ઈટાલીના નેપલ્સ શહેરથી ૨૦૦ કિલોમીટર દુર આવેલા વિસ્તાર પર જ્વાળામુખીનો ખતરો મંડરાઈ રહ્યો છે. જ્વાળામુખી ફાટવાના કારણે હવે આગામી દિવસોમાં કેટલોક વિસ્તાર ખાલી કરાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.જેમાં ૧૨૫ સ્કૂલો અને ૧૫૦૦૦ ઈમારતોનો સમાવેશ થાય છે.આ તમામ બાંધકામો સંવેદનશીલ ક્ષેત્રોમાં આવેલા છે.
જ્વાળામુખીમાં લાવા ઉકળી રહ્યો છે અને તેનુ નામ છે કેમ્પી ફ્લેગ્રેઈ. આ જવાળામુખી ૨૦૦ કિલોમીટર વિસ્તારના એરિયમાં છે.૨૦ લાખ પહેલા સુપર વોલ્કેનોના કારણે આ વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો હોવાનુ મનાય છે.જ્વાળામુખીની આસપાસના વિસ્તારમાં નાના નાના ગામડા, શોપિંગ મોલ્સ , સ્કૂલો તેમજ હોસ્પિટલો આવેલી છે.આસપાસના વિ સ્તારોમાં આઠ લાખની વસતી છે.
જ્વાળામુખી ફાટયો તો આ વિસ્તારમાં જાન માલની મોટુ નુકસાન થઈ શકે તેમ છે.આ વિસ્તારના રેડ ઝોનમાં પાંચ લાખ લોકોની વસતી છે.જ્વાળામુખીની આસપાસના ૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં ૧૮ શહેરો આવેલા છે.જ્યાં મોટા નુકસાનની આશંકા છે.નેપલ્સ શહેરની આસપાસના લોકો પણ સંભવિત ખતરાથી બહાર નથી.
કેમ્પી ફ્લેગ્રેઈ જવાળામુખી છેલ્લે ૧૫૩૮માં ફાટયો હતો અને એ પછી અહીંયા એક નવો પહાડ અસ્તિત્વમાં આવ્યો હતો.બીજી તરફ હવે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા પણ વધી રહ્યા છે અને તેના કારણે સમગ્ર વિસ્તાર વધારે સંવેદનશીલ બની રહ્યો છે. આવનારા સમયમાં અહીંના ઘણા લોકોને બીજે ખસેડવાની જરુર પડશે. કુલ મળીને ૧૫૦૦૦ જેટલી ઈમારતોના લોકોને ૨૭ નવેમ્બર સુધીમાં આ વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો :-