Thursday, Oct 30, 2025

પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી

2 Min Read

સોમવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ચોથો દિવસ છે. ઓસ્ટ્રેલિયાના પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમત પૂરી થતાં બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4.2 ઓવરમાં 3 વિકેટે 12 રન હતો. ઉસ્માન ખ્વાજા 3 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે ત્રીજા દિવસે 134.3 ઓવરમાં 6 વિકેટે 487 રન બનાવીને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો.

ભારતે પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમ 238 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ દાવના આધારે ભારત પાસે 46 રનની લીડ હતી. ભારતે બીજી ઇનિંગ છ વિકેટે 487 રન પર ડિકલેર કરી હતી અને 533 રનની લીડ મેળવી લીધી હતી. સીરીઝની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી.

ઓસ્ટ્રેલિયામાં ભારતની સૌથી મોટી ટેસ્ટ જીત –

  • 295 રનથી, પર્થ, 2024
  • 222 રનથી, મેલબૉર્ન, 1977
  • 137 રનથી, મેલબૉર્ન, 2018
  • 72 રનથી, WACA, 2008
  • 59 રનથી, મેલબૉર્ન, 1981

ઓસ્ટ્રેલિયાને પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં પ્રથમ વખત ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર ચાર મેચ રમી હતી, જેમાં તેણે જીત મેળવી હતી. 19 જાન્યુઆરી, 2021ના રોજ, ભારતે ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા 31 વર્ષ બાદ તે મેદાન પર ટેસ્ટ મેચ હારી ગયું હતું. હવે ભારતીય ટીમે પણ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં કાંગારૂઓના ઘમંડને ચકનાચૂર કરી દીધું છે.

આ પણ વાંચો :-

Share This Article