માર્ચના પહેલા દિવસે LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

Share this story

માર્ચની શરૂઆત મોંઘવારીથી થઈ છે, કારણ કે આજથી કેટરિંગ બજેટ વધશે. ૧લી માર્ચે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં તેની કિંમતમાં ૨૫ રૂપિયાનો વધારો ઝિંકાયો છે. જ્યારે મુંબઈમાં તે ૨૬ રૂપિયા સુધી મોંઘો થયો છે.LPG Cylinder Price Today: Commercial LPG price slashed by Rs 91.5/cylinder

કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોનો કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર ૧૭૯૫ રૂપિયામાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, આ બીજી વખત છે જ્યારે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર ૧૪ રૂપિયાનો વધારો થયો હતો.

આ વધારા બાદ દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ૧,૭૯૫.૦૦ રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે ૧,૭૬૯.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ હતું. આ રીતે દિલ્હીમાં કિંમત ૨૫.૫૦ રૂપિયા વધી છે. મુંબઈમાં ૧૯ કિલોના સિલિન્ડરની કિંમત હવે ૧૭૨૩.૫૦ રૂપિયાથી વધીને ૧૭૪૯ રૂપિયા થઈ ગઈ છે. હવે આ સિલિન્ડર કોલકાતામાં ૧૯૧૧ રૂપિયામાં મળશે, જે પહેલા ૧૮૮૭ રૂપિયામાં મળતું હતું. ચાર મોટા શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડર ચેન્નાઈમાં સૌથી મોંઘા છે. ચેન્નાઈમાં કિંમત હવે ૧૯૩૭ રૂપિયાથી વધીને ૧૯૬૦.૫૦ રૂપિયા થઈ ગઈ છે.

૧૪.૨ કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ૧૪.૨ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૯૦૩ રૂપિયા, કોલકાતામાં ૯૨૯ રૂપિયા, મુંબઈમાં ૯૦૨.૫૦ રૂપિયા, ચેન્નાઈમાં ૯૧૮.૫૦ રૂપિયા, લખનૌમાં ૯૪૦.૫૦ રૂપિયા, પટનામાં ૧,૦૦૧ રૂપિયા છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર ઓગસ્ટ ૨૦૨૩માં થયો હતો.

આ પણ વાંચો :-