ઇઝરાઇલ-હમાસ જંગ વચ્ચે દિલ્હીમાં હાઇ એલર્ટ, એસ જયશંકરની સુરક્ષાને Z શ્રેણીમાં અપગ્રેડ કરી

Share this story

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષાને Z શ્રેણીમાં અપગ્રેડ કરી છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ આ માહિતી આપી હતી. કેનેડામાં ખાલિસ્તાની જૂથોએ નવા પોસ્ટરો લગાવ્યા છે, જેમાં વિદેશ મંત્રી જયશંકર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો છે. પોસ્ટરોમાં તેને કેનેડાનો દુશ્મન ગણાવીને તેની હત્યાની માંગ કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાલિસ્તાન જૂથ ‘સિખ ફોર જસ્ટિસ’ એ મંગળવારે  પોસ્ટરો લગાવ્યા હતા. તેણે ખાલિસ્તાનના રૂપમાં અલગ દેશ માટે જનમત લેવાની પણ જાહેરાત કરી હતી. આ બધુ બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત એ જ ગુરુદ્વારાની બહાર કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હતો. આ ગુરુદ્વારાની બહાર, આ વર્ષે ૧૮ જૂને, નિજ્જરને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી.

૭ ઓક્ટોબરથી શરૂ થયેલા ઇઝરાઇલ-હમાસ યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ઇઝરાઇલ એરફોર્સ (IDF) અનુસાર, હમાસના હુમલામાં અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ ઇઝરાઇલી નાગરિકો માર્યા ગયા છે. ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

ઇઝરાઇલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા ૭ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની પરોક્ષ અસર હવે ભારતના શહેરોમાં પણ દેખાઈ રહી છે. ખરેખર, ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીની સાથે ઘણા શહેરો માટે એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓનું કહેવું છે કે આજે દેશની રાજધાની સહિત અનેક શહેરોમાં પ્રદર્શનની આડમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ શકે છે. આ ઈન્ટેલિજન્સ ઈનપુટ બાદ દિલ્હી પોલીસ હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ દિલ્હીના તમામ જિલ્લાના અધિકારીઓ શુક્રવારની નમાજ દરમિયાન ભારે પોલીસ બળ સાથે રસ્તા પર હાજર રહેશે. ઈનપુટ મુજબ દિલ્હી સહિત અન્ય કેટલાક શહેરોમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે ઇઝરાઇલની એમ્બેસી સહિત યહૂદીઓ અને યહૂદી ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા તમામ સ્થળો પર સુરક્ષા વધારી દીધી છે.

સરકારે વિદેશ મંત્રી જયશંકરને Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. મતલબ કે હવે તેમની સુરક્ષા સેન્ટ્રલ રિઝર્વ સિક્યુરિટી ફોર્સ (CRPF)ની VIP સુરક્ષા વિંગ કરશે. દેશમાં માત્ર ૧૭૬ લોકોને જ આ સુરક્ષા મળી છે. જયશંકરની સુરક્ષામાં ૧૪ થી ૧૫ સશસ્ત્ર કમાન્ડો હશે, જેઓ તેમની આસપાસ ૨૪ કલાક હાજર રહેશે.

આ પણ વાંચો :-