Tuesday, Sep 16, 2025

૧૫ જુલાઈ, ૨૦૨૫/ આ રાશિ માટે મંગળવારના દિવશે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

3 Min Read

મેષઃ-

મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમ્યાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શકય બને. એક્ષપોર્ટ ઇમ્પોર્ટ, ‌િશક્ષીણ જેવા ધંધા માં વિશેષ લાભ.

વૃષભઃ-

આવક અને ખર્ચ બન્નેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતુ જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચરૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ-

જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઈ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પરિવારના સભ્યો સાથે શાંતિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા-પ્રવાસનુ‌ં આયોજન શકય બને.

કર્કઃ-

દિવસમાં દરમ્યાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઈ-બહેનની વિશેષ જવાબદારરી ઉઠાવવી પડે. શેરબજાર સ્ત્રી શણગાર ની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુઃખાવો સંભવે. દા‌મ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ-

આત્મબળ મજબૂત બને. માન સન્માન માં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમાં સફળતા. અનાજ કરિયાણા ના વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-કફનો પ્રકાેપ રહે.

કન્યાઃ-

નોકરી-ધંધા ક્ષૃૃેત્રેે ફાયદો થતો અનુભવાય. ટેક્ષ્ન કન્સલટના એકાઉન્ટસ. હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનો ની પ્રગ‌િત થી આનંદ થાય. સ્વાર્થ વૃત્તિ વધે. પ્રતિષ્ઠા-યશ ઘટે.

તુલાઃ-

મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય એવા પ્રંસગો બને. કુટુંબના સભ્યો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

વૃશ્ચિકઃ-

આવકનુંૃ પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમ ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી ની વડે. માતૃપક્ષ થી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલ, બિલ્ડીંગ મટીરીયલના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ-

નાણાંકીય બાબતો માં સાનુ કુળતા રહે. પરિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથી ની તબિયત ની કાળજી રાખવી. આદ્યાત્મિક બાબતો માં રૂચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સાેબતમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારૂ રહે.

મકરઃ-

આવકની દૃષ્ટિ એ સારો દિવસ છે. પરિવાર ના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ મિલકત માંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુઃખાવાની સમસ્યા રહેે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ-

માનસિક રીતે મજબૂતાઈ જણાય. વાંચવાનો શોખ વધશે. આકસ્મિક ધનલાભ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે.સા‌િહત્ય, સંશોધન, ફાઈનાન્સ ના કામ માં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાો.

મીનઃ-

સંતાન તરફથી ચિંતા સતાવશે. ‌િવદ્યાર્થી વર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંધર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષ નો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાત. કરોડરજ્જુ, દાંત અને હાડકા ની કાળજી રાખવી જરૂરી.

Share This Article