Thursday, Oct 23, 2025

BTPના પૂર્વ MLA મહેશ વસાવાએ ૧૨૦૦ સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો

3 Min Read

લોકસભાની ચૂંટણી પહેલા, કોંગ્રેસના એક પછી એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા અને ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે, આ સિવાય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ સોમવારે સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપ ગુજરાત અધ્યક્ષ પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલએ બંનેને ખેસ કેસરીયો ખેસ ધારણ કરાવ્યો.

બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાઈ શકે છે ભાજપમાં / durdarshinews.comલોકસભા ચૂંટણી પહેલા ભાજપ ભરતી મેળામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ આજે જોડાશે એવા અહેવાલ છે. આજે મહેશ વસાવા ગાંધીનગરના કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. મહેશ વસાવા સાથે મોટી સંખ્યામાં તેમના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. માહિતી મુજબ, મહેશ વસાવા સાથે ૨૦૦ કાર સહિત ૧૨૦૦ થી વધુ BTP ના કાર્યકરોનો કાફલો ગાંધીનગર જવા રવાના થયો છે. ૧૧ વાગ્યાના શુભમુહૂર્તમાં મહેશ વસાવા અને તેમના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ શકે છે. AAP ના OBC મોરચા પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે.

કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે વધુ એક આદિવાસી નેતાના ભાજપમાં સામેલ થતાં આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પડ્યું છે. BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ગાંધીનગર કમલમ ખાતે તેમના ૮૦૦ સમર્થકો સાથે કેસરિયો કર્યો છે. ઉપરાંત પાલનપુર બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આગેવાનો અને સમર્થકોને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.

મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે અને મોટુ સંમલેન પણ કરશે. લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે ભરૂચ બેઠક પર ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. ભરૂચમાં ૭ વિધાનસભામાંથી ૬ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે, ત્યારે એક ડેડિયાપાડા બેઠક પર AAPનો પ્રભાવ છે, અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે.

આ પ્રસંગે બોલતા પાટીલે ભાજપમાં જોડાનારા તમામનું સ્વાગત કર્યું અને કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં બધાએ ભારતને વિકસિત દેશ બનાવવો છે. તેમણે કહ્યું કે, રાજકીય પંડિતો અને રાજકીય વિરોધીઓ પણ માને છે કે, મોદી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે તૈયાર છે.

આ પણ વાંચો :-

Share This Article