HomeNationalVideo: યુવકને કૂતરાનો માસ્ક પહેરાવીને નગરપાલિકા કચેરી પહોંચ્યા વિપક્ષના નેતા, જનતાની સમસ્યાને...

Video: યુવકને કૂતરાનો માસ્ક પહેરાવીને નગરપાલિકા કચેરી પહોંચ્યા વિપક્ષના નેતા, જનતાની સમસ્યાને લઈને અનોખો વિરોધ નોંધાવ્યો

Date:

Related stories

CBSE સ્કૂલોમાં મોટો ફેરફાર! હવે ફીથી લઈને કેન્ટીન સુધી ડિજિટલ પેમેન્ટનો આદેશ, જાણો નવા નિયમો

દેશભરમાં ડિજિટલ ક્રાંતિના પવન વચ્ચે હવે શાળાઓ પણ સંપૂર્ણપણે...

Video Noida Supernova Suicide: 43મા માળેથી કૂદી યુવકે કરી આત્મહત્યા; મૃત્યુ પહેલા કર્યો હતો વિડિયો રેકોર્ડ!

જીવનની આર્થિક મુશ્કેલીઓ ક્યારેક માણસને એવા અંધકાર તરફ ધકેલી...

કચ્છના ઐતિહાસિક ધોળાવીરાને મળ્યો કેટેગરી-Aનો દરજ્જો, ASIની કેટેગરી-A સ્મારકોમાં સમાવેશ કરાયો

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા ગેજેટ નોટિફિકેશન બાદ...
spot_img

મધ્યપ્રદેશના ખંડવામાં મંગળવારે યોજાયેલી જનસુનાવણી દરમિયાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય અરજદારોની વચ્ચે એક યુવક કૂતરાની કોસ્ટ્યુમ પહેરીને કલેક્ટર કચેરી પહોંચતા લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું. ઘણા લોકોએ તેના ફોટા અને વીડિયો પણ બનાવ્યા હતા. જોકે, આ અનોખા વિરોધ પાછળ શહેરમાં વધતી આવારા શ્વાનોની સમસ્યા અને ડોગ બાઇટના બનાવો સામેનો ગંભીર મુદ્દો જોડાયેલો હતો.

ખંડવા નગરનિગમના વિપક્ષના નેતા મુલ્લુ રાઠોડે આ પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. રાઠોડના દાવા મુજબ શહેરમાં આવારા શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમણે રજૂ કરેલી ફરિયાદ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં અંદાજે 13,225 લોકો કૂતરાના કરડવાના બનાવોને કારણે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

રાઠોડે આવારા શ્વાનોની નસબંધી યોજનાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ વર્ષ 2024 દરમિયાન 3,168 શ્વાનોની નસબંધી માટે લગભગ રૂ. 33.20 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મુજબ એક શ્વાનની નસબંધી પાછળ સરેરાશ રૂ. 1,048 જેટલો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. તેમ છતાં શ્વાનોની સંખ્યા અને ડોગ બાઇટના બનાવોમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી તેવો તેમણે આક્ષેપ કર્યો હતો.

તેમણે નસબંધી પ્રક્રિયાના ટેન્ડર, સંબંધિત કંપનીની પાત્રતા, દસ્તાવેજો અને વાસ્તવિક કામગીરીની તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ નસબંધી કરાયેલા શ્વાનોની સંખ્યા અને ઓળખચિહ્નોની ભૌતિક ચકાસણી કરીને ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે FIR નોંધવાની પણ માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 2025માં પણ મુલ્લુ રાઠોડે આવારા શ્વાનોના મુદ્દે કૂતરાના પ્રતીકાત્મક વેશ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ વખતે મામલો જનસુનાવણી સુધી પહોંચતા અધિક કલેક્ટર કાશીરામ બડોલેએ ફરિયાદની તપાસ કરાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. શહેરમાં આવારા શ્વાનોનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

Subscribe

Latest stories