Saturday, Sep 13, 2025

અગ્નિવીરો માટે આવકવેરા વિભાગે ITR ફોર્મ-૧માં મહત્ત્વના ફેરફાર

2 Min Read

આવકવેરા વિભાગે ITR ફોર્મ-૧માં મહત્ત્વના ફેરફારો કર્યા છે, જેની સીધો લાભ અગ્નિવીરોને મળશે. ફોર્મમાં એક નવો વિભાગ સેક્શન CCH સામેલ કરવામાં આવ્યો છે, જે દ્વારા અગ્નિવીર તેના સર્વિસ નિધિ કોષ પર કર કપાતનો લાભ લઈ શકે છે. વિભાગના જણાવ્યા પ્રમાણે, આ કલમ અગ્નિપથ યોજનામાં નોંધણી કરાવનાર અને ૧ નવેમ્બર, ૨૦૨૨ના રોજ અથવા તે પછી અગ્નિવીર ફંડમાં રકમ જમા કરાવનાર વ્યક્તિઓને કર કપાતનો લાભ લેવાની મંજૂરી આપે છે. આ ફેરફારને સમાવવા માટે ITR ફોર્મ ૧ અપડેટ કરવામાં આવ્યું છે, જેથી કરીને કરદાતાને કલમ ૮૦CCH હેઠળ કપાત માટે પાત્ર રકમ વિશે વિવરણ પુરુ પાડવાની મંજૂરી મળી શકે.

અગ્નિવીર ભરતી પ્રક્રિયા બદલાઈ ગઈ, હવે ઉમેદવારોએ પહેલા આપવી પડશે આ પરીક્ષા – Gujaratmitra Daily Newspaperઉલ્લેખનીય છે કે, ૧૪ જૂન, ૨૦૨૨ના રોજ સેનાની ત્રણેય શાખાઓ આર્મી, નેવી અને એરફોર્સની મોટી સંખ્યામાં યુવાનોની ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ ભરતી યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત યુવાનોએ ચાર વર્ષ સુધી સેવા આપવાની હોય છે. અગ્નિવીરને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે, અગ્નિવીર કોર્પસ ફંડ બનાવવામાં આવ્યું છે, અને તેનું સંચાલન સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આમાં અગ્નિવીરો તેમની માસિક આવકની ૩૦ ટકા રકમ આ ફંડમાં જમા કરાવવી ફરજિયાત છે.

કલમ ૮૦CCH હેઠળ કપાતને નવી અને જૂની બંને કર વ્યવસ્થાઓમાં મંજૂરી આપવામાં આવશે. આ પરવાનગી કલમ ૧૧૫ BAC હેઠળ હશે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪અને તે પછીના નાણાકીય વર્ષો માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે કલમ ૮૦CCH હેઠળ કર કપાતનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચો :-

Share This Article