Friday, Oct 24, 2025

અયોધ્યામાં ભગવાન રામનો ‘રાજ્યાભિષેક’ સમારોહ યોજાશે, જાણો

2 Min Read

અયોધ્યા રામ મંદિર ખાતે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ કરતાં વધુ સમય થયો છે. ફરી એકવાર અયોધ્યા રાજા રામના અભિષેક માટે સજ્જ થઇ રહ્યું છે. આવતા મહિને મંદિરમાં બીજો અભિષેક સમારોહ યોજાશે. ધ ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે, આ સમારોહમાં ભગવાન રામને રાજા તરીકે પ્રસ્થાપિત કરાશે. આ સમગ્ર કાર્યક્રમ પહેલા રામ મંદિરના પહેલા માળે રામ દરબાર અથવા શાહી દરબારની સ્થાપના કરાશે.

રામ મંદિર અયોધ્યા ખાતે ભગવાન રામને રાજા તરીકે પ્રસ્થાપિત કરવાના આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહ અંગે જાણવા મળેલી વિગતો અનુસાર, ગત વર્ષે 22 જાન્યુઆરીએ યોજાયેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની સાપેક્ષમાં આ સમારોહ પ્રમાણમાં નાનો હશે. અહીં નોંધનિય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લા હવે રાજા બનશે

  • રામ લલ્લાની 51 ઇંચ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
  • ભગવાન રામ તેમના જન્મસ્થળ પર બાળપણમાં હતા જેવો દેખાવ અપાયો છે.
  • કર્ણાટકના કલાકાર અરુણ યોગીરાજ દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી છે.
  • રામ દરબારનું નિર્માણ શિલ્પકાર પ્રશાંત પાંડેના નેતૃત્વમાં સફેદ મકરાણા આરસપહાણમાં કરાયું છે.
  • રામાયણના સૌથી લોકપ્રિય સંસ્કરણ, રામચરિતમાનસના લેખક સંત તુલસીદાસની એક વિશાળ પ્રતિમા પણ સંકુલમાં સ્થાપિત કરવામાં આવી રહી છે.

રામ મંદિર બાંધકામ દેખરેખ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. રામ મંદિર નિર્માણ સમિતિનું નેતૃત્વ હાલમાં વડાપ્રધાનના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મંદિર સંકુલમાં બાંધકામની કામગીરી આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે. જ્યારે સંકુલ કમ્પાઉન્ડ વોલનું બાકીનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશે.

તેમણે કહ્યું, “મંદિરમાં લગભગ 20,000 ઘન ફૂટ પથ્થર લગાવવાનો કરવાનો બાકી છે. મંદિરનું બાંધકામ 15 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે. મંદિરની બહાર કે અંદરની બધી મૂર્તિઓ 30 એપ્રિલ સુધીમાં અહીં લાવવામાં આવશે અને લગભગ બધી મૂર્તિઓ 15 એપ્રિલ સુધીમાં સ્થાપિત થઈ જશે.”

Share This Article