનો વહેણ અત્યંત તેજ છે.