Saturday, Sep 13, 2025

VIDEO : લાઈવ રિપોર્ટિંગમાં લેડી રિપોર્ટરના નિતંબ પકડયા, આખા દેશે જોઈ યુવાનની અશ્લિલ હરકત

3 Min Read
  • સ્પેનની રાજધાની મેડ્રિડમાં લાઈવ રિપોર્ટિંગ કરી રહેલી લેડી રિપોર્ટરની સાથે યૌન શૌષણની એક ઘટના બની છે જેનો વીડિયો વાયરલ થયો છે.

યુરોપિય દેશ સ્પેનની રાજધાની મેડ્રિડમાં એક મહિલા રિપોર્ટરને લાઈવ રિપોર્ટિંગમાં બેડ ટચનો સામનો કરવો પડયો. આ ઘટના બની ત્યારે તે લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી અને પાછળથી એક વ્યક્તિએ આવીને તેના નિતંબ પર હાથ રાખી દીધો હતો અને તેના વાળનો સ્પર્શ કરીને ચાલ્યો ગયો હતો.

પત્રકાર ઈસા બાલાડો મેડ્રિડમાં ચેનલ કુઆટ્રો માટે લૂંટ પર લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો. તેણે પાછળથી મહિલાના શરીર પર હાથ મૂક્યો અને તેને પૂછ્યું કે તે કઈ ચેનલમાં કામ કરે છે. યુવાનના આવા વર્તનથી જરા પણ વિચલિત થયા વગર લેડી પત્રકારે રિપોર્ટિગ ચાલું રાખ્યું હતું.

આ ઘટનાથી શો હોસ્ટ પણ આશ્ચર્યચકિત થયા અને તેમને પૂછ્યું કે શું તેણે તમારા બટ (નિતંબ)નો સ્પર્શ કર્યો. આ પછી, ટીવી રિપોર્ટર મહિલાએ હામાં જવાબ આપ્યો, જે પછી હોસ્ટે કહ્યું કે તે તે વ્યક્તિને કેમેરાની સામે લાવે. “શું તમે કૃપા કરીને તે માણસને મારી સામે મૂકી શકો?” આ મૂર્ખ માણસને મારી સામે બેસાડો. આ પછી રિપોર્ટરે આરોપીને કહ્યું કે તમે પૂછવા માગો છો કે અમે કઈ ચેનલના છીએ? તમે મારા નિતંબને સ્પર્શ કર્યો? હું લાઈવ શો કરી રહ્યો છું અને કામ કરું છું.

જો કે, તે વ્યક્તિએ સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો કે તેણે કંઈપણ ખોટું કર્યું છે અને આ વખતે તે તેના વાળને સ્પર્શ કરીને ચાલ્યો ગયો હતો. થોડીક સેકંડ પછી જ્યારે તે લાઈવ રિપોર્ટીંગ કરી રહી હતી ત્યારે તે ફરી આવ્યો હતો અને મહિલા રિપોર્ટરને કહ્યું કે તમારે સાચી વાત કહેવી જોઈએ. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

મેડિડ્ર પોલીસે આરોપીની ધરપકડ કરી :

મેડ્રિડ પોલીસે લાઈવ ઓન એર રિપોર્ટર પર જાતીય શોષણ કરવાના આરોપમાં આ વ્યક્તિની ધરપકડ કરી હતી. ટ્વિટર પર શેર કરાયેલા વીડિયોમાં બે પોલીસ અધિકારીઓ તેને હાથકડી પહેરાવીને લઈ જતા જોઈ શકાય છે. ટીવી ચેનલે પણ આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે તે કોઈપણ પ્રકારની ઉત્પીડન અથવા આક્રમકતાને નકારી કાઢે છે અને રિપોર્ટર માટે પોતાનું સમર્થન વ્યક્ત કરે છે.

આ પણ વાંચો :-

Share This Article