Sunday, Oct 26, 2025

ખાલિસ્તાની આતંકી પન્નુએ પંજાબના મુખ્યમંત્રીને આપી ધમકી, પોલીસ એલર્ટ

2 Min Read

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ ભગવંત માનને ધમખી આપી છે. એટલું જ નહીં પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

અહેવાલો અનુસાર, એક વીડિયો જાહેર કરીને પન્નુએ કહ્યું ‘પંજાબના ગેંગસ્ટરો મારો સંપર્ક કરો.’ ખાલિસ્તાની આતંકવાદીએ ૨૬મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પર વાતાવરણ બગાડવાની ધમકી આપી છે. પંજાબમાં ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટરો સામેની કાર્યવાહીથી પન્નુ સહિત અન્ય ગેંગસ્ટર અને ખાલિસ્તાની સમર્થકો હચમચી ગયા છે. મુખ્યમંત્રી ભગવંત માનને આપવામાં આવેલી ધમકી તેનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસે ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને કેટલાક સમયથી ઝડપી કાર્યવાહી જોવા મળી રહી છે.

ખાલિસ્તાની આતંકવાદીએ ૨૬ જાન્યુઆરીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ડીજીપી ગૌરવ યાદવને મારી નાખવાની ધમકી આપી છે. આ માટે તેણે ગેંગસ્ટર્સને સાથે રહેવાની અપીલ કરી છે. ખાલિસ્તાની આતંકી પન્નુએ એક વીડિયો જાહેર કરીને ભારત પર હમાસ જેવા હુમલાની ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે પંજાબથી લઈને પેલેસ્ટાઈન સુધીના ગેરકાયદેસર કબજાવાળા લોકો પ્રતિક્રિયા આપશે અને હિંસાથી હિંસા જન્માવશે. તેમણે વધુમાં કહ્યું કે, “જો ભારત પંજાબ પર કબજો કરવાનું ચાલુ રાખશે તો તેની પ્રતિક્રિયા અપાશે. આના માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર હશે.

આ પણ વાંચો :-

Share This Article