રાજ્યમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ છે ત્યારે હજી પણ લોકો ગરબાની તાલે ઝુમવા માટે તૈયાર છે. આ વચ્ચે રાજકોટમાં શરદ પૂનમ પર નવરાત્રિ જેવો ખાસ માહલો જોવા મળશે. જેમાં રાજકોટના પ્રખ્યાત રેસકોર્સ મેદાનમાં શરદ પૂનમ પર વડાપ્રધાન મોદી લેખિત ‘માડી’ ગરબાનાં તાલે ૧ લાખ લોકો ઝૂમીને વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવશે. જેને લઈ હવે 20થી વધુ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે અહીં 500થી વધુ સ્વયંસેવકો અને 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાજીની ભક્તિ-આરાધના જાણીતા છે તેઓએ માતાજીની ભક્તિને ઉજાગર કરતો એક ગરબો લખ્યો છે. જેના પર રાજકોટમાં ખાસ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે હાલ આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આ કાર્યક્રમનો વર્લ્ડ રેકોર્ડ લંડન તેમજ ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડ સહિત ત્રણ બુકમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.
કાર્યક્રમનું આયોજન રાજકોટ શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ઇન્દ્રેડિબલ ગ્રુપ દ્વારા ૧ લાખ લોકોના ગરબાનો અદ્ભૂત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં અનેકવિધ રેકોર્ડ થશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા તેમજ ટીમ દ્વારા આયોજીત કાર્યક્રમને ‘માડી” નામ આપવામાં આવ્યુ છે અને તેમાં ગરબા રમવાનો વર્લ્ડ રેકોર્ડ થશે. આ માટે બોલીવુડ સિંગર અને ગરબા સ્પેશ્યાલિસ્ટ પાર્થિવ ગોહિલ આ ગરબાના તાલે ૧ લાખ લોકોને ઝુમાવશે.
આ પણ વાંચો :-