લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો ૧ જુન ૨૦૨૪ ના રોજ છે. તે પછી ૪ તારીખે મતદાનનું પરિણામ જાહેર થશે. તે પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેમણે ૨ જૂને જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટે તેમની જામીન ૭ દિવસ માટે લંબાવવાની અરજી ફગાવી દીધી છે. હવે કેજરીવાલે ૨ જૂને આત્મસમર્પણ કરવું પડશે.
કેજરીવાલને ૧૦ મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ વચગાળાના જામીન આપ્યા હતા અને ૨ જૂને તિહાર જેલમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ૧૭ મેના રોજ, PMLA કેસમાં તેમની ધરપકડની કાયદેસરતાને પડકારતી બેંચે ED પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. મંગળવારે સુપ્રીમ કોર્ટની અન્ય બેંચે પણ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેમને CJI DY ચંદ્રચુડનો સંપર્ક કરવા કહ્યું હતું.
જણાવી દઈએ કે ૧૦ મેના રોજ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી ૧ જૂન સુધી વચગાળાના જામીન મળ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે વચગાળાના જામીનનો આદેશ આપતાં કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી આ વર્ષની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે.’ આ દેશના કરોડો લોકો આગામી પ વર્ષ માટે દેશની સરકાર પસંદ કરવા પોતાનો મત આપશે. સામાન્ય ચૂંટણીઓ લોકશાહીને જીવંતતા પ્રદાન કરે છે. કેજરીવાલને પાર્ટીના પ્રચાર માટે થઈને સુપ્રીમે વચગાળાના જામીન આપ્યા હતા.
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ ૨૧ માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ, EDએ તેમને આ કેસમાં પૂછપરછ માટે 9 સમન્સ જારી કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે તેઓ કૌભાંડના મુખ્ય કાવતરાખોર હતા અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધો સંડોવાયેલા હતા. આ આરોપોને ફગાવી દેતા AAP કહે છે કે દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.
આ પણ વાંચો :-