Tuesday, Oct 28, 2025

IPL ફાઈનલ અને ક્વોલિફાયર-2 અમદાવાદમાં યોજાશે, BCCIએ કર્યો શેડ્યૂલમાં ફેરફાર

2 Min Read
oplus_1024

IPL 2025ની ફાઇનલ અને ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. લીગની ફાઈનલ 3 જૂને રમાશે. અગાઉ, BCCIએ IPLના બાકીના 13 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. પરંતુ પ્લેઓફ સ્થળો નક્કી થયા ન હતા.

ક્રિકબઝના અહેવાલ મુજબ, અમદાવાદને 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 અને 3 જૂને રમાનારી ફાઈનલ મેચનું આયોજન કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. જ્યારે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ ચંદીગઢનું મુલ્લાનપુર સ્થિત સ્ટેડિયમ નક્કી કરવામાં આવ્યું છે. અગાઉના જૂના શેડ્યૂલમાં પ્લેઑફ અને ફાઈનલ હૈદરાબાદ અને કોલકાતાના નામ નક્કી થયા હતા.

BCCIની મિટિંગમાં નિર્ણય લેવાયો
ક્રિકબઝના રિપોર્ટ મુજબ, BCCIએ મંગળવારે યોજાયેલી બેઠકોની આ નિર્ણય લીધો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે અમદાવાદ ફાઈનલ સાથે 1 જૂને ક્વોલિફાયર 2નું પણ આયોજન કરશે.

જોકે, પ્લેઑફની પ્રથમ બે મેચ- ક્વોલિફાયર 1 અને એલિમિનેટર- અનુક્રમે 29 મે અને 30 મેના રોજ નવી ચંદીગઢના મુલ્લનપુરમાં રમાઈ શકે છે. BCCIએ આ સ્થળો પસંદ કરવામાં મુખ્ય વિચારણા હવામાનની સ્થિતિ હતી, કારણ કે દેશમાં ધીમે ધીમે વરસાદી ઋતુની અસર શરૂ થઈ રહી છે.

RCBની હોમ મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે
ESPN ક્રિકઇન્ફોના જણાવ્યા પ્રમાણે RCBની હોમ મેચ પણ ખસેડવામાં આવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમની હોમ મેચનું વેન્યૂ પણ બદલવવામાં આવ્યું છે. હવે તેઓ લખનઉના એકાના સ્ટેડિયમમાં સનરઇઝર્સ હૈદરાબાદા સામે મેચ રમશે. IPLએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની 23 મેની છેલ્લી હોમ મેચ દક્ષિણ ભારતમાં પ્રતિકૂળ હવામાનને કારણે બેંગલુરુથી લખનઉમાં ખસેડી છે. પરિણામે, RCB હવે તેની છેલ્લી બે મેચ; SRH સામે અને 27 મેના રોજ પોતાની છેલ્લી હોમ મેચ રમશે જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની પોતાની લીગની છેલ્લી મેચ પણ એકાના સ્ટેડિયમમાં રમશે.

Share This Article