Thursday, Dec 11, 2025

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોના ધાંધિયા યથાવત્, 2 વાગ્યા સુધીમાં 24 ફ્લાઇટ રદ

1 Min Read

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી આવતી અને જતી ઈન્ડિગોની કુલ 24 ફ્લાઈટ કેન્સલ થઈ છે. રદ થયેલ ફલાઈટમાં, 12 ફ્લાઈટ અમદાવાદ આવતી અને 12 ફ્લાઈટ અમદાવાદથી અન્યત્ર જતી હતી. જો કે, આજે અમદાવાદ એરપોર્ટ પરથી બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 63 ફ્લાઈટનુ સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં 28 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી હતી. જ્યારે 35 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી અન્યત્ર ગઈ હતી.

745 કરોડ પરત કરવામાં આવ્યા
સરકારના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન રદ કરાયેલા 730,655 PNR માટે મુસાફરોને ₹745 કરોડ પરત કરવામાં આવ્યા છે. એરલાઇન પાસે રહેલી આશરે 9,000 બેગમાંથી, 6,000 બેગ મુસાફરોને પહોંચાડવામાં આવી છે, બાકીની બેગ મંગળવાર સુધીમાં પહોંચાડવાનું લક્ષ્ય છે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ આવતીકાલે બપોરે 12 વાગ્યે લોકસભામાં ઇન્ડિગો કટોકટીનો જવાબ આપશે.

Share This Article