Thursday, Nov 6, 2025

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેને મુંબઇ હાઇકોર્ટ તરફથી મોટો દિલાસો

2 Min Read

રાજ ઠાકરેની અરજી માન્ય રાખી કલ્યાણ પોલીસે તેમની પર દાખલ કરેલ ગુનો રદ કર્યો છે. ૨૦૧૦માં પોલીસે પ્રતિબંધનો હૂકમ બજાવ્યો હોવા છતાં કલ્યાણમાં પ્રવેશ કર્યો હોવા બદ્દલ રાજ ઠાકરે પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ૨૦૧૦માં કલ્યાણ મહાનગરપાલિકાની ચૂંટણી સમયે ૨૯મી સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૦ વાગ્યા બાદ રોકાવું નહીં અને શહેરમાં ક્યાંય રહેવું નહીં, ક્યાંક બેઠકો યોજવી નહીં એવો હૂકમ ફરમાવ્યો હતો. આ હૂકમ પોલીસ આસિસ્ટન્ટ કમીશનરે બજાવ્યો હતો. આ હૂકમ તોડ્યો હોવાથી પોલીસે રાજ ઠાકરેને નોટીસ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે રાજ ઠાકરેએ સ્વીકારી નહતી. તેથી પોલીસે રાજ ઠાકરે જ્યાં હતાં ત્યાં એ નોટીસ ચોટાડી હતી.

આ ઘટના બાદ પોલીસે કલ્યાણ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. એ ચાર્જશીટની દખલ લઇને કોર્ટે સમન્સ આપતાં ફેબ્રુઆરી ૨૦૧૧માં રાજ ઠાકરેએ કોર્ટમાં હાજર થઇ જામીન મેળવી હતી. ત્યાર બાદ આ ગુનો અને કેસ રદ કરવા માટે રાજ ઠાકરેએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ કેસની સૂનવણીના અંતમાં ન્યાયમૂર્તી અજય ગડકરી અને ન્યાયમૂર્તી શર્મિલા દેશમૂખે ૧૩મી ઓક્ટોબરના રોજ નિર્ણય હોલ્ડ પર રાખ્યો હતો. જે આજે જાહેર કરવામાં આવ્યો છે. હાઇકોર્ટના આદેશ મુજબ કલ્યાણ પોલીસે રાજ ઠાકરે પરનો ગુનો રદ કર્યો છે. ત્યારે હવે આ નિર્ણય બાદ રાજ ઠાકરેને મોટો દિલાસો મળ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article