જમ્મૂ-કશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કરી બાબા બર્ફાનીની ‘પ્રથમ પૂજા’

Share this story

હિંદુઓ માટેના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક અમરનાથ ગુફામાં શનિવારે ‘પ્રથમ પૂજા’ કરવામાં આવી હતી. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, મનોજ સિંહાએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું કે વાર્ષિક શ્રી અમરનાથજી યાત્રાના ઔપચારિક પ્રારંભને ચિહ્નિત કરવા માટે આજે પ્રથમ પૂજા કરવામાં આવી હતી. બાબા અમરનાથજીના આશીર્વાદ લીધા અને તમામ લોકોના સારા સ્વાસ્થ્ય, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

અમરનાથ યાત્રા 2024

તેમણે કહ્યું કે કાશ્મીર હિમાલયમાં સમુદ્ર સપાટીથી ૩,૮૮૮ મીટરની ઊંચાઈ પર સ્થિત ગુફા મંદિરની પવિત્ર તીર્થયાત્રા હંમેશા સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે કારણ કે સ્થાનિક મુસ્લિમો તીર્થયાત્રીઓને ગુફા મંદિર સુધી પહોંચવામાં મદદ કરે છે.

ઉપરાજ્યપાલ મનોજ સિંડાએ જણાવ્યું કે, અમે શ્રદ્વાળુઓની મુસાફરીમાં ગુણાત્મક સુધારો લાવ્યા છે. જરૂરી સુવિધાઓ,મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે, અમરનાથ શ્રાઈન બોર્ડ અને સંબંધિત વિભાગના અધિકારીઓ શ્રદ્ધાળુઓને વધુ સારી સુવિધાઓ અને સેવાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે યાત્રા સુરક્ષિત રહે તે માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મુખ્ય સચિવ, મુખ્ય કાર્યકારી અધિકારી, અમરનાથ શ્રાઈન બોર્ડ, એસએએસબી, સૈન્ય અને ઉપરાજ્યપાલ સહિત વરિષ્ઠ અધિકારીઓ પ્રથમ પૂજામાં જોડાયા હતા. અમરનાથ યાત્રા ૨૯ જૂનના રોજ બંને રસ્તાઓ અનંતનાગ જિલ્લાનું પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલથી શરૂ થવા જઈ રહી છે. યાત્રાળુઓ માટે SASB દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ વિશે વાત કરતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડના અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. યાત્રા સરળ, સલામત અને ઝંઝટ-મુક્ત હોય તે સુનિશ્ચિત કરવા અમે દરેક સંભવિત પગલાં લઈ રહ્યા છીએ.

આ પણ વાંચો :-