ભારતીય નૌસેનાએ પહેલીવાર જહાજ પરથી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

Share this story

ભારતીય નૌસેનાને મોટી સફળતા મળી છે જેમાં  યુધ્ધ જહાજ ઇમ્ફાલ પરથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતે પહેલીવાર કોઈ જહાજ પરથી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.

ભારતીય નૌસેનાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રહ્મોસ મિસાઈલનું ઇમ્ફાલ (યાર્ડ ૧૨૭૦૬) પરથી નિર્દેશન કરવામાં આવ્યું હતું એને બ્રહ્મોસે તેના પ્રથમ પ્રહારમાં જ સચોન નિશાન સાધીને મિસાઈલને નષ્ટ કરી નાખી હતી.  નૌસેનાની ભાષામાં આને ‘બુલ્સ આઈ’ સ્કોરિંગ કર્યું તેમ કહેવામાં આવ્યું હતું. આ મિસાઇલ લોંચિગ બાદ ૯૦ ડિગ્રીએ ફરી જાય છે અને દુશ્મનોનો નાશ કરે છે. આ સાથે જ ભારતીયનૌસેનામાં એક નવી ઉપલબ્ધિનો સમાવેશ થયો છે. નૌસેનાની આ સફળતા ખાસ હોવાનું પણ એક જરૂરી કારણ છે કે ભારતે પહેલી વાર કોઇ જહાજ ઉપર મિસાઇલનું  સફળ પરિક્ષણ કર્યું છે. આ ઉપરાંત વધુમાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની કવાયત દ્વારા એ સંદેશ આપવા માંગે છે કે નૌસેના કોઈપણ પરિસ્થિતિમાં લડવા માટે તૈયાર છે.

સ્વદેશી જહાજ ઈમ્ફાલ દ્વારા મિસાઈલને નષ્ટ કરવામાં મળેલી સફળતાને હાઈલાઈટ કરતાં નૌસેનાએ જણાવ્યું હતું કે આ ‘આત્મનિર્ભર ભારત’  હેઠળ વધતી જહાજ નિર્માણ ક્ષમતાને પણ દર્શાવે છે. ઇમ્ફાલને સામેલ કરવાનો નિર્ણય સ્વદેશી શસ્ત્રો અને પ્લેટફોર્મની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા પર નૌસેનાનું અતૂટ ધ્યાન દર્શાવે છે.

આ પણ વાંચો :-