Tuesday, Dec 9, 2025

મહાઠગ કિરણ પટેલનુ નવું કરતૂત આવ્યું સામે, 42 લાખ રુપિયાને લઈને….

1 Min Read
Mahatg Kiran Patel’s
  • મહાઠગ કિરણ પટેલનુ નવું કરતૂત સામે આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદીને Gpcb માંથી લાઈસન્સ અપાવવા બહાને કિરણ પટેલે રૂપિયા 42 લાખ 86 હજાર પડાવી લીધા હતા.

મહાઠગ કિરણ પટેલનું (Mahathg Kiran Patel) નવું કરતૂત સામે આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદીને Gpcb માંથી લાઈસન્સ (License) અપાવવા બહાને કિરણ પટેલે રૂપિયા 42 લાખ 86 હજાર પડાવી લીધા હતા. વર્ષ 2017 માં ફરિયાદી પાસે લાયસન્સ માટે કિરણ અને તેની પત્નીએ રુપિયા પડાવ્યા હતા.

કિરણ પટેલે ફરિયાદીને ક્લાસ વન અધિકારી અને સરકારમાં પોતાનું વર્ચસ્વ હોવાનો રોફ જમાવ્યો હતો. ફરિયાદીએ લાયસન્સ ન મળતાં કિરણ પટેલ પાસે આપેલ રકમ પરત માંગી હતી. જોકે કિરણે રૂપિયાની જગ્યાએ પોતાની નારોલની જમીન આપવાનું બહાનું બતાવ્યું હતું. હાલમાં અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો :-

 

Share This Article