કૅનેડામાં રહેતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત છે કારણકે તેમની વર્ક પરમિટ સમાપ્ત થઈ ચૂકી છે અને હવે નાગરિકતા મેળવવાનો કોઈ રસ્તો નથી.
માહિતી અનુસાર નિયમોમાં અચાનક ફેરફાર કરી દેવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓને હવે ફરી ભારત ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેના લીધે દેખાવો ઉગ્ર થવાની શક્યતા વધી ગઈ છે. આ રીતે એકાએક નિર્ણય કરવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમારું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. વર્ષ ૨૦૧૯માં પંજાબથી કૅનેડા ગયેલા જશનપ્રીતસિંહ પણ એ વિદ્યાર્થીઓ પૈકીના એક છે જેમણે આ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.
માહિતી અનુસાર કેનેડાના આ પ્રાંત દ્વારા આવો નિર્ણય કરવા પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વધારે પડતાં ધસારાને માનવામાં આવી રહ્યો છે. પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડના તંત્રનું કહેવું છે કે અમારી પાસે હાલ પૂરતું વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. સમગ્ર કેનેડામાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. રહેવા કે સ્વાસ્થ્ય માટેની પણ પૂરતી વ્યવસ્થા મળી શકી રહી નથી. તેના કારણે જ અમે આ નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પહેલા ચાર મહિનામાં જ કેનેડામાં કાર્યક્ષમ લોકોની વસતી વધીને ૪૧૧૪૦૦ને વટાવી ગઈ હતી. આ આંકડો ૨૦૨૩ની તુલનાએ ૪૭ ટકાનો વધારો દર્શાવે છે. કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા નવેમ્બર ૨૦૨૩ સુધીમાં ૫૭૯૦૭૫ને આંબી ગઈ હતી. આ લોકોને પરમિટ જારી કરાઈ હતી જેમાંથી ૩૭ ટકા ભારતીયો છે.
આ પણ વાંચો :-