Saturday, Sep 13, 2025

પત્ની અને પુત્રની હત્યા કરી, સોમેશેની આત્મહત્યા

2 Min Read

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા રૂસ્તમ પાર્કમાં એક પરપ્રાંતિય પરવાર રહેતો હતો. પરિવારમાં પતિ પત્ની અને ૭ વર્ષનું બાળક હતું. જોકે કોઈ કારણોસર પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવીને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો હતો. મૃતકે તેલુગુ ભાષામાં એક વીડિયો પણ બનાવ્યો છે અને ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે.

DCP પિનાકિન પરમારે વધુમાં કહ્યું હતું કે, ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને તેમનો મોબાઇલ પણ મળી આવ્યો છે. જેમાં આપઘાત પહેલા તેમણે થોડાક વીડિયો પણ બનાવેલા છે. મોબાઈલમાંથી મળી આવેલા વીડિયો તેમણે તેમની માતૃભાષા તેલુગુમાં બનાવ્યા છે. જેથી તે પણ તપાસનો વિષય છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. સામુહિક આપઘાતના કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • સોમેશ ભીક્ષાપતી ઝીલ્લા (૪૦ વર્ષ)
  • અંબિકા ઊર્ફે નિર્મલા સોમેશ ઝીલ્લા (૨૮ વર્ષ)
  • ઋષિ સોમેશ ઝીલા (૭ વર્ષ)

સોમેશે ભિક્ષાપતિ જિલા કોઈ અગરમ્ય કારણોસર દીકરા અને પત્નિની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કયા કારણોસર પરિવારે આ રીતે સામુહિક આપઘાત કરી લીધો તે સામે આવ્યું નથી. જોકે એકસાથે ૩ લોકોના આપઘાતની ખબર મળતા જ પોલીસ દોડતી થઈ હતી અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. સામુહિક આપઘાતની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચો :-

Share This Article