Saturday, Sep 13, 2025

લાલી -લિપસ્ટિક પાછળ ભારતીયોએ ખર્ચ્યા અધધ આટલા હજાર કરોડ, જાણીને તમે પણ ચોંકી જશો !

2 Min Read
  • રિપોર્ટ અનુસાર ભારતીય ગ્રાહકોએ છ મહિના દરમિયાન કોસ્મેટિક પ્રોડક્ટ પર સરેરાશ ૧,૨૧૪ રૂપિયા ખર્ચ્યા છે. લિપસ્ટિક અથવા અન્ય લિપ કેર પ્રોડક્ટ સમગ્ર વેચાણ પર પ્રભુત્વ ધરાવે છે.

તમારા ઘરમાં દર મહિને કોસ્મેટિક ઉત્પાદનો પર કેટલો ખર્ચ થાય છે? જો તમને આ સવાલ પૂછવામાં આવે તો તમે ૪કે ૬ હજાર રૂપિયા જેવું કદાચ કહી શકો છો. જો તમે કોસ્મેટિક ઉત્પાદનોની કિંમત સાથે સંબંધિત રિપોર્ટ વાંચો, તો તમને આશ્ચર્ય થશે. હા છેલ્લા છ મહિનામાં લિપસ્ટિક, નેલ પોલીશથી લઈને આઈલાઈનર સુધીની ૧૦૦ મિલિયનથી વધુ કોસ્મેટિક પ્રોડક્ટ વેચાઈ છે.

સરકારને ૫૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. જેમાંથી લગભગ ૪૦ ટકા ખરીદી ઓનલાઈન થઈ છે. તેની માહિતી એક રિપોર્ટમાંથી સામે આવી છે. રિપોર્ટ અનુસાર ભારતીય ગ્રાહકોએ છ મહિના દરમિયાન કોસ્મેટિક પ્રોડક્ટ્સ પર સરેરાશ ૧,૨૧૪ રૂપિયા ખર્ચ્યા છે. લિપસ્ટિક અથવા અન્ય લિપ કેર પ્રોડક્ટ સમગ્ર વેચાણ પર પ્રભુત્વ ધરાવે છે. આ સમગ્ર વ્યવસાયમાં લિપસ્ટિક અને લિપ કેર પ્રોડક્ટનો હિસ્સો ૩૮ ટકા છે.

અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે વર્કિંગ વુમન કોસ્મેટિક પ્રોડક્ટનો વધુ ઉપયોગ કરે છે. રિપોર્ટના તથ્યો અનુસાર મેકઅપના વેચાણમાં વર્કિંગ વુમનનો ફાળો સૌથી વધુ છે. વિવિધ વય જૂથોમાં સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે વૃદ્ધો લિપસ્ટિક અને નેઈલ પોલીશ પસંદ કરે છે. જ્યારે પ્રાઈમર અને ટીન્ટેડ લીપ્સ યુવાનોમાં ખાસ પસંદગી બની ગયા છે.

આ પણ વાંચો :-

Share This Article