Thursday, Oct 23, 2025

૧૬ જૂન, ૨૦૨૫ : મેષ રાશિના લોકોને વ્યવસાયમાં પ્રગતિની તક મળી શકે છે, સિંહ રાશિના લોકોને બાકી રહેલા પૈસા મળી શકે છે, જુઓ આજનુ રાશિફળ

3 Min Read

મેષઃ-

સ્વભાવમાં ગુસ્સાન‌ું પ્રમાણ વધારે રહે. આવક માં વધરો થાય. પરિવારમાં થોડો મતભેદ જણાય. ‌િમલકતમાં કરેલા રોકાણોથી ફાયદો થાય. નોકરી ધંધામાં રાહતનો અનુભવ થાય. અગ્નિ થી સાચવવું.

વૃષભઃ-

દિવસની શરૂઆત મોજશોખ થી થાય. ભાગ્ય સાથ આપતું જણાય. આવક માં વધારો થાય. ‌માન સન્માન વધે. વિશ્વાસઘાત નો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગ થી સાચવવું.

મિથુનઃ-

જકકી અને જડ વલણ નો ત્યાગ કરવો. આર્થિક પાસુ મજબૂૂત ‌બનતું જણાય. સંતાન સાથે મતભેદ ટાળવા. ફસાયેલા નાણાં છુટી થાય. અશકિત નો અનુભવ થાય. ‌િંમત્રો તરફ થી લાભ થાય.

કર્કઃ-

દિવસની શરૂઆત આનંદથી થાય. આવક આવતી અનુભવી શકાય. પરિવારમાં પ્રેમ જળવાય. શેર બજાર થી લાભની શકયતા. જીવનસાથી સાથે આનંદ થી લાભની શકયતા. જીવનસાથી સાથે આનંદથી દિવસ વ્યતિત થાય. દગા ફટકાથી સાચવવું.

સિંહઃ-

પ્રભાવમાં વધારો થાય. માન સન્માન વધે. સફેદ વસ્તુની ખરીદી થાય. આર્થિક ઉપાર્જન સારૂં થાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. સંતાન ની ચિંતા રહે. શરદી-ખાંસી-કફ નો ઉપદ્રવ રહે.

કન્યાઃ-

વાણી ઉપરનો પ્રભાવ વધે. આનંદ થી દિવસ વ્યતિત થાય. નાણાં ની વૃધ્ધિ થતી જણાય.પરિવાર માં શાંતિ મનમેળ જ‍ળવાય. સંતાન તરફથી આનંદના સમાચાર મળે. ભાગ્ય બળવાન.

તુલાઃ-

ખાેટું લાગે એવા પ્રસંગો બને. માનસિક સ્થિરતા ઓછી થાય. જમીન મકાન-મિલકત થી લાભ ની શકયતા, કુટુંબમાં સુખ-શાંતિ રહે. તંદુરસ્તી જળવાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે.

વૃશ્ચિકઃ-

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં સુખ-શાંતિ જળવાય. મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય સુખમાં આનંદ અનુ‌ભવી શકાય. પડવાા વાગવાથી સાચવવું.

ધનઃ-

માનસિક રીતે અજંપાે અનુભવાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવાર માં મનમેળ માતૃસુુખમાં વધારો થાય.. ખોટા વિચારો થી દૂર રહેવું. શરદી-કફ ના રોગોથી સાવચેતી રાખવી.

મકરઃ-

ખૂબ જ સુંદર રીતે દિવસ વ્યતિત થાય. આવક આવતી જણાય. પરિવાર માં આનંદ સંતાનો ની પ્રગતિ થી મન હરખાય. આરોગ્ય સારૂં રહેશે. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. નોકરી ધંધામાં પ્રગતિ.

કુંભઃ-

મકકમ મનાેબળ ની અનુભૂતિ થાય. નાણાંની આવક વધતી જણાય. પરિવારમાં ખુશી. સ્થાવર જંગમ મિલકત થી લાભ. આંખના રોગો થી સાચવવું. ભાગ્ય બળવાન બને છે. ધા‌ર્મિક કાર્યોમાં સહભાગી થવાય.

મીનઃ-

મિલનસાર સ્વભાવ રહે. આ‌ર્થિક દૃષ્ટિ એ સારો દિવસ. સ્થાવર જંગમ મિલકત, શેર બજાર માં રોકાણ ટાળવું. માતાની તબિયતનું ધ્યાન રાખવું. સંતામો તરફથી આનંદ. નોકરી-ધંધામાં શાંતિ જળવાય.

Share This Article