હૃદયને વલોવી દેનાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગની ધટનાના પગલે હવે તંત્ર સફાળું જાગ્યું છે. સત્તાવાર રીતે સામે આવેલા આંકડા મુજબ ભીષણ આગમાં ૨૭ લોકો જીવતા સળગ્યાની આ ઘટના બાદ જવાબદાર સામે પગલા લેવા SITએ તપાસ શરૂ કરી છે. ૨૪ કલાકની પૂછપરછ બાદ ૪ અધિકારીને ધરપકડ કરવામાં આવી છે.
ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપી મુકેશ મકવાણા,એટીપી ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ થઇ છે. ૨૪ કલાકની પૂછપરછ બાદ ચારેય બેદરકાર અધિકારીઓની ક્રાઈમબ્રાન્ચે જેલ હવાલે કર્યો છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં અધિકારીઓ સહિત ૧૦ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. . જમીનના માલિકો, ગેમઝોનના સંચાલકો અને અધિકારીઓ સહિત ૧૦ વિરૂદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રાજકોટ મનપાના સસ્પેન્ડ થયેલા અધિકારીઓ પર ACBએ સપાટો બોલાવ્યો છે. પૂર્વ TPO એમ.ડી.સાગઠિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. એમ.ડી સાગઠિયાના ઘરે ACBએ દરોડા પાડી તપાસ કરી હતી. TRP ગેમઝોન બાદ એમ.ડી સાગઠિયાને સસ્પેન્ડ કરાયા હતા. ACBએ સાગઠિયાની મનપામાં આવેલ ઓફિસમાં પણ તપાસ કરી હતી. એમ.ડી સાગઠિયાના બેન્ક ખાતાની પણ તપાસ થશે. ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસમાં પણ ACBની તપાસ થશે. રોહિત વિગોરા અને મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાનમાં, ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાનમાં ACBની તપાસ થશે.
TRP ગેમઝોન અગ્નિકાંડનો મામલે વધુ ૨ PIની ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરશે. PI ધોળા અને PI વણઝારાની પૂછપરછ કરાશે. ગેમઝોન શરૂ થયો ત્યારે PI ધોળા તાલુકા પોલીસ સ્ટેશનના PI હતા. PI વણઝારા લાયસન્સ શાખાના PI હતા. કોઈ શંકાસ્પદ ભૂમિકા જણાય તો ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી શકે છે.
આ પણ વાંચો :-