અમદાવાદમાં આવકવેરા વિભાગની ટીમના 20થી વધુ સ્થળોએ ITના દરોડા

Share this story

અમદાવાદના જાણીતા બિલ્ડરોના ગ્રુપો પર મેગા ઓપરેશન હાથ ધરાયા બાદ હવે અમદાવાદના કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે મોટા ગજાના વેપારીઓને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગની ટીમોએ શહેરના બે કેમિકલના મોટા ગજાના વેપારીને ત્યાં તપાસ હાથ ધરી છે. બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગની ટીમોએ તવાઈ બોલાવી છે.

અમદાવાદમાં આવકવેરા વિભાગની ટીમોએ ૨૦થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શહેરમાં ૨૦થી વધુ સ્થળો પર ૧૦૦થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી છે. એક સાથે ૨૦થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.

આયકર વિભાગની ટીમે કેયુરભાઈ શાહ સહિત કેમિકલના અનેક વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદના જાણીતા બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર સકંજો કસાયો છે. શહેરમાં ૨૦થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આશરે ૧૦૦થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુનાણું બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર ITની ટીમો ત્રાટકી હતી, આવકવેરા વિભાગ દ્વારા એકસાથે ૪૦ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તો એસજી હાઈવે પરના સિગ્નેચર-૧ની સ્વાતિ ગ્રુપની ઓફિસ પર પણ સર્ચ હાથ ધરાયું છે. અહીં ૧૦ અધિકારી અને કર્મચારી સહિત ૪ પોલીસકર્મીઓ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે ૩૫થી ૪૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા. શહેરમાં ૩૫થી ૪૦ ઠેકાણાઓ પર ૧૦૦થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. તપાસમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના ૧૦૦થી પણ વધુ અધિકારીઓ જોડાયા હતા.

આ પણ વાંચો :-